________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૬
તેઓને=શ્રાવકોને, તેની=હાથીની, અક્ષિ તુલ્ય છે, એ પ્રમાણે ત્યાં ત્યાં=જ્યાં જ્યાં દ્રવ્યસ્તવ-ભાવસ્તવની વિચારણા શાસ્ત્રમાં કરી છે ત્યાં ત્યાં, સ્થિત છે.
વિશેષાર્થ
:
૬૭૫
જીવને ભગવાનના ગુણોથી રંજિત થઈને ભગવાન પ્રત્યે બહુમાનભાવ પ્રગટ્યો છે, આમ છતાં સંસારની સાવદ્ય પ્રવૃત્તિથી તેનું ચિત્ત હજી નિવૃત્ત થયું નથી અને તેથી મમલનારંભરૂપ સંસારની અર્થોપાર્જનાદિરૂપ ક્રિયાઓ કરે છે, તેવા જીવને પોતાના દર્શનગુણને અતિશયિત કરવા માટે ભગવાનની ભક્તિમાં ધનવ્યય કરવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. તેવો જીવ ભગવાનની પૂજાથી જે પ્રકારના ગુણો પ્રગટાવી શકે છે, તેવા વિશેષ ગુણો સામાયિકાદિની ક્રિયાથી તે પ્રગટાવી શકતો નથી; કેમ કે હજુ પણ નિરારંભ જીવન જીવવા માટે તેનું માનસ ઉલ્લસિત થયું નથી, પરંતુ નિરારંભી એવા સાધુઓ અને નિરારંભ જીવનને બતાવનાર એવા ભગવાનનાં વચનો પ્રત્યે તેને અત્યંત આદર છે, તેવો જીવ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની પૂજા કરીને વિશેષ પ્રકારના ભાવોલ્લાસ કરી શકે છે.
જ્યારે સામાયિકની પ્રવૃત્તિ ફક્ત ક્રિયાત્મક કરવાની નથી, પરંતુ નિરારંભી માનસ પેદા કરવા માટે કરવાની છે, અને નિરારંભભાવમાં યત્ન કરી શકે તેવું વિશેષ માનસ મલિનારંભી શ્રાવકનું નથી. તેથી પૂજાની ક્રિયા માટે તેવો શ્રાવક અધિકા૨ીવિશેષ છે, અને તેવા શ્રાવકની પૂજાની ક્રિયા તે નિર્જરા પ્રત્યે કા૨ણવિશેષ છે. તેથી જ્યારે તેવો મલિનારંભી શ્રાવક પૂજા કરીને જે નિર્જરારૂપ ફળવિશેષને પ્રાપ્ત કરે છે કે દર્શનશુદ્ધિને પ્રાપ્ત કરે છે, તેવું ફળવિશેષ સામાયિકથી પ્રાપ્ત કરી શકતો નથી. તેથી તેવા જીવોને પૂજામાં વિશેષ યત્ન ક૨વો તે ન્યાય્ય=યુક્ત છે. આથી જ તેવો વિવેકસંપન્ન શ્રાવક સામાયિકાદિ ક્રિયા કરતાં ભગવદ્ભક્તિના અનુષ્ઠાનમાં અધિક પ્રવૃત્તિ કરે છે. આથી કરીને શાસ્ત્રમાં કહ્યું છે
-
શ્રાવકને દ્રવ્યસ્તવ હાથીના શરીર જેટલો વિશાળ છે અને સામાયિકાદિરૂપ ભાવસ્તવ હાથીની આંખ જેટલો અલ્પમાત્રામાં હોય છે; કેમ કે તે જાણે છે કે મારી ભૂમિકા પ્રમાણે દ્રવ્યસ્તવથી જે લાભ મને થાય છે, તેવો લાભ સામાયિકથી મને થઈ શકે તેમ નથી. આમ છતાં તેવો શ્રાવક સર્વથા નિરવદ્યભાવનો અર્થી છે, તેથી જ્યારે જ્યારે વીર્યનો પ્રકર્ષ થાય ત્યારે ત્યારે કોઈક કાળે સામાયિકાદિમાં યત્ન કરીને પણ પોતાનું વિશેષ ચિત્ત નિર્માણ કરવા પ્રયત્ન કરે છે, તો પણ તેનો વિશેષ પ્રયત્ન દ્રવ્યસ્તવમાં છે.
જોકે વિવેકસંપન્ન શ્રાવક ક્યારેક સામાયિક કરે ત્યારે ભાવસ્તવની પ્રાપ્તિ થાય તો, અવશ્ય દ્રવ્યસ્તવ કરતાં અધિક નિર્જરાને સામાયિક દ્વારા પ્રાપ્ત કરે છે, તો પણ તેનું નિરારંભી ચિત્ત નહિ હોવાને કારણે દીર્ઘકાળ સુધી સામાયિક દ્વારા તેવો ભાવ તે કરી શકતો નથી, જ્યારે પૂજા દ્વારા દીર્ઘકાળ સુધી ઉત્તમ ભાવો કરી શકે છે. આથી જ અધિક નિર્જરાનું કારણ સામાયિક હોવા છતાં તેવો શ્રાવક હાથીના શરીર જેટલી દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ કરે છે અને હાથીની આંખ જેટલી અલ્પમાત્રામાં સામાયિકની ક્રિયા કરે છે.