________________
૬૭૬
ઉત્થાન :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, ધન વાપરવાના ક્ષેત્રમાં જ ધનવપન માટે જે અધિકારી છે, તે વ્યક્તિને ભગવાનની પૂજાથી વિશેષ ગુણ થાય છે. તેથી જ સામાયિકાદિ કરતાં દ્રવ્યસ્તવમાં તેવા શ્રાવકની વિશેષ પ્રવૃત્તિ હોય છે. તેવા જીવોને આશ્રયીને તો સામાયિક કરતાં પૂજામાં યત્ન કરવો વિશેષ ઉચિત છે. પરંતુ ભિન્ન પ્રકારના જીવોને આશ્રયીને વિચારીએ તો, કેટલાકને દ્રવ્યસ્તવથી જેમ મનશુદ્ધિ થઈ શકે છે, તેમ સામાયિકથી પણ મનશુદ્ધિ થઈ શકતી હોય, તો સામાયિક અને દ્રવ્યસ્તવ તુલ્યફળવાળું તેવા જીવોને આશ્રયીને હોઈ શકે. અને તે સ્થાનમાં પૂર્વપક્ષી કહે કે, જેમ ગાયત્રીજપાદિથી મનની શુદ્ધિ થવાથી યાગાદિ ક૨વા ઉચિત નથી, તેમ સામાયિકથી મનશુદ્ધિ થવાને કારણે આરંભરૂપ પૂજાની ક્રિયા કરવી ઉચિત ન ગણાય. તેનું નિરાકરણ કરતાં કહે છે –
ટીકા ઃ
तुल्यफलत्वेऽप्याह-" हेत्वन्तरात् हेतुर्विफलो न" तथा च दानादीनां सामायिकादीनां देवपूजायाश्च श्राद्धोचितफले तृणारणिमणिन्यायेन कारणत्वान्न दोषोऽत एव श्रमणमधिकृत्याप्युक्तम्'संवरनिर्जरारूपो बहुप्रकारस्तपोविधिः सूत्रे ।
रोगचिकित्साविधिरिव कस्यापि कथञ्चिदुपकारी' ।। इति ।। ५६ ।।
ટીકાર્થ
પ્રતિમાશતક | શ્લોક : ૫૬
:
તુલ્ય તત્વડયાદ - તુલ્યળમાં પણ કહે છે -
હેન્વન્તરાત્ ..... વિતો ન । ‘હેન્વંતરથી હેતુ વિળ નથી'=મનઃશુદ્ધિના કારણીભૂત સામાયિકાદિરૂપ હેન્વંતરથી દ્રવ્યસ્તવરૂપ મનઃશુદ્ધિનો હેતુ વિફળ નથી.
એ જ વાતને યુક્તિથી સ્પષ્ટ કરતાં કહે છે
તથા વૈ .....
ઉમ્ અને તે રીતે=હેન્વંતરથી હેતુ વિફળ નથી તે રીતે, દાનાદિનું, સામાયિકાદિનું અને દેવપૂજાનું શ્રાદ્ધને ઉચિત ફળમાં તૃણ-અરણિ-મણિના ન્યાયથી કારણપણું હોવાથી દોષ નથી. આથી કરીને જ શ્રમણને આશ્રયીને પણ કહેવાયેલું છે
-
-
संवर • ૩વારી ।। તિ।। સૂત્રમાં સંવર, નિર્જરારૂપ અનેક પ્રકારે તપોવિધિ રોગની ચિકિત્સાવિધિની જેમ કોઈને પણ કોઈ રીતે ઉપકારી છે.
‘કૃતિ’ શબ્દ ઉદ્ધરણની સમાપ્તિસૂચક છે. પ૬॥
વિશેષાર્થ :
પૂર્વમાં સ્થાપન કર્યું કે, શ્રાવકોને હાથીના શરીર જેટલો દ્રવ્યસ્તવ છે અને હાથીની આંખ જેટલો કિંચિત્કાલીન સામાયિકાદિરૂપ ભાવસ્તવ છે. તેનું કારણ એ છે કે શ્રાવક દ્રવ્યસ્તવથી જેવા વિશિષ્ટ ભાવો પેદા