________________
૭૦૮
પ્રતિમાશતક | શ્લોક : ૧૦ વિશેષાર્થ :
પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, અપ્રશસ્ત હોય એનું પ્રશસ્તીકરણ થાય તેથી પૂર્વમાં અપ્રશસ્ત એવું સંયમ હોય અને ઉત્તરકાલિક ભાવ પેદા થાય તો તે અપ્રશસ્ત એવા સંયમને પ્રશસ્ત કરી શકે. પરંતુ તમે તો પૂર્વમાં સ્થાપન કર્યું કે, દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ પૂર્વના ભાવને કારણે પૂજામાં થતી હિંસા કે પૂજાકાળમાં વર્તતો અસંયમ પ્રશસ્ત થાય છે. વસ્તુતઃ સ્નાનાદિના પૂર્વમાં કે પુષ્પ તોડવાની ક્રિયાની પૂર્વમાં દ્રવ્યસ્તવ કરવાનો જે શુભભાવ છે, તેનાથી સ્નાનાદિમાં થતી હિંસા કે અસંયમ પ્રશસ્ત કઈ રીતે થઈ શકે? કેમ કે હિંસા કે અસંયમની ઉત્તરમાં જો તે ભાવ હોય તો જ હિંસાને કે અસંયમને તે શુભ ભાવ પ્રશસ્ત કરી શકે છે.
પૂર્વપક્ષીના આ કથનના સમાધાનરૂપે ગ્રંથકાર કહે છે કે, દુર્ગતા નારીના દૃષ્ટાંતથી જ તેનો ઉત્તર પ્રાપ્ત થઈ જાય છે. દુર્ગતા નારીને લોકો દ્વારા ભગવાનના આગમનનું શ્રવણ થવાથી જગદ્ગુરુની ભક્તિ કરીને હું સંસારસાગરથી પાર પામું એવો પ્રશસ્તકોટિનો ભાવ થયેલ, અને તે ભાવપૂર્વક તેણીએ પુષ્પોને તોડેલ. તેટલામાં તેનું આયુષ્ય સમાપ્ત થવાથી મૃત્યુ પામીને તે દેવગતિ પામેલ. તેથી પૂર્વના શુભ ભાવથી તેની પુષ્પત્રોટનરૂપ હિંસાની ક્રિયા કે અસંયમની ક્રિયા પ્રશસ્ત બનેલ.
પોતાના કરાયેલા તે આધાનથી જ પુષ્ટિ કરતાં ગ્રંથકાર કહે છે કે, આ તને કયો મંત્ર પ્રાપ્ત થયો છે કે, જે પૂર્વનો ભાવ પ્રશસ્તીકરણ કરવા સમર્થ નથી, એ રૂપ ન્યૂન છે ? અને અપરનો ભાવ પ્રશસ્તીકરણ કરવા સમર્થ છે તેથી તે અધિક છે, એવું નિયમન કરે છે ? આ પૂર્વપક્ષીની કેવલ મતિકલ્પના છે, વસ્તુતઃ કોઈ પદાર્થ નથી.
અહીં પૂર્વપક્ષીનું એ કહેવું છે કે, પુષ્પાદિસંઘટ્ટનરૂપ અસંયમ પૂર્વમાં હોય અને પાછળથી સારો ભાવ થાય તો તેનાથી અપ્રશસ્ત એવા અસંયમને પ્રશસ્ત કરી શકાય. પરંતુ પૂર્વમાં થયેલો ભાવ ઉત્તરકાળમાં હોતો નથી, તેથી ઉત્તરકાળમાં ઉત્પન્ન થનાર અસંયમને તે પ્રશસ્ત કેવી રીતે કરી શકે ? અર્થાતુ ન કરી શકે.
પૂર્વપક્ષીના કથનના ઉત્તરમાં ગ્રંથકાર તેને કહે છે કે, આ તારી મતિકલ્પના છે. વસ્તુતઃ વ્યવહારનયથી સ્ત્રી આદિને જોવાની ક્રિયા અપ્રશસ્તરૂપ છે, તો પણ કોઈ જીવ અપ્રશસ્ત એવી સ્ત્રીને જોવાની ક્રિયા કરે અને તેનાથી ઉત્તરકાળમાં વૈરાગ્ય ઉત્પન્ન થાય, તો તે પ્રશસ્તભાવને કારણે સ્ત્રીદર્શનની ક્રિયા પ્રશસ્ત બને છે. તેથી જેમ પૂર્વની અપ્રશસ્ત એવી સ્ત્રી જોવાની ક્રિયાને ઉત્તરનો ભાવ પ્રશસ્ત કરી શકે છે, તેમ ભગવાનની પૂજાના આશયથી કરાયેલ પુષ્પાદિસંઘટ્ટનરૂપ ક્રિયા ઉત્તરમાં થતી હોવા છતાં, પૂર્વમાં થયેલ ભગવાનની ભક્તિનો આશય પુષ્પાદિસંઘટ્ટનરૂપ હિંસાની ક્રિયાને પ્રશસ્ત કરે છે. તેથી ઉત્તરકાલિક ભાવ જ પૂર્વકાલિક ક્રિયાને પ્રશસ્ત કરી શકે, પરંતુ પૂર્વકાલિક ભાવ ઉત્તરકાલિક ક્રિયાને પ્રશસ્ત ન કરી શકે, તેમ માનવું અયુક્ત છે.
શ્લોકના બીજા-ત્રીજા પાદનું પર્વ” થી ઉત્થાન કરે છે -