________________
GES
પ્રતિમાશતક/ શ્લોકઃ ૫૮-૫૯ ઉપરમાં કહ્યું તેવા સાવદ્યસંક્ષેપરુચિ શ્રાવક પૂજામાં અનધિકારી છે, તેમાં સાક્ષીપાઠરૂપે હેત કહ્યો કે, જે કારણથી આવા પ્રકારનો જ ચિત્ર શ્રાવકધર્મ બહુ પ્રકારવાળો છે, એવું વિંશિકા-૧૦/૧૩ નું વચન છે.
વિશિકા-૧૦/૧૩ ની ‘વં વિષ થી વહુHIRોની જે સાક્ષી આપી, તેનો આશય એ છે કે, આ રીતે જ શ્રાવકધર્મ ઘણા પ્રકારવાળો છે. આનાથી એ કહેવું છે કે, કોઈક શ્રાવક સચિત્ત આરંભાદિનો ત્યાગ. કરીને પ્રતિમાકાળ સુધી તે વ્રતોનું વહન કરે છે, તો કોઈક યાવજીવન પણ તે વ્રતોનું વહન કરે છે. આ પ્રકારના શ્રાવકધર્મના ભેદ છે, તેથી જે જીવો યાવજીવન સચિત્ત આરંભાદિના ત્યાગના અભિગ્રહમાં તત્પર છે, તેઓને પૂજાનો નિષેધ છે, અન્યને નહિ. ટીકાર્ય :
ફર્ચેવ દિ.... હમેવ એથી કરીને જ=પ્રતિમા સ્વીકાર્યા પછી થાવજીવન તેવા પ્રકારના અભિગ્રહમાં તત્પર એવો શ્રાવક પૂજામાં અધિકારી છે, એથી કરીને જ, ઈચ્છા વડે વળી ધર્મ સંકર કરાયે છતે કાંઈ ફળ નથી, એ પ્રકારે ઉક્ત જ છે=પૂર્વમાં જે કહ્યું કે, કુમતિઓનું શ્રમણોપાસકત્વ અનુમત નહિ થાય; કેમ કે તેનું સ્વમતિવિકલ્પિતપણું હોવાથી અબહુમત છે, એ કથન દ્વારા ઉક્ત જ છે. વિશેષાર્થ:
પ્રતિમા સ્વીકાર્યા પછી માવજીવન તેવા પ્રકારના અભિગ્રહમાં તત્પર શ્રાવક પૂજામાં અનધિકારી છે, એથી કરીને જ સ્વેચ્છાથી શ્રમણોપાસકત્વ અને યતિધર્મનો સંકર કરાયે છતે કાંઈ ફળ નથી, એમ કહ્યું, તેનો આશય એ છે કે, જેઓ નિરપેક્ષ પરિણામવાળા છે અને યતિની ક્રિયા કરે છે, તેમને શ્રમણ કહેવા; અને જેઓ તેવા નિરપેક્ષ પરિણામવાળા નથી, આમ છતાં સાધુની ક્રિયા અભ્યાસરૂપે કરે છે, તેમને શ્રમણોપાસક કહેવા; એ પ્રકારે એક જ સાધ્વાચારની ક્રિયામાં શ્રમણત્વ અને શ્રમણોપાસત્વરૂપ ધર્મનો સંકર કરીને, જેઓ નિરપેક્ષ પરિણામવાળા નથી તેઓ શ્રમણોપાસકત્વના નામે યતિક્રિયા કરે છે, તેનાથી કાંઈ ફળ મળતું નથી; કેમ કે ભગવાનના વચનાનુસાર પોતાની ભૂમિકા પ્રમાણે ઉચિત ક્રિયા કરવાથી જ ઉચિત ફળ મળે છે. ભગવાન નિરપેક્ષ મુનિને યતિક્રિયા કરવાનું કહે છે, અને યતિક્રિયાને અતિ આસન્ન એવા સંક્ષેપરુચિ શ્રાવકને એ પ્રકારની શ્રાવકાચારની ક્રિયાઓ કરવાનું કહે છે, અને જેઓ સાવદ્યના સંક્ષેપના પરિણામવાળા નથી, તેવા મલિનારંભી શ્રાવકોને દ્રવ્યસ્તવમાં પ્રધાનરૂપે યત્ન કરવાનું કહે છે, તે રીતે સ્વભૂમિકાનુસાર કરવાથી જ તેનું ફળ પ્રાપ્ત થાય. પરંતુ સ્વમતિકલ્પના કરીને યતિક્રિયાના અભ્યાસ અર્થે કિંચિત્ કાળ સાધુપણું સ્વીકારીને પ્રયત્ન કરવો, તે આજ્ઞાવિરુદ્ધ છે, માટે તેનાથી કાંઈ ફળ મળતું નથી. પહેલા અવતરણિકા -
सिंहावलोकितेन हिंसांशमतिमेव द्रव्यस्तवे निरस्यति -