________________
૭૦૬
પ્રતિમાશતક | શ્લોક : ૬૦ વિશેષાર્થ :
પૂજા કરનાર જીવ હિંસાકર્મથી બંધાતો નથી; કેમ કે પૂજામાં થતી હિંસાની ક્રિયાથી પૂજા કરનાર બંધાય તો દુર્ગતિની પ્રાપ્તિ થાય. પરંતુ દુર્ગતા નારીએ ભગવાનની પૂજા અર્થે પુષ્ય તોડી હિંસા કરેલ હોવા છતાં તે દેવલોકમાં ગયેલ છે. તેથી પૂજામાં થતી હિંસાની ક્રિયાથી જો પૂજા કરનાર વ્યક્તિને કર્મબંધ થાય તો દુર્ગતા નારીના દેવલોકગમનની સંગતિ થઈ શકે નહિ. ટીકાર્ચ -
વન્યાવિદા ..... પ્રશસ્તરીવત્ ! અને જો હિંસાકર્મ=હિંસાની ક્રિયાને, બંધાવહા માનો તો પુથબંધાવા જ સ્વીકારવી જોઈએ; કેમ કે, ઉક્ત ભાવ વડે દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ ઉક્ત ભાવવડે, પ્રશસ્ત રાગની જેમ (હિંસાનું) પ્રશસ્તીકરણ થાય છે. વિશેષાર્થ:
પૂર્વે કહ્યું કે, દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયરૂપ ભાવનું કારણ પણું હોવાના કારણે પૂજામાં થતી હિંસાની ક્રિયાથી કર્મબંધ થતો નથી, અને એ જ વાતને યુક્તિ દ્વારા પુષ્ટ કરી કે, જો પૂજામાં થતી હિંસાની ક્રિયાથી પૂજા કરનાર વ્યક્તિને કર્મબંધ થાય તો દુર્ગાનારીએ પુષ્પો તોડી હિંસા કરી, તેથી તેના દેવલોક ગમનની સંગતિ થાય નહિ.
હવે કહે છે કે, પૂજામાં થતી હિંસાની ક્રિયાથી કર્મબંધ થાય છે, એમ માનો તો, પુણ્યકર્મનો બંધ થાય છે, તેમ જ માનવું જોઈએ; કેમ કે, દ્રવ્યસ્તવ કરવાના પરિણામરૂપ ઉક્ત ભાવવડે પૂજા અર્થક કરાતા સ્નાનાદિમાં થતી હિંસા પ્રશસ્ત બને છે. તેથી પ્રશસ્ત રાગની જેમ પ્રશસ્ત હિંસા પુણ્યબંધનું કારણ બને છે.
પૂજામાં પુષ્પાદિની જે હિંસા થાય છે તેને નિશ્ચયનયની દૃષ્ટિએ કર્મબંધનું કારણ સ્વીકારવામાં આવતું નથી, અને વ્યવહારનયની દૃષ્ટિએ પૂજામાં થતી હિંસાથી પુણ્યકર્મનો બંધ થાય છે તેમ સ્વીકારવામાં આવે છે. અહીં પ્રથમ નિશ્ચયનયની દૃષ્ટિને સામે રાખીને કથન કર્યું કે પૂજામાં થતી હિંસાની ક્રિયાથી કર્મબંધ થતો નથી, અને પછી કહ્યું કે, પૂજામાં થતી હિંસાની ક્રિયાને બંધનું કારણ માનો તો પુણ્યબંધનું કારણ સ્વીકારવું પડે. આનાથી એ પ્રાપ્ત થાય છે કે, કર્મબંધ બાહ્ય હિંસાથી થતો નથી, અને જીવનો અંતરંગ પરિણામ ભગવદ્ભક્તિને અનુકૂળ હોવાથી બાહ્ય આચરણારૂપ હિંસા કર્મબંધ પ્રત્યે અકિંચિત્થર છે તે નિશ્ચયનયની દૃષ્ટિએ છે, અને બાહ્ય ક્રિયાને પણ બંધના કારણરૂપે સ્વીકારનાર વ્યવહારનયની દૃષ્ટિને સામે રાખીને કહ્યું કે, ભગવદ્ભક્તિના ભાવથી હિંસાની ક્રિયાનું પ્રશસ્તીકરણ થયેલ હોવાથી તે હિંસાની ક્રિયા પુણ્યબંધનું કારણ છે. ટીકાર્ય :
પુષ્કવિ .. રૂત્તિ ઘે? અહીં પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે, પુષ્પાદિના સંઘટ્ટનાદિરૂપ અસંયમ ત્યાં હિંસાથી થતા કર્મબંધમાં, હેતુ કહેવાયેલ છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -