________________
ઉલ્પ
પ્રતિમાશતક | શ્લોક : પ૮ કાર્યમાત્રમાં તત્પર રહેતો હોય, તે જીવને બોધિલાભ નથી=જન્માંતરમાં જૈનધર્મની પ્રાપ્તિ નથી, સુગતિ નથી=મોક્ષની પ્રાપ્તિ નથી, અને પરલોક નથી=સુદેવત્વની પ્રાપ્તિ નથી.
આ કથનથી એ ફલિત થયું કે, જે નિરપેક્ષ પરિણામવાળા નથી, તેથી સંયમ ગ્રહણ કરતા નથી અને યતિક્રિયાના અભ્યાસ અર્થે પ્રવૃત્તિ કરે છે ત્યારે દ્રવ્યસ્તવ કરતા નથી, તેઓને દુર્લભબોધિની પ્રાપ્તિ છે. તેથી કુમતોને અભિમત એવું શ્રમણોપાસકત્વ યુક્ત નથી. ટીકા :
कस्तर्हि सावद्यसंक्षेपाच्छ्राद्धः प्राचीनैरत्रानधिकार्युक्तः ? इति चेत् ? सचित्तारम्भादिवर्जनपर उपरितनप्रतिमाप्रतिपत्त्यनन्तरं यावज्जीवं तथाभिग्रहपरः । एवं चिय जं चित्तो सावगधम्मो बहुप्पगारो' इत्यादिवचनात्, इत्येव हि इच्छया तु धर्मसंकरे क्रियमाणे न किञ्चित्फलमित्युक्तमेव ।।५८।। ટીકાર્ચ -
વાર્તાર્દિ - અહીં પ્રશ્ન થાય કે, જે યતિક્રિયાના અભ્યાસથી પ્રવર્તતા હોય તેને તમે સંક્ષેપરુચિ શ્રાવક તરીકે સ્વીકારતા નથી, તો સાવઘના સંક્ષેપથી કયો શ્રાદ્ધ=શ્રાવક, પ્રાચીનો વડે અહીં= દ્રવ્યસ્તવમાં, અધિકારી કહેવાયો? એ પ્રમાણે પૂર્વપક્ષી કહે તો તેનો ઉત્તર ગ્રંથકાર આપે છે –
સત્તરમ્..... તથમિપ્રપરા સચિતઆરંભાદિના વર્જનમાં તત્પર=સાતમી પ્રતિમાથી માંડીને ઉપરની પ્રતિમામાં તત્પર, એવી ઉપરિત પ્રતિમાઓનો સ્વીકાર કર્યા પછી થાવજીવ તેવા અભિગ્રહમાં તત્પર (એવો) શ્રાવક પૂજા માટે અધિકારી કહેવાયેલો છે. તેમાં હેતુ કહે છે -
પર્વવિદં ... વનતિ, જે કારણથી આવા પ્રકારનો જ ચિત્ર શ્રાવકધર્મ બહુ પ્રકારવાળો છે. ઈત્યાદિ વિશિકા-૧૦/૧૩નું વચન છે. વિશેષાર્થ :
શ્રાવક બારેય વ્રતોનું સમ્યગુ પાલન કર્યા પછી, સચિત્ત આરંભાદિ વર્જનપર સાતથી માંડીને ઉપરિતન પ્રતિમાઓને સ્વીકાર્યા પછી માવજીવન તેવા અભિગ્રહમાં તત્પર હોય=સચિત્તઆરંભાદિ વર્જનપર-તે સર્વ પ્રતિમાઓને વહન કર્યા પછી શક્તિનો પ્રકર્ષ થવાથી માવજીવન સુધી આ રીતે નિરારંભ જ જીવીશ, તેવા પ્રકારના અભિગ્રહમાં તત્પર, એવો શ્રાવક પૂજામાં અનધિકારી છે.
અહીં વિશેષ એ છે કે, પ્રતિમાઓને વહન કર્યા પછી કોઈકને સત્ત્વનો પ્રકર્ષ થાય તો સંયમ ગ્રહણ કરે, કોઈકને સત્ત્વનો પ્રકર્ષ ન થાય તો ફરી સત્ત્વના પ્રકર્ષ માટે પ્રતિમાઓને વહન કરે, અને કોઈકને ફરી પ્રતિમા વહનની વૃત્તિ ન રહે તો વ્રતધારી શ્રાવક તરીકે પણ રહે. કેટલાક જીવો પ્રતિમા વહન કર્યા પછી સંયમના અર્થી થયા હોય, તો પણ તેવા પ્રકારના શારીરિક કે અન્ય સંયોગાદિને કારણે સંયમ ગ્રહણ કરી શકે તેમ ન હોય, તો યાવજીવન મારે ગૃહસ્થવેશમાં જ સાવદ્યનો અતિ સંક્ષેપ કરીને જીવવું છે, એવા પરિણામવાળા થયા હોય તેવા શ્રાવકો પૂજામાં અનધિકારી છે.