________________
પ્રતિમાશતક | શ્લોક : ૧૦
૭૦૭ સો ડર.... વિ દીય? તે પણ=અસંયમ પણ, પથુદાસથી પથુદાસ નથી સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ જ થશે, અને તેનું પણ=સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ અસંયમનું પણ, ભાવ વડે કરીને પ્રશસ્તીકરણમાં શું હાનિ થાય ? વિશેષાર્થ :
પૂર્વપક્ષીને કહેવાનો આશય એ છે કે, પૂજામાં પુષ્પાદિના સંઘટ્ટનાદિરૂ૫ અસંયમ કર્મબંધના હેતુ તરીકે કહેવાયેલ છે. તેથી જે કર્મબંધમાં અસંયમ હેતુ હોય તે પુણ્યબંધ રૂ૫ ન હોઈ શકે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકારે કહ્યું કે, તે અસંયમ પણ પર્યદાસ નગુથી સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ જ થશે, અને સંયમ યોગથી વિરુદ્ધ યોગરૂપ અસંયમ પણ શુભ ભાવ વડે પ્રશસ્ત થાય, તેમાં શું હાનિ છે ?
આશય એ છે કે દ્રવ્યસ્તવમાં જે અસંયમને કારણે કર્મબંધ કહેલ છે, તે અસંયમમાં જે “” કાર છે, તે નિષેધાર્થક છે, અને તે નિષેધ પ્રસજ્ય અને પર્યુદાસના ભેદથી બે પ્રકારનો છે.
પ્રસજ્યનિષેધ એ છે કે, વસ્તુનો અત્યંત અભાવ. જેમ સંયમનો અભાવ એ સંયમથી વિરુદ્ધ ક્લિારૂપ ન સ્વીકારતાં સંયમ નામના પદાર્થના અસ્તિત્વનો અભાવ સ્વીકારવામાં આવે, ત્યારે પ્રસજ્યનિષેધ થાય છે.
પર્યદાસનિષેધ એ છે કે, વસ્તુના અસ્તિત્વનો અભાવ નથી, પરંતુ વિપરીતરૂપે અસ્તિત્વ છે. જેમ અજીવ કહીએ, ત્યાં જીવનિષ્ઠ ચેતના જેમાં નથી, એવી વસ્તુ અજીવ તરીકે ગ્રહણ થાય છે. તે રીતે પ્રસ્તુતમાં પર્યદાસનિષેધથી સંયમયોગના વિરુદ્ધ યોગરૂપ અસંયમ પ્રાપ્ત થશે. સંયમમાં જે યોગ વર્તે છે, તેનાથી વિરુદ્ધ યોગ હોય ત્યારે ત્યાં સંયમનો અત્યંત અભાવ નથી લેવાનો, પરંતુ વિપરીત રૂપે અસંયમનું અસ્તિત્વ ગ્રહણ કરવાનું છે, એ પથુદાસનિષેધ છે.
આ રીતે પર્યદાસનિષેધથી અસંયમ પણ સંયમયોગથી વિરુદ્ધ યોગરૂપ જ થશે અને દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ ભાવ વડે કરીને તે અસંયમનું પણ પ્રશસ્તીકરણ થાય છે. જેમ હિંસા પ્રશસ્ત થઈ શકે છે, તેમ અસંયમ પણ પ્રશસ્ત થઈ શકે છે. તેથી અસંયમને પુણ્ય કર્મબંધમાં હેત કહેવામાં કોઈ દોષ નથી, એ પ્રમાણે ગ્રંથકાર કહે છે. ટીકાર્ય :
ઉત્તરાનિવ નિયમથતીતિ / અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, ઉત્તરકાલિક જ ભાવ . અપ્રશસ્તને પ્રશસ્ત કરવા સમર્થ બને, પૂર્વકાલિક (ભાવ) નહિ. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું. કેમ કે દુર્ગતા નારીના દષ્ટાંતથી વિહિત ઉત્તરપણું છે, અને આ કયો મંત્ર છે કે, જે પૂર્વ-અપરભાવ વડે કરીને ચૂન-અધિક ભાવનું નિયમન કરે છે?
છે ‘નિયમથતીતિ' અહીં ‘તિ” શબ્દ છે, તે શ્લોકના પ્રથમ પાદના વક્તવ્યની સમાપ્તિસૂચક છે.