________________
GOC
પ્રતિમાશતકશ્લોક : પફ-પ૭ આશય એ છે કે, શ્રાવક સંસારના આરંભવાળો હોય છે, તેથી તદ્દન નિરારંભ પરિણામ તરફ જવાના યત્નરૂપ સામાયિકમાં પ્રાયઃ યત્ન કરી શકે નહિ; અને ક્વચિત્ સામાયિકમાં યત્ન કરી શકે તો પણ અલ્પકાળ પૂરતો કરી શકે તેમ હોય છે. તેથી તેવો શ્રાવક શેષકાળમાં દ્રવ્યસ્તવમાં યત્ન કરે તો ભગવાનના ગુણોથી પોતાના ચિત્તને રંજિત કરી શકે, પરંતુ તેને છોડીને ફક્ત સામાયિકમાં યત્ન કરે તો પોતાની તેવી ચિત્તની ભૂમિકા નહિ હોવાથી સામાયિકની ક્રિયામાં માત્ર યત્ન થઈ શકે, પરંતુ માત્ર સામાયિકની ક્રિયા કરવાથી નિરારંભ માનસ કરી શકે નહિ. તેથી તેવા કાળે ભગવાનની ભક્તિથી જ તેનું હિત પ્રાપ્ત થાય છે. આપણા
અવતરણિકા :
आरम्भशङ्कायामत्र दोषानाह - અવતરણિયાર્થ:
અહીંયાં=જિનાચવિષયક આરંભની શંકામાં, દોષોને કહે છે – વિશેષાર્થ :
શ્લોક-૫૫માં કહેલ કે, ગાયત્રીજપાદિથી મન શુદ્ધિ થતી હોય તો સ્વરૂપથી દુષ્ટ એવા જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞોથી મન:શુદ્ધિ માટે યત્ન કરવો ઉચિત ન ગણાય. તેનું સમાધાન એ કર્યું કે, પૂજામાં અનન્યગતિ છે, તેથી અપવાદિક પૂજામાં સત્ત્વશુદ્ધિનો સંભવ છે; જ્યારે જ્યોતિષ્ઠોમાદિમાં અનન્યગતિ નથી.
પૂજામાં અનન્યગતિ કઈ રીતે છે, તે વાત શ્લોક-પડ માં સ્પષ્ટ કરી. ત્યાં પૂર્વપક્ષી શંકા કરે કે, પૂજામાં પણ આરંભના દોષો છે. તેથી જેમ સ્વરૂપથી દુષ્ટ એવા જ્યોતિષ્ટોમાદિથી સત્ત્વશુદ્ધિ કરવી ઉચિત નથી, તેમ આરંભની પ્રવૃત્તિવાળી એવી ભગવાનની પૂજાની ક્રિયાથી સત્ત્વશુદ્ધિ કરવી ઉચિત નથી, પરંતુ સામાયિકાદિથી મનઃશુદ્ધિ કરવી ઉચિત છે, એ પ્રકારની શંકામાં દોષો કહે છે -
બ્લોક:
अन्यारम्भवतो जिनार्चनविधावारंभशङ्काभृतो, मोहः शासननिन्दनं च विलयो बोधेश्च दोषाः स्मृताः । सङ्काशादिवदिष्यते गुणनिधिर्धर्मार्थमृद्ध्यर्जनम्, शुद्धालम्बनपक्षपातनिरतः कुर्वन्नुपेत्यापि हि ।।५७।।
શ્લોકાર્ધ -
અન્ય આરંભવાળાઓ એવા જિનાર્ચનવિધિમાં આરંભની શંકા ધારણ કરનારાઓને મોહ, શાસનનિંદન અને બોધિનો વિલય દોષો કહેવાયેલા છે. સંકાશાદિની જેમ ધર્મને માટે