________________
૭૧૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ હોતી નથી જ, તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એ પ્રમાણે ન કહેવું, કેમ કે સર્વથા અભાવનું કહેવા માટે અશક્યપણું છે. કેમ કે, સમ્યગ્દર્શનના સિદ્ધિયોગકાળમાં જ પ્રશમાદિ લક્ષણ લિંગની સિદ્ધિ છે. તેમાં હેતુ કહે છે - અનુકંપાદિનું ઈચ્છાદિ અનુભાવપણું છે=અનુકંપા આદિ ઈચ્છાદિના અનુભાવોનું કાર્યો, છે.
૦ અનુપાવીનાનું અહીં ‘રિ’ થી નિર્વેદ, સંવેગ તથા પ્રશમનું ગ્રહણ કરવું.
‘ચ્છાટિ’ અહીં ‘સારિ’ થી પ્રવૃત્તિ, સ્થિર અને સિદ્ધિયોગનું ગ્રહણ કરવું. ‘તલુ વિશિથી તે વિંશિકામાં કહેવાયેલું છે -
અનુપ ..... નહાસંલં ત્તિ ! આ ઈચ્છા આદિના યથાસંખ્ય અનુકંપા, નિર્વેદ, સંવેગ તથા પ્રશમ એ પ્રમાણે અનુભાવો=કાર્યો છે. વિશેષાર્થ :
‘વંવિધા' થી જે કહ્યું, ત્યાં પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, બાહ્ય વિષયો લેશ પણ ન સ્પર્શે તેવું ઉત્તમ ચિત્ત અપ્રમત્ત મુનિનું જ હોઈ શકે છે, પરંતુ પૂજા કરનાર તો શ્રાવક છે. તેથી અપ્રમત્ત મુનિના જેવી તેની ભૂમિકા નથી. માટે અપ્રમત્ત મુનિની અપેક્ષાએ પૂર્વભૂમિકામાં રહેલા એવા શ્રાવકને આવા પ્રકારની સમાધિ થઈ શકે નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, ગૃહસ્થને આવા પ્રકારની સમાધિનો સર્વથા અભાવ કહેવો અશક્ય છે.
આશય એ છે કે, કોઈ શ્રાવક પૂજા કરતી વખતે સ્નાનાદિકૃત હર્ષાદિ ભાવને પામતો ન હોય, પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે જ હું આ સ્નાનાદિ કરું છું, એવી બુદ્ધિને વહન કરતો હોય, અને ભગવદ્ ભક્તિ અર્થે જ કેવલ આ દ્રવ્યશુદ્ધિ આવશ્યક છે, એ આશયથી શુદ્ધિમાં યત્ન કરતો હોય, અને પૂજાકાળમાં પણ ઉત્તમ સામગ્રીને જોઈને ઈન્દ્રિયોના વિષયોથી તેની ચિત્તવૃત્તિ સંશ્લેષ પામતી ન હોય, પરંતુ ઉત્તમ એવા જગદ્ગુરુની ઉત્તમ સામગ્રીથી જ ભક્તિ કરવી જોઈએ, એ પ્રકારની બુદ્ધિ વર્તતી હોય, તેથી ઉત્તમ સામગ્રીથી પૂજા કરતાં ભગવાનનું બહુમાન વૃદ્ધિમતું થતું હોય છે.
વળી, પોતાની સુંદર પૂજાને જોઈને અન્ય જીવો તેની પ્રશંસા કરે ત્યારે પણ એ રીતનો જ હર્ષ થાય કે, આ ભગવાનની ઉત્તમ.ભક્તિને જોઈને તે જીવો ભગવાન પ્રત્યે બહુમાનભાવવાળા થાય, કે જેથી જન્માંતરમાં એમને લોકોત્તર ધર્મની પ્રાપ્તિ થાય, પરંતુ સ્વાગત પ્રશંસાદિને સાંભળીને હર્ષનો પરિણામ ન કરે. એવા જીવો જ્યારે ભગવાનની ભક્તિમાં અનુપયોગી એવા હિંસાના પરિવારમાં ઉપયોગવાળા હોય, ત્યારે આવા પ્રકારની સમાધિનો સર્વથા અભાવ નથી. તેથી જ તેમની ભગવદ્ભક્તિ અબંધનું કારણ બને કે પુણ્યબંધનું કારણ બને છે. પરંતુ જેમની ભગવાનની પૂજાનો શુભાશય યતનાના પરિણામથી ઉપભ્રંહિત નથી, તેવા જીવોને આનુષંગિક જે અપ્રશસ્ત ભાવો થાય છે, તતુત કર્મબંધ થાય છે; કેમ કે તેવા જીવો શુભાશયથી પૂજા કરવા છતાં પણ સભ્ય યતનાના અભાવને કારણે પૂજાકાળમાં પણ તેમની ઈન્દ્રિયો