________________
પ્રતિમાશતક | શ્લોક : પ૯
૭૦૧ ટીકા :
यदि च द्रव्याश्रवमात्राद् बन्धः स्यात्तदा त्रयोदशगुणस्थानेऽपि स्यात्, न चैवमस्ति, समितगुप्तस्य द्रव्याश्रवसत्त्वेऽपि उपादानकारणानुसारितयैव बन्धवैचित्र्यस्याचारवृत्तिचूादी व्यवस्थितत्वात् । ટીકાર્ચ -
િવ. વ્યવસ્થિતત્વાન્ ! જો દ્રવ્યાશ્રવમાત્રથી બંધ થાય તો તેરમા ગુણસ્થાનકે પણ બંધ થવો જોઈએ, અને એ પ્રમાણે નથી તેરમા ગુણસ્થાનકે દ્રવ્યાશ્રવમાત્રથી કર્મબંધ નથી; કેમ કે સમિત અને ગુપ્ત એવા મુનિને દ્રવ્યાશ્રવ હોવા છતાં પણ ઉપાદાનકારણના અનુસારીપણા વડે કરીને જ બંધવૈચિત્રનું આચારાંગની વૃત્તિ અને ચૂણિ આદિમાં વ્યવસ્થિતપણું છે. વિશેષાર્થ:
તક હંમેશાં વિપર્યયમાં પર્યવસાન પામે છે. તેથી પ્રસ્તુત તર્કથી એ પ્રાપ્ત થાય કે તેરમા ગુણસ્થાનકમાં કર્મબંધ નથી, આમ છતાં સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ છે. તે જ રીતે ભગવાનની પૂજામાં પણ સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ છે, છતાં કર્મબંધ થાય નહિ, જેમ તેરમા ગુણસ્થાનકમાં સ્વરૂપહિંસા હોવા છતાં કર્મબંધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, તેરમા ગુણસ્થાનકે દ્રવ્યાશ્રવ હોવા છતાં કર્મબંધ કેમ થતો નથી ? તેથી શાસ્ત્રોપજીવી યુક્તિ બતાવેલ છે. તેનો ભાવ આ પ્રમાણે છે -
સમિતિ અને ગુપ્તિવાળા મુનિથી જીવોની કોઈ હિંસા થાય, ત્યારે દ્રવ્યાશ્રવ હોવા છતાં પણ કર્મબંધના કારણભૂત એવા ઉપાદાનકારણને અનુસારી જ બંધવૈચિત્ર્યનું આચારાંગની વૃત્તિ અને શૂર્ણિ આદિમાં વ્યવસ્થિતપણું છે.
આશય એ છે કે, કર્મબંધનું કારણ જીવનો અધ્યવસાય છે. જ્યારે મુનિ સમિતિ અને ગુપ્તિમાં અપ્રમાદવાળો હોય, ત્યારે સમ્યગુ યતના હોવા છતાં કોઈ જીવની હિંસા થાય તો પણ હિંસાને અનુકૂળ એવો અધ્યવસાય ત્યાં નથી, પરંતુ અહિંસાને અનુકૂળ અધ્યવસાય છે. હવે કર્મબંધનું ઉપાદાનકારણ હિંસાને અનુકૂળ અધ્યવસાય છે, અને કર્મના અબંધને અનુકૂળ અહિંસાનો અધ્યવસાય છે, અને તે અધ્યવસાયને અનુરૂપ જ કર્મનો બંધ કે કર્મનો અબંધ થાય છે, એમ આચારાંગની વૃત્તિ અને ચૂર્ણિમાં કહેલ છે. અને ૧૩મા ગુણસ્થાનકે કર્મબંધને અનુકૂળ એવો હિંસાનો અધ્યવસાય નથી, માટે યોગને કારણે કોઈ જીવની હિંસા થાય તો પણ ૧૩મા ગુણસ્થાનકે કર્મબંધ નથી. તે જ રીતે ભગવાનની પૂજાકાળમાં સમ્યગુ યતનામાં તત્પર એવા શ્રાવકને હિંસાને અનુકૂળ એવો કોઈ અધ્યવસાય નથી, તેથી તેવા શ્રાવકને પૂજામાં થતી હિંસામાં તે હિંસાકૃત લેશ પણ કર્મબંધ થતો નથી.