________________
પ્રતિમાશતક | શ્લોક ઃ ૫૮
૬૩
निरपेक्षस्य संयतस्यैव भवितुमुचितत्वात् । तदाह - 'णिरविक्खस्स उ जुत्तो संपुन्नो संजमो चेव त्ति ।' द्रव्यस्तवभावस्तवोभयभ्रष्टस्य च दुर्लभबोधित्वात्; तदुक्तं धर्मदासगणिक्षमाश्रमणैः
ટીકાર્ય
:
‘जो पुण णिरच्चणो च्चिअ सरीरसुहकज्जमित्ततल्लिच्छ ।
तस्स न बोहिलाभो न सुग्गई नेय परलोगो ।। (उपदेशमाला = ४९३) त्ति ।
‘ઉń ચ દ્વિતીયાષ્ટ્રવૃત્તો' - અને દ્વિતીય અષ્ટકવૃત્તિમાં કહેલું છે
-
વૃદ્વિનોઽપિ ..... યુìતિ । પ્રકૃતિથી પૃથિવ્યાદિના ઉપમર્દનથી ભીરુ, યતનાવાળા, સાવઘસંક્ષેપરુચિ, યતિક્રિયાના અનુરાગી એવા ગૃહસ્થને પણ ધર્મના માટે સાવઘારંભની પ્રવૃત્તિ યુક્ત નથી.
‘કૃતિ’ શબ્દ અષ્ટકવૃત્તિની સાક્ષીની સમાપ્તિસૂચક છે.
-
ઉત્થાન :
મૂળ શ્લોકના કથનની સમાપ્તિ પછી તેના વિષયમાં શંકા ઉદ્ભાવન કરી તેનું સમાધાન આપે છે -
ટીકાર્યઃ
हन्तैवं અનુમતં સ્વાત્, ખરેખર આ રીતે=પૂર્વમાં કહ્યું કે, સાવઘતા સંક્ષેપને કરનાર એવા શ્રાવકને પૂજામાં અનધિકારિતા અમે પણ કહીએ છીએ એ રીતે, યતિક્રિયાના અભ્યાસ વડે હમણાંના કુમતિઓનું શ્રમણોપાસકપણું અનુમત થાય, એ પ્રમાણે પૂર્વપક્ષી કહે છે. તેના જવાબ રૂપે ગ્રંથકાર કહે છે -
.....
વિશેષાર્થ:
‘7 સ્વાત્' નહિ થાય=હમણાંના કુમતિઓનું સ્વીકારાયેલું શ્રમણોપાસકત્વ અનુમત નહિ થાય. તેમાં હેતુ કહે છે -
तस्य
ઞવડુમતત્વાત્, કેમ કે તેનું સ્વમતિવિકલ્પિતપણું હોવાને કારણે અબહુમતપણું છે.
હમણાંના કુમતિઓ જે યતિક્રિયાના અભ્યાસ માટે શ્રાવકોને સાધુની જેમ કિંચિત્ કાલ માટે સાધુક્રિયા કરાવીને સાધુની જેમ ભિક્ષા આદિ પ્રવૃત્તિ કરવાનું કહે છે, અને તે જ શ્રમણોપાસકત્વ છે એમ કહે છે, તે ભગવાનની આજ્ઞાને અનુરૂપ નથી, પરંતુ સ્વમતિવિકલ્પિત હોવાથી અબહુમત છે. તેથી તેમનો મત અમને અભિમત નથી.
ઉત્થાન :
અહીં પ્રશ્ન થાય કે, આ રીતે થોડો કાળ સાધ્વાચારને પાળે તેનાથી કાંઈક સંયમની ક્રિયાઓનો તેઓને અભ્યાસ થાય છે, તેથી તેમનું ચિત્ત સાધુની જેમ નિરપેક્ષ પરિણામવાળું બને છે. તેથી બીજો હેતુ કહે છે -
૨-૨૪