________________
ઉ૮૦
પ્રતિમાશતક | શ્લોક : પ૭ વળી જે જિનપૂજામાં આરંભની શંકા કરે છે, તે બીજા દ્વારા શાસનની નિંદા કરાવે છે, અને તે નિંદાનું સ્વરૂપ બતાવતાં કહે છે -
આ લોકોના શાસનમાં કેવા પ્રકારનો ધર્મ છે કે સ્વઈષ્ટદેવતાને પણ શંકાથી કલુષિત થયેલા એવા તેઓ આરાધતા નથી!તટસ્થ વિચારક હોય તેને થાય કે ધર્મ હંમેશાં ઈષ્ટદેવતાની આરાધના કરવાનું કહે છે, પરંતુ આ લોકોના શાસનમાં જે ધર્મ છે, તે વિવેક વગરનો છે. આથી જ પોતાના ઈષ્ટદેવતાની પૂજામાં આરંભની શંકાથી કલુષિત થઈને તેઓ પોતાના ઈષ્ટદેવતાની પણ આરાધના કરતા નથી. આ પ્રકારની શાસનની નિંદા વિચારકને તેમની અનુચિત પ્રવૃત્તિથી થાય. તેથી પૂજામાં આરંભની શંકા કરનારાઓ બીજા જીવોને શાસનથી વિમુખ રાખવાનું કૃત્ય કરે છે, તેથી બોધિદુર્લભ બને છે; કેમ કે, ભગવાનની પૂજામાં આરંભની શંકાથી તેઓ પૂજા કરતા નથી તે અનુચિત પ્રવૃત્તિ છે, અને તેના કારણે તેઓ શાસનનું માલિન્ય આપાદન કરે છે, અને તેનું ફળ બોધિનો વિલય=નાશ છે. અને તેમાં અન્યની સાક્ષી આપી કે, શાસનના માલિન્યમાં જેઓ અનાભોગથી વર્તે છે, તેઓ મહાઅનર્થના કારણભૂત મિથ્યાત્વને બાંધે છે.
અહીં વિશેષ એ છે કે, જે જીવોને કોઈ દર્શન પ્રત્યે પક્ષપાત ન હોય અને તત્ત્વને જાણવામાં અભિમુખ થયેલા હોય એવા જીવોને, પ્રથમ દૃષ્ટિએ તે તે ધર્મની ઉચિત પ્રવૃત્તિને જોઈને તે તે ધર્મ પ્રત્યે આકર્ષણ થાય છે. તેવા જીવો જ્યારે જુએ કે, જૈનો આરંભની શંકાથી ઈષ્ટદેવતાની પૂજા કરતા નથી, ત્યારે તેઓને જૈનધર્મ વિવેક વગરનો છે, તેમ લાગે; તેથી તે દર્શનને જાણવાની જિજ્ઞાસા તેઓને થાય નહિ. તેઓની બુદ્ધિમાં જૈનદર્શનની હીનતાનું જે સ્થાપન થયું, તેનું કારણ જે લોકો ભગવાનની પૂજામાં આરંભની શંકા કરીને ભગવાનની પૂજા કરતા નથી, તે બને છે. તેથી તેઓની તે પ્રવૃત્તિ શાસનની નિંદાનું કારણ કહેલ છે. ટીકાઃ
ननु एवमन्यारम्भप्रवृत्तः पूजार्थमारम्भे प्रवर्ततामित्यागतम् । तथा च'धर्मार्थं यस्य वित्तेहा तस्यानीहा गरीयसी ।
प्रक्षालनाद्धि पङ्कस्य दूरादस्पर्शनं वरम् ।। (अग्निकारिकाष्टक श्लो. ६)
इत्यनेन विरोध इति चेत् ? न, सर्वविरतापेक्षयास्य श्लोकस्याधीतत्वेनाविरोधात् । गृहस्थापेक्षया तु सावधप्रवृत्तिविशेषस्य कूपदृष्टान्तेनानुज्ञातत्वान्न केवलं तस्य पूजागीभूतपुष्पावचयाप्यारम्भे प्रवृत्तिरिष्टा अपि तु वाणिज्यादिसावधप्रवृत्तिरपि काचित् कस्यचित्, विषयविशेषपक्षपातरूपत्वेन पापक्षयगुणबीजलाभहेतुत्वात् । तदिदमाह - सङ्काशादिवत् सङ्काशश्रावकादिरिव, धर्मार्थमृद्ध्यर्जनं= वित्तोपार्जनमुपेत्यापि अङ्गीकृत्यापि, हि=निश्चितम्, कुर्वन् शुद्धालम्बने या पक्षपातस्तत्र निरत इति हेतोर्गुणनिधि: गुणनिधानमिष्यते ।।