________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૭ વળી ગૃહસ્થની અપેક્ષાએ સાવઘપ્રવૃત્તિવિશેષનું ફૂપદષ્ટાંત વડે અનુજ્ઞાતપણું હોવાથી ગૃહસ્થને પૂજાના અંગભૂત પુષ્પોને ભેગાં કરવારૂપ આરંભમાં પ્રવૃત્તિ કેવલ ઈષ્ટ છે એમ નહિ, પરંતુ કોઈક વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ પણ કોઈકને ઈષ્ટ છે; કેમ કે વિષયવિશેષના પક્ષપાતરૂપ હોવાને કારણે=લોકોત્તર પુરુષ એવા ભગવાનરૂપ વિષયવિશેષ પ્રત્યે પક્ષપાત હોવાને કારણે, તે ભગવાનની ભક્તિ માટે કરાતી સાવઘ પ્રવૃત્તિ પણ પાપક્ષ દ્વારા ગુણબીજના લાભનો હેતુ છે=વીતરાગતા પ્રત્યેના રાગરૂપ ગુણબીજનું કારણ છે.
અહીં સાવઘપ્રવૃત્તિવિશેષ કહ્યું, તેનો ભાવ એ છે કે મલિનારંભી ગૃહસ્થ સંસારમાં જે સાવઘ પ્રવૃત્તિ કરે છે, તે ભગવદ્ભક્તિ-અર્થક નથી, તેથી તે પ્રવૃત્તિ કૂપદષ્ટાંતથી અનુજ્ઞાત નથી. પરંતુ ભગવદ્ભક્તિઅર્થક કરાતી જે સાવદ્ય પ્રવૃત્તિ છે, તે તેના કરતાં વિલક્ષણ છે અને વિશેષરૂપ છે, તેથી કૂપદષ્ટાંતથી તે અનુજ્ઞાત છે. અને તે સાવધ પ્રવૃત્તિની વિલક્ષણતા એ છે કે અન્ય સાવદ્ય પ્રવૃત્તિ ચિત્તને મલિન કરનાર છે, જ્યારે ભગવદ્ભક્તિ-અર્થક કરાતી સાવધ પ્રવૃત્તિ ચિત્તની શોધક છે; એ રૂ૫ વિશેષતા હોવાને કારણે કૂપદષ્ટાંતથી અનુજ્ઞાત છે. અને કૂપદષ્ટાંતથી તે અનુજ્ઞાત હોવાને કારણે આરંભમાં ફક્ત પૂજાનાં અંગભૂત પુષ્પોને એકઠાં કરવાની પ્રવૃત્તિ ઈષ્ટ છે એમ નહિ, પરંતુ કોઈક પ્રકારની વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ પણ કોઈકને ઈષ્ટ છે.
આશય એ છે કે, કર્માદાનરૂપ સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ છે એમ કહેવું નથી, પરંતુ શ્રાવકને ઉચિત એવી વાણિજ્યાદિ પ્રવૃત્તિ ઈષ્ટ છે. અને કોઈકને ઈષ્ટ છે, પરંતુ બધાને ઈષ્ટ નથી, એમ કહ્યું તેનો ભાવ એ છે કે સંકાશ શ્રાવક જેવા જીવો કે જેમણે પૂર્વભવમાં દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે, અને તે ઋણમુક્તિ અર્થે વાણિજ્યાદિ પ્રવૃત્તિ કરે છે, તેઓને ઈષ્ટ છે. અને “સંકાશાદિની જેમ, એ પ્રમાણે આગળમાં કહેવાશે તે રીતે અન્ય પણ કોઈક જીવો, સામાયિક-પૌષધાદિ નિરવદ્ય પ્રવૃત્તિ કરીને ધર્મમાં ઉદ્યમ કરવાની ઈચ્છાવાળા હોવા છતાં તે રીતે કરવા સમર્થ બનતા નથી, પરંતુ ભગવદ્ પૂજાથી જ ચિત્તવિશુદ્ધિ કરી શકે એવી ભૂમિકાવાળા છે, અને પોતાની પાસે સારી રીતે ભગવદ્ભક્તિ કરી શકે એવા પ્રકારનો ધનસંચય નથી, તેવા જીવો વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિ કરીને પણ ભગવદ્ભક્તિ કે તેવા પ્રકારનાં શાસનપ્રભાવનાદિ કાર્યો કરે, તેવા જીવોને પણ ‘વિત્' થી ગ્રહણ કરવાના છે; અને દુર્ગતા નારી જેવા અવ્યુત્પન્નને પણ ‘વવિ ’ થી ગ્રહણ કરવાના છે, એનું સ્પષ્ટીકરણ આ જ શ્લોકમાં ગ્રંથકાર સ્વયં આગળ કરવાના છે.
અહીં વિષયવિશેષનો પક્ષપાત હોવાને કારણે એમ કહ્યું, તેનો ભાવ એ છે કે, ભગવદ્ભક્તિ અર્થે જ્યારે સાવધ પ્રવૃત્તિ સંકાશ સદશ કે અન્ય કોઈ બીજો પણ કરે, ત્યારે તે સાવદ્ય પ્રવૃત્તિ ભગવદ્ પૂજા અર્થે હોવાને કારણે તે સાવધ પ્રવૃત્તિનો વિષય ધનસંચય દ્વારા ભગવદ્ભક્તિ છે, પરંતુ ભોગાદિ નથી; તેથી ભગવદ્ભક્તિરૂપ વિષયવિશેષનો તે સાવદ્ય પ્રવૃત્તિ કરવામાં પક્ષપાત છે, અને તે પક્ષપાતને કારણે તે સાવદ્ય પ્રવૃત્તિ દ્વારા પાપક્ષય થાય છે, જ્યારે સંસારની ભાગલાલસાથી સાવધ પ્રવૃત્તિ થાય છે ત્યારે પાપબંધ થાય છે. તેથી ભગવદ્ભક્તિ અર્થે કરાતી વાણિજ્યાદિ સાવદ્ય પ્રવૃત્તિથી પાપક્ષ દ્વારા ગુણબીજનો લાભ થાય છેeતે સાવદ્ય પ્રવૃત્તિકાળમાં ભગવાન પ્રત્યે વધતો જતો બહુમાનભાવ પાપલય દ્વારા ગુણપ્રાપ્તિના બીજનું સાધન બને છે, તેથી તેવી સાવદ્ય પ્રવૃત્તિ ઈષ્ટ છે.