________________
૬૮૫
પ્રતિમાશતક | શ્લોક : ૫૭ માટે વાણિજ્યાદિ સાવદ્ય વ્યાપાર ભલે ઈષ્ટ હોય, તો પણ અન્યને ભગવદ્ભક્તિ અર્થે પણ સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ નથી. તેથી સંકાશાદિમાં “આદિનું ગ્રહણ અફલ છે.
તેના જવાબરૂપે ગ્રંથકાર કહે છે કે, એમ ન કહેવું; કેમ કે વ્યુત્પન્ન-અવ્યુત્પન્નના આશયવિશેષના ભેદરૂપે અન્યનું પણ “આદિ'થી ગ્રહણ કરવું ઉચિત છે. અન્યથા=અન્યનું “આદિ' પદથી ગ્રહણ કરવું ઉચિત ન માનો તો સુવર્ ....” ઈત્યાદિ વચનના વ્યાઘાતની આપત્તિ આવશે. જે કારણથી તેણી વડે=દુર્ગતા નારી વડે, યથાલાભ અને ન્યાય-ઉપાત્ત-વિત્ત વડે તે=પુષ્પો, ગ્રહણ કરાયાં નથી.
આશય એ છે કે, વ્યુત્પન્ન-અવ્યુત્પન્નના આશયવિશેષના ભેદરૂપ અન્યનું પણ સંકાશ સદશથી અન્યનું પણ, આદિ દ્વારા ગ્રહણ કરવું ઉચિત છે.
જેઓ શાસ્ત્રમાં વ્યુત્પન્નઃનિપુણ મતિવાળા હોય તે શાસ્ત્રવિધિ પ્રમાણે કરે, અને જેઓ શાસ્ત્રમાં અવ્યુત્પન્ન અનિપુણ મતિવાળા હોય, તેઓ દુર્ગતા નારીની જેમ “શુદ્ધાથાના' એ મર્યાદાને જાણતા નહિ હોવાને કારણે ભક્તિના અતિશયથી જે રીતે કરે, તે રીતે પણ તેઓને ભગવદ્ભક્તિનો આશય હોય છે. તેથી વ્યુત્પન્ન અને અવ્યુત્પન્નનો ભગવાનની ભક્તિના આશયવિશેષરૂપ ભેદ સંકાશ કરતાં અન્ય જીવોમાં પણ પ્રાપ્ત થાય છે= સંકાશમાં પોતાના પૂર્વભવમાં કરાયેલા દેવદ્રવ્યના ભક્ષણના નિવારણનો આશય હોય છે, જ્યારે વ્યુત્પન્ન-અવ્યુત્પન્નને ભગવાનની ભક્તિ કરવાનો આશયવિશેષ હોય છે. તેથી સંકાશ કરતાં અન્ય એવા વ્યુત્પન્ન-અવ્યુત્પન્નનો જે આશયવિશેષ છે, તે જુદા પ્રકારનો છે, અને તે પ્રકારના આશયવિશેષના ભેદથી સંકાશ કરતાં અન્યને પણ “આદિ' થી ગ્રહણ કરવા ઉચિત છે.
અહીં વ્યુત્પન્નની પ્રવૃત્તિ આ પ્રકારની છે –
જે જીવ શાસ્ત્રો સાંભળીને હિતાહિતની પ્રવૃત્તિના વિષયમાં વ્યુત્પન્નઃનિપુણ છે, તે જાણે છે કે, સર્વથા નિસ્પૃહ ચિત્ત કરવું તે જ ઉચિત છે, અને તેના માટે સંયમમાં પ્રવૃત્તિ કરવી તે જ ઉત્તમ છે. આમ છતાં તેને લાગે કે હજુ પોતાનું ચિત્ત સંપૂર્ણ નિરવદ્ય જીવન જીવી શકે તેવું સંપન્ન નથી, તેથી નિરવદ્યભાવનો ઉપદેશ આપનાર ભગવાન કે નિરવદ્ય ભાવોમાં યત્ન કરનાર એવા મુનિઓની ભક્તિ કરીને જ હું મારા આત્માનું હિત સાધી શકું તેમ છું, તેવો વ્યુત્પન્ન શ્રાવક, ધર્મના અર્થે વિવેકપૂર્વક ધન ઉપાર્જન કરે, અને તેના દ્વારા ભગવાનની ભક્તિ આદિ કરીને આત્માના ઉત્તમ ભાવો કરે તે ઉચિત છે. અને તેવો વ્યુત્પન્ન શ્રાવક ભગવાનની ભક્તિ અર્થે પૂજાદિ કરે ત્યારે શક્ય એટલી યતના અવશ્ય કરે, અને આથી જ જે પુષ્પો તોડ્યા વગર સહજ પ્રાપ્ત થઈ શકે તેવાં હોય તેને શુદ્ધ વસ્ત્ર ઉપર ગ્રહણ કરીને પ્રાપ્ત કરે, જેથી પુષ્પન્નોટનકૃત કિલામણા પુષ્પોને ન થાય. અને જે પુષ્પો તે રીતે પ્રાપ્ત થાય તેમ ન હોય તેને ભક્તિ અર્થે તોડીને પણ ગ્રહણ કરે, અને ન્યાય-ઉપાર-વિત્ત વડે કરીને માળી પાસેથી શુદ્ધ પ્રાપ્ત થતાં હોય તો તે રીતે ગ્રહણ કરે, અને તે શક્ય ન દેખાય તો પુષ્પાદિ અર્થે બગીચા આદિની વ્યવસ્થા પણ કરે.
અવ્યુત્પન્નની ભક્તિ આ પ્રકારે છે –