________________
૭૦૩
પ્રતિમાશતક | શ્લોક પલ તેની અપેક્ષાએ એકેન્દ્રિયાદિને શાસ્ત્રમાં સૂક્ષ્મબંધ માન્યો છે. તેથી સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની જેમ એ પ્રમાણે દૃષ્ટાંત કહ્યું, તે અસંગત છે. ઉત્થાન :- .
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે દૃષ્ટાંતની સંગતિ ન થાય તો પણ દ્રવ્ય પરિણતિથી સૂક્ષ્મ બંધ થાય છે, તેમ માનવામાં શું વાંધો છે? તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
પ્રમત્ત ..... *માન્ ! અપ્રમત્ત સાધુને દ્રવ્યાશ્રવની સંપત્તિ થયે છતે તદ્વિમિત્ત દ્રવ્યાશ્રવની સંપત્તિ નિમિત, પરમાણુમાત્રના પણ બંધનો નિષેધ છે; કેમ કે તેનેઅપ્રમત્ત સાધુને, શાસ્ત્રમાં સૂક્ષ્મ પણ તક્રિમિત બંધ દ્રવ્યાશ્રવની સંપત્તિ નિમિત્ત બંધ, કહો નથી, એ પ્રમાણે આગમ છે.
પ્રષ્યિતં ..... પ્રત્યેન ! અને આ ધર્મપરીક્ષામાં મોટા વિસ્તાર વડે પ્રપંચિત છે. ૫૯ વિશેષાર્થ:
સમિતિ અને ગુપ્તિવાળો મુનિ જ્યારે અપ્રમત્ત ભાવમાં વર્તે છે ત્યારે ભગવાનના વચનનું સ્મરણ કરી, તેનું દઢ અવલંબન લઈને તે પ્રમાણે સતત અધ્યવસાય કરતો હોય છે, અને તે અધ્યવસાયને ઉપષ્ટભક એવા મન, વચન અને કાયાના યોગોને તે પ્રવર્તાવે છે. તે વખતે તેના યોગથી જો કોઈ જીવની હિંસા થાય તો તે હિંસારૂપ જે દ્રવ્યાશ્રવ છે, તનિમિત્તે તેઓને લેશ પણ કર્મબંધ થતો નથી.
અહીં પ્રશ્ન થાય કે, અપ્રમત્ત મુનિને પણ દસમા ગુણસ્થાનક સુધી કર્મબંધ છે, તો અહીં દ્રવ્યાશ્રવની પ્રાપ્તિમાં લેશ પણ કર્મબંધ નથી, તેમ કેમ કહ્યું? તેનો આશય એ છે કે, અપ્રમત્ત મુનિ જ્યારે ભગવાનના વચનાનુસાર ક્રિયાઓમાં યત્ન કરે છે, તે વખતે તેમની ક્રિયાથી કોઈ જીવની હિંસા થાય તો તે હિંસાકૃત લેશ પણ કર્મબંધ થતો નથી. આમ છતાં, સંપૂર્ણ મોહનીયકર્મનો ઉચ્છેદ તેઓએ કર્યો નથી, તેથી તેઓમાં વર્તતા મોહનીયકર્મના ઉદયથી તેઓને કર્મબંધ થાય છે. પરંતુ પ્રસ્તુત ક્રિયા મોહના ઉચ્છેદમાં પ્રવર્તે છે, તેથી તે ક્રિયાથી નિર્જરાની પ્રાપ્તિ થાય છે, અને તે ક્રિયાકાળમાં જે હિંસા થાય છે તે યોગથી થાય છે. આથી જ અપ્રમત્ત મુનિના તે ઉપયોગથી જેટલા અંશમાં મોહનો અવરોધ થાય છે, તેટલા અંશમાં કર્મબંધ અટકે છે અને પૂર્વબદ્ધ કર્મની નિર્જરા થાય છે. અને તે ઉપયોગથી અવરોધ પામવા છતાં જે કષાયો હજુ ઉચ્છિન્ન થયા નથી, તે કષાયકૃત કર્મબંધ થાય છે, અને તે ગુણસ્થાનકકૃત કર્મબંધ છે. અને આવો અપ્રમત્ત મુનિ પણ જ્યારે કોઈક નિમિત્તને પામીને પ્રમાદાદિમાં વર્તે તો દ્રવ્યહિંસા ન થાય તો પણ તે પ્રમાદરૂપ ભાવહિંસાને કારણે ગુણસ્થાનકકૃત કર્મબંધ કરતાં વિશેષ કર્મબંધ થાય છે. પલા