________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૮
વિશેષાર્થ :
૬૮૯
શંકાકારનો આશય એ છે કે, મલિનારંભ પૂજાના અધિકારીનું વિશેષણ નથી, પરંતુ સદારંભની ઈચ્છા જ અધિકારીનું વિશેષણ છે; કેમ કે સંકાશ શ્રાવકે સદારંભની ઇચ્છાથી જ ભગવદ્ ભક્તિ અર્થે વાણિજ્યાદિ સાવઘ પ્રવૃત્તિમાં પ્રયત્ન કર્યો, અને એ રીતે યતિ પણ પૂજાનો અધિકારી થશે; કેમ કે સદારંભની ઈચ્છા યતિને પણ હોઈ શકે છે. આ રીતની શંકાનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે –
શ્લોક ઃ
यः श्राद्धोऽपि यतिक्रियारतमतिः सावद्यसंक्षेपकृत्, भीरुः स्थावरमर्दनाच्च यतनायुक्तः प्रकृत्यैव च । तस्यात्रानधिकारितां वयमपि ब्रूमो वरं दूरतः, पङ्कास्पर्शनमेव तत्कृतमलप्रक्षालनापेक्षया ।। ५८ । ।
શ્લોકાર્થ ઃ
જે શ્રાદ્ધ પણ યતિક્રિયામાં રત મતિવાળો, સાવધનો સંક્ષેપ કરનાર અને સ્થાવરના મર્દનથી ભીરુ અને પ્રકૃતિથી જ યતનાયુક્ત=યતનાવાળો છે, તેની=તેવા શ્રાવકની, અમે પણ અહીં=પૂજામાં, અનધિકારિતા કહીએ છીએ. ॥૫॥
તેમાં હેતુ કહે છે - તત્કૃત=પંકના સ્પર્શકૃત, જે મળ, તેના પ્રક્ષાલનની અપેક્ષાએ દૂરથી પંકનું અસ્પર્શન શ્રેષ્ઠ છે. II૫૮॥
ટીકા ઃ
'य: श्राद्धोऽपि' इत्यादि : - यः श्राद्धोऽपि यतिक्रियायां रता=कर्त्तव्यत्वेनोत्सुका मतिर्यस्य स तथा, सावद्यसंक्षेपकृत् सर्वसावद्यवर्जनार्थं, स्थावराणां पृथिव्यादिनां, मर्दनाद् भीरुः । प्रकृत्यैव= स्वभावेनैव, च यतनायुक्तः, तस्यात्र = पूजायामनधिकारितां वयमपि ब्रूमः, मलिनारम्भस्य नाशनीयस्य भावादनारम्भफलस्य च चारित्रेच्छायोगत एवोपपत्ते: । तत्कृतः = पङ्कस्पर्शकृतो, यो मलस्तस्य प्रक्षालनापेक्षया हि दूरतः पङ्कास्पर्शनमेव वरम् ।
ટીકાર્ય :
यः श्राद्धोऽपि વરમ્ । જે શ્રાવક પણ યતિક્રિયામાં રત=કર્તવ્યપણાથી ઉત્સુક મતિવાળો, સર્વસાવઘના વર્જન માટે સાવઘનો સંક્ષેપ કરનારો, સ્થાવરોના=પૃથિવ્યાદિના, મર્દનથી ભીરુ અને પ્રકૃતિથી સ્વભાવથી જ, યતનાયુક્ત છે, તેની અહીં=પૂજામાં, અનધિકારિતાને અમે પણ કહીએ
છીએ.