________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૯
तावदित्यर्थः, इष्यते=मन्यते, 'जावं च णं एस जीवे एयइ वेयइ तावं च णं आरंभइ सारंभइ समारंभइ' इत्यादिवचनादारम्भाद्यन्यतरत्वेन योगव्यापकतालाभात् ।
800
ટીકાર્થ:
-
‘રૂવમેવ ચમ્’ ? આ જકેવી રીતે છે ?=પૂજામાં સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ છે, આ જકેવી રીતે છે ? अत्राह નામાત્ । એ પ્રકારના શંકાકારના આશયમાં કહે છે જે કારણથી સિદ્ધાંતમાં યોગસ્થિતિવ્યાપક અર્થાત્ જ્યાં સુધી યોગો રહે છે ત્યાં સુધી આરંભાદિક છે, એ રૂપ યોગસ્થિતિવ્યાપક, આરંભાદિક ઈચ્છાય છે, કેમ કે ‘જ્ઞાવં ૬ ...થી.. સમારમ ્' ઈત્યાદિ વચન વડે આરંભાદિ અત્યંતરપણા વડે યોગવ્યાપકનો લાભ છે.
.....
‘ખાવું = થી સમારમર્’' પાઠનો અર્થ આ પ્રમાણે છે
-
આ જીવ જાય છે, કંપન કરે છે ત્યાં સુધી આરંભ, સારંભ=સંરંભ અને સમારંભ છે, એ પ્રકારનું વચન છે. (તેથી યોગની સાથે આરંભાદિ અત્યંતરનું વ્યાપકપણું છે.)
વિશેષાર્થ:
‘રૂવમેવ થમ્’ થી પ્રશ્ન કરનારનો આશય એ છે કે, તમે કહો છો એ રીતે પૂજામાં યતનાથી ઉપબૃહિત ભગવાનના ગુણોનો બહુમાનભાવ હોવાને કા૨ણે ભલે કોઈ જીવની હિંસાનો પરિણામ ન હોય, આમ છતાં પૂજા કરનાર જાણે છે કે, મારા ભાવની વૃદ્ધિ અર્થે હું પૂજામાં યત્ન કરું છું, તો પણ મારી તે ક્રિયા દ્વારા પુષ્પાદિ જીવોની વિરાધના અવશ્ય થાય છે. છતાં તે હિંસા અધ્યાત્મભાવની ઉન્નતિનો બાધ કેમ ન કરે ? આ પ્રકારના શંકાકારના આશયમાં ‘ઞત્રા’ - થી જે કહ્યું, તેનો આશય એ છે કે, સિદ્ધાંતમાં જ્યાં સુધી યોગ છે ત્યાં સુધી આરંભાદિ છે, એ પ્રકારની વ્યાપ્તિ છે. તેથી તેરમા ગુણસ્થાનક સુધી યોગો હોવાને કારણે આરંભાદિની પ્રાપ્તિ છે. તેથી ત્યાં સુધી અવશ્ય સ્વરૂપહિંસા હોય છે. જો સ્વરૂપહિંસારૂપ દ્રવ્યાશ્રવ અધ્યાત્મનો બાધક બનતો હોય તો યાવતુ યોગકાળ સુધી અધ્યાત્મની પ્રાપ્તિ કોઈને સંભવી શકે નહિ. તેથી કેવળ યોગરૂપ દ્રવ્યાશ્રવથી અધ્યાત્મનો બાધ નથી તેમ માનવું જ યુક્ત છે, અને તો જ સર્વ યોગકાળમાં મોક્ષને અનુકૂળ અધ્યાત્મ છે, તેનો સ્વીકાર થઈ શકે.
યોગસ્થિતિવ્યાપક આરંભાદિ ઈચ્છાય છે, તેમાં હેતુ કહ્યો કે,નવં હૈં ..થી... સમારંભઽ તેનો ભાવ એ છે કે, જ્યાં સુધી આ જીવ જાય છે, કંપન કરે છે, ત્યાં સુધી આરંભ, સંરંભ અને સમારંભ છે, એ પ્રકારનું શાસ્ત્રવચન છે. તેથી યોગની સાથે આરંભાદિ અન્યત૨નું વ્યાપકપણું છે.
ઉત્થાન ઃ
પૂર્વમાં સિદ્ધ કર્યું કે, યોગની સાથે આરંભાદિ વ્યાપક હોવાને કારણે યોગથી થતા દ્રવ્યાશ્રવથી અધ્યાત્મની ઉન્નતિનો બાધ થતો નથી, તેની જ પુષ્ટિ કરવા અર્થે તર્ક કરે છે -