________________
૭૦૫
પ્રતિમાશતક | શ્લોકઃ ૬૦ ટીકાર્ય :
પૂનાથાં.....રમતિ, પૂજામાં દ્રવ્યસ્તવકરણઅધ્યવસાયરૂપહું દ્રવ્યસ્તવ કરું, એ અધ્યવસાયરૂપ, ભાવનું કારણ પણું હોવાને કારણે (પૂજાની ક્રિયામાં) વર્તતી હિંસા બંધાવા થતી નથી. ઉત્થાન :
પૂજામાં શુભભાવ હોવાને કારણે પૂજાની ક્રિયામાં વર્તતી હિંસા બંધાવતા થતી નથી, તેની જ પુષ્ટિ કરતાં કહે છે - ટીકાર્ય :
અષા ..... ધવાર, જે કારણથી આ સ્નાનાદિ સામગ્રી દ્રવ્યસ્તવમાં અધિકારીને જ્ઞાપન કરે
છે.
વિશેષાર્થ
દ્રવ્યસ્તવ કરવાના અધ્યવસાયપૂર્વક જીવ જ્યારે પૂજામાં તત્પર થાય છે, ત્યારે સ્નાનાદિની ક્રિયાથી તેનો પ્રારંભ થાય છે. તે સ્નાનાદિ ક્રિયામાં યદ્યપિ હિંસા થાય છે, તો પણ ભગવાનની પૂજાના અધ્યવસાયપૂર્વક તેમાં પ્રવૃત્તિ હોવાથી આ પૂજાવિષયક સ્નાનાદિની સામગ્રી દ્રવ્યસ્તવવિષયક અધિકારીને જણાવે છે=આ પ્રકારે સ્નાનાદિ કરનાર જીવ ખરેખર દ્રવ્યસ્તવનો અધિકારી છે, તેમ જણાવે છે, અને શાસ્ત્રથી જે અધિકારીરૂપે જ્ઞાત હોય તે પોતાના અધિકારને ઉચિત ક્રિયા કરે તો તે ક્રિયાથી કર્મબંધ થતો નથી. તેથી પ્રસ્તુતમાં પૂજામાં થતી હિંસાથી કર્મબંધ થતો નથી.
વસ્તુતઃ મલિનારંભી જીવ પૂજાનો અધિકારી છે. તેથી જે શ્રાવકમાં મલિનારંભ છે, તે પૂજાની અધિકારિતાને બતાવે છે, તો પણ અધિકારી જીવ જ્યારે પોતાના અધિકાર પ્રમાણે પ્રવૃત્તિ કરતો હોય ત્યારે તેની પૂજા અર્થે સ્નાનાદિની પ્રવૃત્તિ બતાવે છે કે, આ અધિકારી જીવની પોતાના અધિકાર પ્રમાણેની પ્રવૃત્તિ છે, અને અધિકારી જીવ પોતાના અધિકાર પ્રમાણે ઉચિત પ્રવૃત્તિ કરતો હોય, તેનાથી કર્મબંધ થતો નથી. કેમ કે શાસ્ત્રો ઉચિત પ્રવૃત્તિને યોગ કહે છે અને યોગ એ મોક્ષનું કારણ છે. તેથી ઉચિત પ્રવૃત્તિરૂપ યોગ મોક્ષને અનુકૂળ એવી નિર્જરાનું કારણ બને છે.
ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, પૂજાની ક્રિયા ભક્તિરૂપ હોવાથી બંધાવહ ન કહો, તો પણ તેમાં થતા હિંસાકર્મથી=હિંસાની ક્રિયાથી, જીવ બંધાય તો ખરો ને ? તેથી કહે છે - ટીકાર્ય :
ન ઘ ...... અનુરૂપઃ, અને તે=પૂજા કરનાર જીવ હિંસાકર્મથી=હિંસાની ક્રિયાથી, બંધાતો નથી; કેમ કે તેમ માનો તો દુર્ગતા તારીના દેવલોકગમનની અનુપપત્તિ છે.