________________
પ્રતિમાશતક/ બ્લોક ૫૬
ઉ૭૩ ભગવાનના વચનાનુસાર કરાતું રત્નત્રયીનું સેવન એ આત્મામાં રહેલાં કર્મોનું વિનયન કરી શકે છે. આથી જ જ્ઞાન, દર્શન અને ચારિત્રને વિનયરૂપ કહેલ છે. આ રીતે સામાયિકાદિથી ઉચિત ગુણની સિદ્ધિ થઈ શકે છે, તેથી પૂર્વપક્ષી કહે છે કે, સ્વરૂપથી સાવદ્ય પૂજા કરતાં અન્ય એવા સામાયિકાદિથી ચિત્તની શુદ્ધિનો સંભવ હોવાથી સ્વરૂપથી સાવદ્ય પૂજા કરવી ઉચિત નથી. ઉત્થાન :
પૂર્વપક્ષીએ કહ્યું કે, સામાયિકનું પારમાર્થિક વિનયરૂપપણું છે. તેને જ બતાવવા અર્થે શાસ્ત્રપાઠ આપે છે – ટીકાર્ય -
બાદ ઘ - પુષ્યામિષ ...... પ્રામાતિ પુષ્પ, આમિષ, સ્તુતિ અને પ્રતિપત્તિનું યથોત્તર પ્રામાણ્ય છે.
૦ પ્રામાભિતિ અહીં ‘તિ’ શબ્દ સાક્ષીપાઠની સમાપ્તિસૂચક છે. વિશેષાર્થ:
યદ્યપિ ચારેય પ્રકારની પૂજા શાસ્ત્રને સંમત છે, તે રૂપે પ્રમાણ છે, પરંતુ ઉત્તરોત્તર અધિક અધિક ભગવદ્ ભક્તિસ્વરૂપ હોવાથી અધિક અધિક પ્રમાણરૂપ છેઃસ્વકાર્ય એવી નિર્જરાને અધિક અધિક કરનાર છે, અને સામાયિક એ પ્રતિપત્તિરૂપ હોવાથી પુષ્પાદિ પૂજા કરતાં અધિક નિર્જરાનું કારણ છે, અને ચારેયમાં પ્રતિપત્તિ પૂજા સર્વશ્રેષ્ઠ છે, તેથી સામાયક પ્રતિપત્તિરૂપ હોવાથી પારમાર્થિક વિનય સ્વરૂપ છે.
ભગવાન પ્રત્યેના બહુમાનભાવને કારણે ઉત્તમ દ્રવ્યોની પૂજાનો પરિણામ થાય છે, તેથી શ્રાવક પુષ્પચંદનાદિ ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, અને તે નિર્જરાનું કારણ છે, તેથી પુષ્પાદિ પૂજા પ્રમાણરૂપ છે. પુષ્પાદિ પૂજા કર્યા પછી ભગવાન જેવા થવાની અભિલાષાવાળો શ્રાવક, ઉત્તમ સામગ્રીકઆમિષ, ભગવાન સમક્ષ મૂકીને આ ભોગસામગ્રી પ્રત્યે નિસ્પૃહ ચિત્ત કરવાની અભિલાષાવાળો હોય છે, તેથી પ્રથમ પુષ્પાદિ પૂજા કરતાં આમિષ પૂજા અધિક નિર્જરાનું કારણ બને છે, માટે અધિક પ્રમાણરૂપ છે. ત્યાર પછી ભગવાનના ગુણોથી આત્માને રંજિત કરવા માટે ભગવાનના ગુણોની સ્તુતિરૂપ ચૈત્યવંદનની ક્રિયા કરે છે, જે પુષ્પ અને આમિષ પૂજા કરતાં અધિક નિર્જરાનું કારણ છે; કેમ કે ભગવાનના ગુણોથી ઉપરંજિત થઈને વિશેષ પ્રકારના નિર્લેપભાવ તરફ જવા માટેનો ઉપયોગ સ્તુતિકાળમાં હોય છે. તેથી પુષ્પ અને આમિષ પૂજા કરતાં સ્તોત્રપૂજા અધિક નિર્જરાનું કારણ છે, માટે અધિક પ્રમાણરૂપ છે. અને ચોથી પ્રતિપત્તિ પૂજા એ ભગવાનની આજ્ઞાના પાલનરૂપ છે. પૂજાદિ ક્રિયારૂપ આજ્ઞાનું પાલન પ્રતિપત્તિ પૂજારૂપ નથી, પરંતુ સર્વત્ર નિસ્પૃહ થઈને નિરવદ્ય જીવન જીવવાના સ્વરૂપ આજ્ઞાનું પાલન પ્રતિપત્તિ પૂજારૂપ છે, અને તે પ્રતિપત્તિ પૂજારૂપ સામાયિક અનુષ્ઠાન છે; કેમ કે સર્વ સાવદ્યનો ત્યાગ કરીને નિરવદ્ય ભાવો તરફ જવાના યત્નરૂપ સામાયિકની ક્રિયા છે. અને તે પરિપૂર્ણ મુનિને હોય છે, અને શ્રાવકને દ્વિવિધ-ત્રિવિધ હોવાથી મુનિની કાંઈક નજીક જવા સ્વરૂપ છે. તેથી પ્રથમ ત્રણ પૂજા કરતાં પ્રતિપત્તિ પૂજા અધિક નિર્જરાનું કારણ છે, માટે સર્વથી અધિક પ્રમાણરૂપ છે.