________________
૧૮૩
પ્રતિમાશતક, શ્લોક: પ૭ ટીકાર્ચ -
તમિાદ' - તે આ પૂર્વમાં કહ્યું કે, કોઈકને કોઈક વાણિજયાદિ સાવધ પ્રવૃત્તિ ઈષ્ટ છે, તે આ, મૂળ શ્લોકમાં કહે છે -
સાવિ પુષ્યત્વે IT સંકાશાદિની જેમ ધર્મ માટે ઋદ્ધિનું અર્જન વિત્તનું અર્જત ધન ઉપાર્જન, અંગીકાર કરીને પણ શુદ્ધ આલંબનમાં જે પક્ષપાત છે, તેમાં નિરત છે, એ હેતુથી નિશ્ચિત ગુણનિધિગુણનું નિધાન, ઈચ્છાય છે.
૦ અહીં મૂળ શ્લોકમાં શુદ્ધ આલંબનના પક્ષપાતમાં નિરત એવો જીવ ગુણનું નિધાન ઈચ્છાય છે, એમ અન્વય છે, પરંતુ તે વિશેષણ-હેતુ-અર્થક છે. તેથી એ પ્રાપ્ત થાય કે શુદ્ધ આલંબનમાં જે પક્ષપાત છે, તેમાં નિરત છે, એથી કરીને ગુણનું નિધાન છે.
સંકાશશ્રાવકનું દષ્ટાંત ટીકા -
सङ्काशश्रावको हि प्रमादाद् भक्षितचैत्यद्रव्यो निबद्धलाभान्तरायादिक्लिष्टकर्मा, चिरं पर्यटितदुरन्तसंसारकान्तारोऽनन्तकालाल्लब्धमनुष्यभवो दुर्गतनरशिरःशेखररूप: पारगतसमीपोपलब्धस्वकीयपूर्वभववृत्तान्त:, पारगतोपदेशतो दुर्गतत्वादिनिबन्धनकर्मक्षपणाय 'यदहमुपार्जयिष्यामि द्रव्यं तद् ग्रासाच्छादनवर्ज सर्वं जिनायतनादिषु नियोक्ष्ये' इत्यभिग्रहवान् तथा प्रवर्त्तते स्म कालेन च निर्वाणमवाप्तवानिति ।
ટીકાર્ય :
સશસ્ત્રાવો. સાતવાનિતિ પ્રમાદથી ભક્ષિત-ચૈત્ય-દ્રવ્યવાળો, બાંધ્યું છે લાભાંતરાયાદિ કર્મ જેણે એવો, લાંબા કાળ સુધી પર્યટન કર્યું છે દુરંત સંસાર-કાંતારમાં જેણે એવો, અનંતકાળે પ્રાપ્ત કરેલ છે મનુષ્યભવ જેણે એવો, દુર્ગત મનુષ્યમાં શિરોમણિ રૂપ, પારગતની=સર્વજ્ઞની, સમીપમાં જાગ્યો છે સ્વકીય પૂર્વભવનો વૃતાંત જેણે એવો સંકાશ શ્રાવક, પારગતના સર્વજ્ઞતા, ઉપદેશથી દુર્ગતપણાદિના કારણરૂપ કર્મના ક્ષય માટે “જે હું ધન ઉપાર્જન કરીશ તે ગ્રાસ-આચ્છાદન વર્જીને સર્વ જિનાયતનાદિમાં નિયોજન કરીશ" એ પ્રમાણે અભિગ્રહવાળો તે પ્રમાણે પ્રવર્તતો હતો, અને કાળે કરીને નિર્વાણ પામ્યો.
ત્તિ' શબ્દ સંકાશના દાંતની સમાપ્તિસૂચક છે.
ટીકા :
अथ एतदित्थं सङ्काशस्यैव युक्तम्, तथैव तत्कर्मक्षयोपपत्तेर्न पुनरन्यस्येत्यादिग्रहणमफलमन्यथा 'शुद्धागमैर्यथालाभ' मित्याद्यभिधानानुपपत्तेरिति चेत् ? न, व्युत्पन्नाव्युत्पन्नाशयविशेषभेदे