________________
૭૧૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વ્યાખ્યા - ત્યાં સ્તવના ચાર નિક્ષેપા કહ્યા ત્યાં, નામ એટલે નામસ્તવ, સ્થાપના એટલે સ્થાપનાસ્તવ, દ્રવ્ય એટલે દ્રવ્ય છે વિષય જેનો એવો દ્રવ્યસ્તવ એ સ્તવનો વિષય દ્રવ્ય છે માટે દ્રવ્યસ્તવ, અને ભાવ એટલે ભાવ છે વિષય
જેનો એવો ભાવસ્તવ=એ સ્તવનો વિષય ભાવ છે, માટે ભાવસ્તવ, એ પ્રમાણે અર્થ જાણવો. આ પ્રમાણે સ્તવના નિક્ષેપ=ન્યાસ, થાય છે.
અહીં ટીકામાં પતિ’ પાઠ છે, ત્યાં આ. નિ. ભાષ્ય ગાથા-૧૯૨ની ટીકામાં ભાવે વેરિ’ પાઠ છે, તે સંગત છે.
વિશેષાર્થ:
સ્તવ' શબ્દથી નામાદિ ચાર અર્થો વાચ્ય બને છે. તેથી “સ્તવ' શબ્દ નામાદિ ચાર અર્થોમાં સ્થાપન થાય છે, તે નિક્ષેપ પદાર્થ છે. ટીકાર્ય :વ્યાખ્યા:- તત્ર સ્વરૂપનેવાહ - ત્યાં=ચાર નિક્ષેપમાં, નામ અને સ્થાપનાનું લણપણું હોવાથી=બહુ ચર્ચાઈ ગયેલ હોવાથી, નામ અને સ્થાપનાનો અનાદર કરીને દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવના સ્વરૂપને જ કહે છે નામં વII હવા ખાવે સ .....રૂત્યાતિ આવશ્યક નિર્યુક્તિ ભાષ્ય ગાથા-૧૯૧માં કહેલ દ્રવ્યસ્તવ અને ભાવાસ્તવના સ્વરૂપને જ કહે છે –
દ્રવ્યસ્તવ ... સગર્જનકિતિ દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે. અહીં પુષ્પ”િ માં ‘ગારિ' શબ્દથી ગંધ-ધૂપાદિનું ગ્રહણ કરવું. કારણમાં કાર્યના ઉપચારથી દ્રવ્યસ્તવ પુષ્પાદિ છે, એ પ્રમાણે કહેલ છે. અન્યથા=કારણમાં કાર્યનો ઉપચાર કરવામાં ન આવે તો, પુષ્પાદિથી અર્ચન એ દ્રવ્યસ્તવ એ પ્રમાણે કહેવું જોઈએ.
૦ “પુષ્ટિ માં ગરિ' શબ્દથી ધધૂપતિ નું ગ્રહણ કરવું, એમ કહ્યું છે. ત્યાં ગંધથી સર્વ સુગંધી પદાર્થો લેવા અને ધૂપરિ’ માં સાહિ’ શબ્દથી દીપાદિનું ગ્રહણ કરવું.
તથા .... સંશદ્ધના સગુણ ઉત્કીર્તનાનો ભાવ છે વિદ્યમાન એવા ગુણો તે સદ્ગણો, આના દ્વારા અસદ્ગુણ ઉત્કીર્તનાના નિષેધને કહે છે. અને કરણમાં અસદ્ગણ ઉત્કીર્તનાના કરણમાં=અસણની ઉત્કીર્તના=સ્તવના, કરવામાં મૃષાવાદ છે.
૦ ‘તિ’ શબ્દ ભાવસ્તવના કથનની સમાપ્તિસૂચક છે. પૂર્વમાં સગુણો શું છે તે કહ્યું. હવે સદ્ગણની ઉત્કીર્તના કહે છે -
સદ્ગુણોની ઉત્કીર્તના='5' એટલે પ્રબળપણાથી પરમ ભક્તિ દ્વારા કીર્તના સંશબ્દના, તે સગુણ ઉત્કીર્તના છે. વિશેષાર્થ :
પરમ ભક્તિથી ભગવાનના વિદ્યમાન ગુણોનું કીર્તન કરવું, તે ભાવસ્તવ છે. સદ્ગણોનું ઉત્કીર્તન એ ફક્ત ભગવાના ગુણોને શબ્દથી કહેવા માત્રરૂપે નથી, પરંતુ પ્રબળ વીર્યશક્તિથી અને પ્રકૃષ્ટ ભક્તિથી ભગવાનના ગુણોનું શબ્દ દ્વારા ઉચ્ચારણ કરવારૂપ છે.