________________
૭૦૨
પ્રતિમાશતક | શ્લોક પલ ઉત્થાન :
અહીં ધર્મસાગરજી ઉપાધ્યાયનો મત એ છે કે, પૂજામાં ભગવાનની ભક્તિરૂપ અને સમ્યગુ યતનારૂપ શુભભાવ છે, તે નિર્જરાનું કારણ હોવા છતાં દ્રવ્યહિંસાનો અંશ છે, તેથી તેનાથી કર્મબંધ પણ થાય છે. તે ધર્મસાગરજીના મતનું નિરાકરણ કરતાં કહે છે – ટીકા :
न च द्रव्यतया परिणतिरपि सूक्ष्मैकेन्द्रियादेरिव सूक्ष्मबन्धजननीतिधर्मार्णवमतमपि युक्तम्, एकेन्द्रियादीनामपि सूक्ष्मबन्धस्योपादानसूक्ष्मतापेक्षित्वात्, अप्रमत्तसाधोव्याश्रवसम्पत्तौ तनिमित्तस्य परमाणुमात्रस्यापि बन्धस्य निषेधात्; ‘णहु तस्स तण्णिमित्ता बंधो सुहुमोवि देसिओ समए' इत्यागमात् । प्रपञ्चितं चेदं धर्मपरीक्षायां महता ग्रन्थेन ।।५९।। ટીકાર્ય -
.... ત્રિાન, અને દ્રવ્યપણારૂપે પરિણતિ પણ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની જેમ સૂક્ષ્મબંધજનની=સૂક્ષ્મબંધને પેદા કરનારી, છે, એ પ્રમાણે ધર્મસાગરનો મત પણ યુક્ત નથી; કેમ કે એકેન્દ્રિયાદિને પણ સૂક્ષ્મબંધના ઉપાદાનની સૂક્ષ્મતાનું અપેક્ષિતપણું છે.
૦ ‘તથા પરિતિ' અહીં પિ' થી એ કહેવું છે કે, ભાવરૂપે હિંસાની પરિણતિ તો કર્મબંધુજનની છે, પરંતુ દ્રવ્યરૂપે હિંસાની પરિણતિ પણ સૂક્ષ્મબંધુજનની છે.
છઘવતમપિ ગુજં' અહીં ‘રિ' થી એ કહેવું છે કે, લુપાક માને છે કે, જિનપૂજામાં સ્વરૂપહિંસા છે, એ રૂપ દ્રવ્યાશ્રવ અધ્યાત્મનો બાધક છે, તે તો યુક્ત નથી, પરંતુ ધર્મસાગરનો મત પણ યુક્ત નથી.
૦‘ ફૂદ્રિવારિવ’ અહીં ‘સા’િ પદથી બાદર એકેન્દ્રિયનું ગ્રહણ કરવું.
‘ક્રિયાકિનારે અહીં મારિ પદથી બેઈદ્રિયાદિનું ગ્રહણ કરવું. વિશેષાર્થ :
જિનપૂજામાં ભાવહિંસા નહિ હોવા છતાં દ્રવ્યરૂપે જે હિંસા છે, તે દ્રવ્યપણારૂપે હિંસાની પરિણતિ પણ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિની જેમ સૂક્ષ્મબંધજનની છે, એ ધર્મસાગરજીનો જે મત છે. તેનો ભાવ એ છે કે, અધ્યવસાય પ્રમાણે કર્મબંધ થાય છે, તો પણ ભગવાનની પૂજામાં હિંસાનો અધ્યવસાય નહિ હોવા છતાં જે દ્રવ્યરૂપે હિંસાની પરિણતિ છે, તેનાથી અલ્પ કર્મબંધ થાય છે; જેમ સૂક્ષ્મ એકેન્દ્રિયાદિને વ્યક્તરૂપે ભોગાદિનો કોઈ અધ્યવસાય નહિ હોવા છતાં અવિરતિને કારણે તેમને સૂક્ષ્મ કર્મબંધ થાય છે; પરંતુ તે ધર્મસાગરજીનો મત યુક્ત નથી; કેમ કે એકેન્દ્રિયાદિને પણ સૂક્ષ્મબંધના ઉપાદાનની સૂક્ષ્મતાનું અપેક્ષિતપણું છે.
આશય એ છે કે, એકેન્દ્રિયાદિને જે સૂક્ષ્મ કર્મબંધ શાસ્ત્ર માને છે, તે દ્રવ્ય પરિણતિને આશ્રયીને નહિ, પરંતુ કર્મબંધના ઉપાદાન કારણભૂત એવો જે ભાવ=અધ્યવસાય, છે, તે એકેન્દ્રિયાદિને સૂક્ષ્મ છે,