________________
પ્રતિમાશતક | શ્લોક ઃ ૫૭-૫૮ દર્શન-પ્રભાવનાના હેતુથી વણિક્ કળા ન કરવી જોઈએ, એ અર્થનું ખ્યાપન કરે છે. તેથી પૂર્વપક્ષીએ કહેલ કે, ‘આવિ’ પદથી સંકાશ સિવાય અન્યને ગ્રહણ કરશો તો ‘શુદ્ધામૈર્યથાનામમ્’ ઈત્યાદિ અભિધાનની અનુપપત્તિ થશે, એ દોષ હતો તે હવે પ્રાપ્ત થશે નહિ. કેમ કે‘શુષ્કાળભૈર્યથાનામમ્’ નો અર્થ એ કરવાનો છે કે, ન્યાયઉપાત્ત ધન દ્વારા માળી પાસેથી ઉદારતાપૂર્વક પુષ્પાદિ ગ્રહણ ક૨વાં કે જેથી માળીને પણ તે પ્રવૃત્તિ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું કારણ બને. પરંતુ તેટલા કથનમાત્રથી ચૈત્યદ્રવ્ય માટે ગ્રામાદિનો નિષેધ પ્રાપ્ત થતો નથી, અને તે જ રીતે અન્યને પણ ભગવદ્ભક્તિ અર્થે ધન ઉપાર્જનનો નિષેધ પ્રાપ્ત થતો નથી.
૬૮.
‘શુદ્ધામૈર્યથાનામમ્’ નો પૂર્વપક્ષી એવો અર્થ કરે છે કે, પુષ્પોને કિલામણા ન થાય એ રીતે જે પ્રકારે પુષ્પો પ્રાપ્ત થાય તે પ્રકારે પુષ્પો ગ્રહણ ક૨વાનાં છે. અને તેનો અર્થ તે એ કરે છે કે, ભગવાનની પૂજામાં આરંભના વર્જનનો ઉદ્દેશ છે, તેથી ભગવાનની પૂજા અર્થે જો પુષ્પત્રોટનનો નિષેધ થતો હોય તો તે રીતે ભગવાનની પૂજા માટે ધન ઉપાર્જનનો પણ નિષેધ પ્રાપ્ત થાય. માટે સંકાશને છોડીને અન્ય કોઈને ધર્મ માટે ધન કમાવું ઉચિત નથી, પરંતુ સંકાશ જેવા જે જીવોએ દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું હોય, તેમણે જ દેવદ્રવ્યનું ઋણ ચૂકવવા માટે ધન કમાવું ઉચિત છે. આ પ્રકારનો પૂર્વપક્ષીનો આશય છે.
અહીં ગ્રંથકાર કહે છે કે, ‘શુદ્ધામૈર્યથાનામમ્’ નો અર્થ પૂર્વપક્ષી કરે છે, તેવો નથી, પરંતુ હરિભદ્ર અષ્ટક મુજબ આ પ્રમાણે છે - શુદ્ધ પ્રાપ્તિનો ઉપાય એટલે તેના વડે જે રીતે લાભ થાય તેમ પુષ્પો ગ્રહણ ક૨વાનાં છે, અને શુદ્ધ પ્રાપ્તિનો ઉપાય એ છે કે, ન્યાયપૂર્વક કમાયેલા ધનથી કે અચૌર્યથી પુષ્પો ખરીદવાનાં છે, અને તે પણ જે પ્રકારે માળી આદિને પણ લાભ થાય, તે રીતે ગ્રહણ ક૨વાનાં છે. આથી જ ગ્રંથકારશ્રી કહે છે કે, પૂજાકાળમાં ઉપસ્થિત માળીના વિષયમાં દર્શન-પ્રભાવનાના હેતુથી વિણકલા ન કરવી જોઈએ. તેથી માળીને પણ કે અન્ય કોઈ ભગવાનની પૂજા જોનારને પણ ભગવાનના શાસન પ્રત્યે સદ્ભાવ થાય તે રીતે ઉદારતાપૂર્વક પુષ્પો ખરીદવાં જોઈએ, એવો અર્થ ‘શુદ્ધામૈર્યથાનામમ્’ થી ઘોતિત થાય છે. I૫૭ના
અવતરણિકા :
नन्वेवं मलिनारम्भो नाधिकारिविशेषणं किन्तु सदारम्भेच्छैवेति यतेरप्यधिकार स्यादत आहઅવતરણિકાર્ય :
‘નનુ’ થી શંકા કરતાં કહે છે કે, આ રીતે=શ્લોક-૫૭માં બતાવ્યું કે, સંકાશાદિએ ભગવાનની પૂજા અર્થે વાણિજ્યાદિ સાવઘ પ્રવૃત્તિ કરી અને દુર્ગતા નારીએ ભગવાનની પૂજા અર્થે પુષ્પત્રોટનરૂપ સદારંભ કર્યો તે લાભપ્રદ છે એ રીતે, મલિનારંભ અધિકારીનું વિશેષણ નથી, પરંતુ સદારંભની ઈચ્છા જ(પૂજાના અધિકારીનું વિશેષણ) છે. એથી કરીને તો યતિને પણ દ્રવ્યસ્તવનો અધિકાર પ્રાપ્ત થાય. એથી કરીને કહે છે -