________________
ઉ૭૨
પ્રતિમાશતક | શ્લોકઃ પ૬ કે, હિંસક એવા યાગાદિ કરતાં ગાયત્રીજપાદિથી સત્વશુદ્ધિનો સંભવ છે એ રીતે, પુષ્પાદિની હિંસારૂપ પૂજાથી અન્ય સામાયિકાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોતે છતે તમને સ્વરૂપથી સાવધ એવી પૂજા વડે પણ શું? ઉત્થાન :
પૂર્વપક્ષી પૂજા સિવાય અન્યથી સત્ત્વશુદ્ધિનો સંભવ કઈ રીતે થાય છે, તે બતાવતાં કહે છે - ટીકાર્ચ -
નિવર.વિનયપત્વિા જિનવિરહપ્રયુક્ત ભાવઆપત્તિનું વિનિવારણ કરાયે છતે ઉચિત ગુણ અવધરહિત=પાપરહિત, એવા સામાયિકાદિથી સિદ્ધ થાય છે, કેમ કે તેનું =સામાયિકનું, પારમાર્થિક વિનયરૂપપણું છે. વિશેષાર્થ :
પૂર્વપક્ષીનો કહેવાનો આશય એ છે કે, પરને જેમ ગાયત્રીના જપાદિથી સત્ત્વશુદ્ધિનો સંભવ હોતે છતે યાગાદિ હિંસા અપવાદરૂપ બનતી નથી તેમ તમે કહ્યું, એ રીતે તમને અન્યથી સત્ત્વશુદ્ધિનો સંભવ હોવાથી સ્વરૂપથી સાવદ્ય એવી પૂજાની પ્રવૃત્તિ અપવાદરૂપ સ્વીકારી શકાય નહિ.
અન્યથી સત્ત્વશુદ્ધિનો સંભવ કઈ રીતે છે, તે બતાવતાં પૂર્વપક્ષીએ કહ્યું કે, જિનવિરહપ્રયુક્ત ભાવઆપત્તિનું વિનાવરણ કરાયે છતે ઉચિત ગુણ પાપરહિત એવા સામાયિકાદિથી પણ સિદ્ધ થાય છે; કેમ કે સામાયિક પારમાર્થિક વિનયરૂપ છે. તેનો આશય એ છે કે વર્તમાનમાં સાક્ષાત્ ભાવજિનનો વિરહ છે, તેથી જીવને જિનવિરહ પ્રયુક્ત ભાવઆપત્તિ પ્રાપ્ત થાય છે. ઉત્તમ ભાવ કરવા માટેની સામગ્રીનો અભાવ તે ભાવઆપત્તિ છે; કેમ કે જો સાક્ષાત્ ભગવાન હોય તો તેમને વંદન-નમન-પૂજનાદિ કરીને જે પરિણામો કરી શકાય છે, તે તેમના વિરહમાં કરવાં દુષ્કર છે. માટે સાક્ષાતુ ભગવાનના વિરહને કારણે ભાવ આપત્તિ પ્રાપ્ત થઈ. તેનું નિવારણ કરવા માટે યત્ન કરવો હોય તો તેને અનુરૂપ ઉચિત વિનય કેળવવો જોઈએ. તેથી શ્રાવકો ભાવજિનના વિરહમાં જિનમૂર્તિની પૂજા કરીને ઉચિત ગુણ કેળવે છે. તેનાથી ભાવઆપત્તિનું નિવારણ થાય છે. પરંતુ પૂર્વપક્ષી કહે છે કે, પાપરહિત એવા સામાયિકાદિથી પણ ઉચિત ગુણ થઈ શકે છે. જેમ સાવદ્ય એવી પૂજાથી તમે ઉચિત ગુણની સિદ્ધિ માનો છો, તેમ પાપરહિત એવા સામાયિકાદિથી પણ તે ગુણની સિદ્ધિ થઈ શકે છે; કેમ કે સામાયિકાદિ ક્રિયા તે ભગવાનના વચનાનુસાર સેવવા યોગ્ય નિરવદ્ય અનુષ્ઠાનરૂપ છે. તેથી જેઓ ભગવાનના વચનના સ્મરણપૂર્વક સામાયિકાદિ અનુષ્ઠાન કરે છે, તે ભગવાનનો જ વિનય કરે છે અને તે પારમાર્થિક વિનય છે.
વિનય એક પ્રકારની માનસિક ક્રિયા છે અને ભગવાનના વચનના સ્મરણપૂર્વક સામાયિકાદિ અનુષ્ઠાનનું સેવન કરવું, તે ભગવાનનો પારમાર્થિક વિનય છે; કેમ કે, પૂજાદિ ઉપચાર વિનયરૂપ છે, જ્યારે વચનના સ્મરણપૂર્વક રત્નત્રયીનું પાલન કરવું, એ પારમાર્થિક વિનયરૂપ છે.