________________
ઉ૮૬
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૭ દુર્ગતા નારી એ અવ્યુત્પન્ન અનિપુણ હતી. તેણે વીર પરમાત્માની ભક્તિ અર્થે જે પુષ્પો ગ્રહણ કરેલ, તે પોતાની માલિકીનાં ન હતાં કે પોતે ન્યાયથી ધન કમાઈને ખરીદેલાં ન હતાં, તેથી ન્યાય-ઉપાર-વિત્તથી તે પ્રાપ્ત થયાં નથી. વળી તે પુષ્પો યથાલાભ પ્રમાણે પણ ગ્રહણ કરેલાં નથી, પરંતુ પૂજા કરવી છે અને પુષ્પો જોઈએ છે, તેથી તે પુષ્યોને તોડ્યાં છે, પરંતુ સ્વયં પડે તેવાં હોય તેને વસ્ત્રમાં ધારણ કરીને પુષ્પોને કિલામણા. ન થાય તે રીતે ગ્રહણ કર્યા નથી.
આમ છતાં ભગવાનની ભક્તિના આશયપૂર્વક તે જઈ રહી છે, તેથી તે પૂજાના પ્રણિધાનથી મૃત્યુ પામીને દેવ બને છે. તે રીતે અન્ય અવ્યુત્પન્ન પણ પૂજાના પ્રણિધાનથી વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરતા હોય તે વખતે નિર્જરારૂપ લાભને પ્રાપ્ત કરે છે. ઉત્થાન :
પૂર્વમાં અથ' થી પૂર્વપક્ષીએ કહ્યું કે, સંકાશને માટે વાણિજ્યાદિ વ્યાપાર યુક્ત છે, અન્યને માટે નહિ. તેનું નિરાકરણ કરતાં બતાવ્યું કે, વ્યુત્પન્ન-અવ્યુત્પન્નના આશયવિશેષના ભેદરૂપે, “આદિ' પદથી અન્યનું ગ્રહણ કરવું ઉચિત છે. ત્યાં પ્રશ્ન થાય કે, “શુદ્ધાર્થથાનામ એ અભિધાનની અનુપપત્તિ છે. તેનું શું? તેથી બીજો હેતુ કહે છે - ટીકાર્ય :
તથા .. અનુષપડ્યું તે પ્રમાણે શુદ્ધાર્થધામ' ઈત્યાદિનો પૂર્વપક્ષીએ જે અર્થ કર્યો તે પ્રમાણે, ચૈત્ય સંબંધિપણાથી ગ્રામાદિ પ્રતિપાદનની અનુપપત્તિ છે. વિશેષાર્થ:
પૂર્વપક્ષીએ ‘શુદ્ધાર્થથાનમમ્' થી કહેલ કે, પુષ્પોને તોડ્યા વગર ન્યાયપિાત્ત ધનથી ગ્રહણ કરવાં જોઈએ. તેથી એ પ્રાપ્ત થયું કે, સ્વયં બગીચા કરીને પૂજા અર્થે પુષ્પો ગ્રહણ કરવાં ઉચિત નથી, પરંતુ ન્યાયથી પ્રાપ્ત થયેલા ધન દ્વારા માળી પાસેથી તે રીતે ખરીદવાં જોઈએ કે જેથી પુષ્પ તોડવાનો આરંભ ન કરવો પડે. પરંતુ તે રીતે ચૈત્ય સંબંધી ગ્રામાદિ પ્રતિપાદનની અનુપપત્તિ થશે; કેમ કે ચૈત્ય સંબંધી જેમ બગીચા આદિ ન કરી શકાય, તેમ આરંભ-સમારંભરૂપ હોવાને કારણે ગ્રામાદિ પણ રાખી શકાય નહિ, અને પ્રામાદિનું પ્રતિપાદન કલ્પભાષ્યાદિમાં દેખાય છે. તેથી “શુદ્ધાર્થથાના મમ્' નો અર્થ પૂર્વપક્ષી જેવો કરે છે, તેવો નથી, પરંતુ અન્ય રીતે છે. ટીકા:दृश्यते च तत्प्रतिपादनं कल्पभाष्यादौ -
'चोएइ चेइयाणं रूप्पसुवण्णाइ गामगावाइं । लग्गंतस्स हु मुणिणो तिगरणसुद्धि कहं णु भवे ।।१।।