________________
પ્રતિમાશતક | શ્લોકઃ પ૭.
૬૮૧ ટીકાર્થ:
નન .... તિ ઘે? “નનું' થી પૂર્વપક્ષી કહે કે, આ પ્રમાણે અન્ય આરંભમાં પ્રવૃત્ત થયેલા પૂજાઓને માટે. આરંભમાં પ્રવર્તા, એ પ્રમાણે પ્રાપ્ત થયું. અને તે પ્રમાણે પૂજા માટે આરંભમાં પ્રવૃત્તિનો સ્વીકાર કરવો પડે તે પ્રમાણે, થઈ ... વર // આ સાક્ષીપાઠ સાથે વિરોધ છે.
“થઈ ... વર” | સાક્ષીપાઠ કહો, તેનો અર્થ આ પ્રમાણે - ધર્મના માટે જેને ધનની ઈચ્છા છે, તેને અનીહાઅનિચ્છા, શ્રેષ્ઠ છે. કાદવના પ્રક્ષાલનથી ખરેખર દૂરથી અસ્પર્શન શ્રેષ્ઠ છે=કાદવથી ખરડાઈને પ્રક્ષાલન કરવા કરતાં કાદવથી દૂર રહેવું શ્રેષ્ઠ છે.
ર’ તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું.
સર્વવિરત ...... વિરોથાત્, સર્વવિરતની અપેક્ષાએ આ શ્લોકનું અધીતપણું હોવાથી કહેવાયેલું હોવાથી, અવિરોધ છે.
Jદસ્થાપેક્ષા ..... દેતુત્વાન્ ! વળી ગૃહસ્થની અપેક્ષાએ ફૂપદષ્ટાંતથી સાવઘપ્રવૃત્તિવિશેષનું અનુજ્ઞાતપણું હોવાને કારણે, તેનેeગૃહસ્થને, પૂજાના અંગભૂત પુષ્પના અવચયવાળી પણ આરંભમાં પ્રવૃત્તિ કેવલ ઈષ્ટ છે એમ નહિ, પરંતુ કોઈક વાણિજ્યાદિ સાવધ પ્રવૃત્તિ પણ કોઈકને ઈષ્ટ છે; કેમ કે વિષયવિશેષતા પક્ષપાતરૂપ હોવાને કારણે પાપક્ષય દ્વારા ગુણબીજના લાભનું કારણ છે. વિશેષાર્થ:
નન થી પૂર્વપક્ષી કહે છે કે, તમે પૂર્વમાં સ્થાપન કર્યું કે, અન્ય આરંભવાળી વ્યક્તિ જિનપૂજામાં આરંભની શંકા કરે છે, તેને મોહાદિ દોષોની પ્રાપ્તિ છે. તે રીતે એ પ્રાપ્ત થયું કે, સંસારના આરંભમાં પ્રવૃત્ત વ્યક્તિએ પૂજા માટે આરંભમાં પ્રવૃત્તિ કરવી જોઈએ; અને તેમ સ્વીકારીએ તો ‘ધર્માર્થ .. એ શ્લોકની સાથે વિરોધ પ્રાપ્ત થાય છે. કેમ કે એ શ્લોકમાં સ્પષ્ટ કહ્યું છે કે, ધર્મ માટે જેને ધનની ઈચ્છા છે, તેના કરતાં ધનની અનિચ્છા શ્રેષ્ઠ છે. અને તે રીતે વિચારીએ તો ધર્મ માટે આરંભની પ્રવૃત્તિ કરવા કરતાં આરંભની પ્રવૃત્તિ ન કરવી તે શ્રેષ્ઠ થાય. તેથી સાક્ષીપાઠને કહેનારા શાસ્ત્રવચન સાથે વિરોધ હોવાને કારણે પૂજા માટે આરંભની પ્રવૃત્તિ મલિનારંભીએ કરવી જોઈએ તેમ કહેવું ઉચિત નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે, તારી વાત બરાબર નથી. ‘ઘર્થ .....' એ શ્લોક સર્વવિરતિની અપેક્ષાએ કહેવામાં આવે છે.
આશય એ છે કે કોઈ જીવ સર્વવિરતિના પરિણામને પામેલો હોય કે સર્વવિરતિના પરિણામ તરફ જતો હોય તેવા જીવને આશ્રયીને કહ્યું છે કે, ધર્મનાં કાર્યો કરવા માટે તું વિત્તની ઈચ્છા રાખે છે, તેના કરતાં તું અનિચ્છામાં યત્ન કરીશ=નિસ્પૃહ ચિત્તમાં યત્ન કરીશ, તે શ્રેષ્ઠ છે. પરંતુ જે લોકો મલિનારંભવાળા છે તેઓ અનિચ્છામાં યત્ન કરી શકે તેમ નથી, આથી જ સંસારના ભોગો માટે આરંભ-સમારંભની પ્રવૃત્તિ કરે છે. તેવા જીવોને આશ્રયીને તો ધર્માર્થે વિત્તની ઈચ્છા પણ દોષરૂપ નથી, અને એ જ વાત આગળ યુક્તિથી બતાવે છે -