________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૮
તેમાં હેતુ કહે છે - નાશનીય એવા મલિનારંભનો અભાવ છે અને ચારિત્રતા ઈચ્છાયોગથી જ અનારંભળની ઉપપત્તિ છે. જે કારણથી તત્કૃત=પંકના સ્પર્શકૃત, જે મલ, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. (તે કારણથી ચારિત્રના ઈચ્છાયોગથી જઅનારંભળની ઉપપત્તિ છે, એ પ્રકારે યોજન છે.)
૦ મૂળ શ્લોકમાં ‘સાવઘસંક્ષેપઋતુ' છે, તેમાં સર્વસાવધવર્નનાર્થ ટીકામાં પૂરક છે.
મૂળ શ્લોકમાં સંક્ષેપરુચિ શ્રાવકને અમે અનધિકારી કહીએ છીએ, એમ બતાવીને તેમાં સીધો હેતુ ‘વર .’ કહેલ છે. પરંતુ તેની વચમાં હેતુ અધ્યાહાર છે, જે ટીકામાં ‘મહિનારમસ્ય . વોપપત્તેઃ’ સુધી કહેલ છે.
दूरतः
GCO
૭ પ્રક્ષાનનાપેક્ષવા ફ્રિ અહીં ‘ફ્રિ’ છે, તે મૂળમાં નથી, પણ ટીકામાં છે, તે ‘યસ્માર્થ’ છે; અને તેનાથી એ કહેવું છે કે, મલિનારંભ રહિત સંક્ષેપરુચિ શ્રાવકને અનારંભફળની પ્રાપ્તિ પૂજાથી કરવા કરતાં, ચારિત્રરૂપ ઈચ્છાયોગથી જ કરવી વધારે ઉચિત છે અને તે બતાવવા માટે કહે છે કે, કાદવમાં હાથ નાંખીને ધોવા કરતાં કાદવનો સ્પર્શ ન કરવો તે જ તેના માટે ઉચિત છે.
વિશેષાર્થ -
જે શ્રાવક પણ યતિક્રિયામાં રત છે, સર્વ સાવઘના વર્જન માટે સાવઘનો સંક્ષેપ કરનારો છે અને પૃથ્વી આદિ સ્થાવર જીવોના મર્દનથી ભીરુ છે, અને સ્વભાવથી યતનાપરાયણ છે=જેમ મુનિ ઈર્યાસમિતિપૂર્વક ગમન ચેષ્ટા કરે છે, તેમ ગમનાદિ ચેષ્ટા કે કોઈ વસ્તુ ગ્રહણ કરવાની ક્રિયા કે મૂકવાની ક્રિયા, પૂરી યતનાપૂર્વક કરે છે કે જેથી કોઈ જીવની વિરાધના ન થાય, તેવા શ્રાવકને પૂજામાં અનધિકારિતા અમે કહીએ છીએ; કેમ કે પૂજા દ્વારા અધિકારીના વિશેષણભૂત જે મલિનારંભ છે તે નાશનીય છે, અને તેનો અભાવ આવા શ્રાવકમાં છે, તેથી તે પૂજામાં અનધિકારી છે.
સંસા૨વર્તી ગુણસંપન્ન એવો શ્રાવક પણ ઈંદ્રિયોની ઉત્સુકતાને કારણે સંયમ લેવા માટે પ્રયત્ન કરી શકતો નથી, તેથી તેનામાં મલિનારંભ વર્તે છે. તેવા મલિનારંભી શ્રાવકને પૂજામાં પ્રયત્ન કરવાથી તેની ઈંદ્રિયોની ઉત્સુકતા પ્રવર્તતી હતી, તેનો નાશ થાય છે. તેવો નાશનીય એવો મલિનારંભ તેને વર્તતો હોવાને કા૨ણે તે પૂજાનો અધિકારી છે, જ્યારે અત્યંત સાવઘસંક્ષેપરુચિ શ્રાવક તેવી સર્વ ઉત્સુકતા વગરનો હોવાથી મલિનારંભવાળો નથી, માટે પૂજાનો અધિકારી તે નથી.
અહીં સ્થૂલ વ્યવહા૨થી સંસારના આરંભની પ્રવૃત્તિ ક૨ના૨ને મલિનારંભીથી ગ્રહણ કરાય છે, અને સૂક્ષ્મ દૃષ્ટિથી સંસારના આરંભના કારણીભૂત એવી ઉત્સુકતા જેનામાં વર્તતી હોય તેને મલિનારંભી કહેવાય છે. અહીં પ્રશ્ન થાય કે, પૂજા દ્વારા જેમ મલિનારંભ નાશનીય છે, તેમ અનારંભફળ પણ પ્રાપ્ત કરવાનું છે. તેથી ઉ૫૨માં કહ્યું તેવા શ્રાવકમાં નાશનીય મલિનારંભ નહિ હોવા છતાં અનારંભફળ માટે તે પૂજામાં પ્રવર્તે તેમ માનવું ઉચિત થશે; કેમ કે સર્વથા અનારંભરૂપ સર્વવિરતિરૂપ ફળ મેળવવાની ઈચ્છા તેવા શ્રાવકને પણ છે. તેથી બીજો હેતુ કહે છે -