________________
પ્રતિમાશતક | શ્લોક : ૬૦
ટીકાઃ
एवं सूक्ष्मक्षिकायां प्रशस्तहिंसा पुण्यावहापि न स्यादिति चेत् ? इदमित्थमेवेत्याह- इत्थमियं व्यवहारपद्धतिः=व्यवहारनयसरणिर्गौणी प्रशस्तहिंसायाः पुण्यबन्धहेतुत्वस्यापि 'घृतं दहति' इति न्यायेनैवेष्टत्वात् । निश्चये = निश्चयनये, तु विचार्यमाणे हिंसावृथैव अन्यतरबन्ध-स्याप्यहेतुत्वात्, केवलं एक एव भावः फलदः प्रशस्तो प्रशस्तो वा प्रशस्तमप्रशस्तं फलं जनयितुं समर्थ इत्यर्थः ।।
ટીકાર્ય :
૭૦૯
एवं
કૃત્યારૢ - આ રીતે સૂક્ષ્મ ઈક્ષિકામાં પ્રશસ્ત હિંસા પુણ્યાવહા પણ નહિ થાય. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર તેનો ઉત્તર આપે છે કે, આ આમ જ છે, એ પ્રકારે (શ્લોકના બીજા પાદથી) કહે છે
-
इत्थमियं • કૃષ્ણત્વાત્ । આ પ્રકારની આ વ્યવહાર પદ્ધતિ=વ્યવહારનયની સરણ, ગૌણી= ઉપચારથી છે; કેમ કે પ્રશસ્ત હિંસાના પુણ્યબંધના હેતુપણાનું પણ ‘ઘી બાળે છે’ – એ ન્યાયથી જ ઈષ્ટપણું છે.
વિશેષાર્થ :
પૂર્વપક્ષીનો કહેવાનો ભાવ એ છે કે, જેમ સ્થૂલ દૃષ્ટિથી જોતાં હિંસાથી પાપ દેખાય છે, આમ છતાં તમે સૂક્ષ્મ ઈક્ષિકા કરીને બતાવ્યું કે, પૂર્વના શુભભાવથી પૂજામાં થતી હિંસા પ્રશસ્ત થઈ જાય છે, તેથી તેનાથી પુણ્ય બંધાય છે, એમ જે રીતે તમે કહ્યું એ રીતે સૂક્ષ્મ ઈક્ષિકા કરવામાં આવે તો, પ્રશસ્ત હિંસા પુણ્યાવહા પણ નહિ થાય.
આશય એ છે કે, જેમ સ્થૂલથી જોવાથી હિંસા પાપનું કા૨ણ દેખાય છે, તેને જ સૂક્ષ્મ રીતે જોવાથી ભગવાનની પૂજામાં થતી હિંસા પ્રશસ્ત હોવાને કા૨ણે પુણ્યબંધનું કારણ દેખાય છે; તે જ રીતે તેને વધુ સૂક્ષ્મથી જોવામાં આવે તો બાહ્ય હિંસાદિ કૃત્યથી નહિ, પણ જીવના ભાવથી જ પુણ્ય કે પાપ બંધાય છે. તેથી બાહ્ય કૃત્યરૂપ પ્રશસ્ત હિંસા પણ પુણ્યબંધનું કારણ થશે નહિ. આ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો ગ્રંથકાર, આ આમ જ છે, એ પ્રકારના તાત્પર્યથી મૂળ શ્લોકમાં કહે છે - આ પ્રકારની આ વ્યવહારનયની પદ્ધતિ ઉપચારથી છે; કેમ કે, પ્રશસ્ત હિંસા પુણ્યબંધનું કારણ છે, એ પણ ઘી બળે છે, એ ન્યાયથી જ ઈષ્ટ છે.
આશય એ છે કે, પૂર્વપક્ષીએ જે શંકા કરી કે, આ રીતે સૂક્ષ્મ ઈક્ષિકામાં=સૂક્ષ્મથી જોવામાં, પ્રશસ્ત હિંસા પુણ્યબંધ કરાવનાર પણ નહિ થાય, તેનો સ્વીકાર કરતા ગ્રંથકાર કહે છે કે, આ, આમ જ છે. આથી કરીને ગ્રંથકારે શ્લોકના બીજા પાદમાં કહ્યું કે, પ્રશસ્ત હિંસા પુણ્યબંધ કરાવે છે, આ પ્રકારની આ વ્યવહાર પદ્ધતિ ગૌણી=ઔપચારિકી છે; કેમ કે ઘી બાળે છે, એમાં વસ્તુતઃ ઘી બાળતું નથી, પરંતુ ઘીમાં પ્રવિષ્ટ અગ્નિના પરમાણુઓ હાથ નાંખનારને બાળે છે. તેમ શુભભાવવિશિષ્ટ જે હિંસા છે, તેનાથી
૭-૨૫