________________
પ્રતિમાશતક | શ્લોક : પ૮ ટીકાર્ય :
તH ..... ત્યર્થ તે કારણથી=પૂર્વમાં કહ્યું કે, જે શ્રાવક સાવધનો સંક્ષેપ કરનારો છે, તેવો શ્રાવક પણ પૂજામાં અધિકારી નથી એમ અમે કહીએ છીએ તે કારણથી, સદારંભની ઈચ્છા અને મલિનારંભ એ પ્રકારે અધિકારનાં ઉભય જ વિશેષણ શ્રદ્ધેય છે, એ પ્રમાણે અર્થ છે વિશેષાર્થ:
આશય એ છે કે, જો સદારંભની ઈચ્છાવાળો જ પૂજાનો અધિકારી હોત તો સાવદ્ય સંક્ષેપરુચિ શ્રાવક પણ પૂજાનો અધિકારી થાત, અને ફક્ત મલિનારંભવાળાને જ પૂજાનો અધિકારી કહીએ તો જેમને આત્મકલ્યાણ અર્થે સદારંભ કરવાની ઈચ્છા નથી, તેવા અત્યંત હિંસક આદિ જીવો પણ પૂજાના અધિકારી પ્રાપ્ત થાય. તેથી ઉભય વિશેષણ જ સંગત છે.
આનાથી એ ફલિત થયું કે, અવતરણિકામાં જે કહ્યું કે, સદારંભની ઈચ્છા જ અધિકારીનું વિશેષણ છે, તેથી યતિ પણ અધિકારી થશે, તેનું નિરાકરણ થઈ ગયું; કેમ કે યતિમાં અધિકારીનાં બે વિશેષણોમાંથી સદારંભની ઈચ્છારૂપ વિશેષણ હોવા છતાં મલિનારંભરૂપ વિશેષણ નથી.
અહીં સદારંભથી અનારંભફળની પ્રાપ્તિ થાય એવો સદારંભ ગ્રહણ કરવો છે. તેથી સાવઘસંક્ષેપરુચિ શ્રાવક પણ અનારંભરૂપ ફળ પ્રાપ્ત થાય તેવા ચારિત્રની ઈચ્છાને અનુકૂળ એવી યતના કરે છે, તે સદારંભ છે; અને મુનિ પણ સંયમજીવનની જે યાતનાઓ કરે છે, તે અનારંભફળને અનુકૂળ એવો સદારંભ છે, અને ભગવાનની ભક્તિ કરનાર શ્રાવક જે પૂજા કરે છે, તે પણ અનારંભરૂપ સંયમસ્વરૂપ ફળની પ્રાપ્તિ કરાવે તેવો સદારંભ છે.
આનાથી એ ફલિત થાય કે, સંક્ષેપરુચિ શ્રાવકને અને મુનિને સદારંભની ઈચ્છા હોવા છતાં મલિનારંભ નથી, માટે તેઓ પૂજા કરતા નથી, પરંતુ નિરવદ્ય એવી સામાયિકાદિની ક્રિયા કરે છે; અને સદારંભની ઈચ્છાવાળો એવો મલિનારંભી ગૃહસ્થ અનારંભના ફળ અર્થે ભગવાનની પૂજા કરે છે, કેમ કે ભૂમિકાના ભેદથી ઉપાયનો ભેદ છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, સંક્ષેપરુચિ શ્રાવક પૂજાનો અનધિકારી છે, એમ અમે કહીએ છીએ, તેમાં સાક્ષી આપે છે - ટીકાઃ
उक्तं च द्वितीयाष्टकवृत्तौ-गृहिणोऽपि प्रकृत्या पृथिव्याधुपमर्दनभीरोर्यतनावतः, सावद्यसंक्षेपरुचेर्यतिक्रियानुरागिणो न धर्मार्थं सावद्यारम्भप्रवृत्तिर्युक्तेति । हन्तैवं यतिक्रियाभ्यासेन श्रमणोपासकत्वमिदानीन्तनानां कुमतीनामनुमतं स्यात्, न स्यात्, तस्य स्वमतिविकल्पितत्वेनाबहुमतत्वात्,