________________
ઉ૭૪
પ્રતિમાશતક | શ્લોક : ૫ ઉત્થાન :
અવતરણિકામાં ગ્રંથકારે અનન્યગતિપણામાં અન્યથાસિદ્ધિની શંકાનું જે ઘોતન કર્યું, તે શંકા આટલા કથનથી શ્લોકમાં વ્યક્ત થાય છે. હવે શ્લોકના ઉત્તરાર્ધથી તે શંકાનું નિવારણ કરે છે - ટીકા :___उत्तरमाह-'सत्यमिति-सत्यमित्य गीकारे, यो दर्शनगुणोल्लासाय सम्यक्त्वगुणवृद्ध्यर्थं, वित्तव्यये क्षेत्रे धनवापायाधिकरोति अधिकारभाग्भवति, तस्येयं पूजा, महते गुणाय भवति, अधिकारिविशेषेण कारणविशेषात्फलविशेषस्य न्याय्यत्वाद्, भूम्ना तत्प्रवृत्तेश्चात एव द्रव्यस्तवः श्राद्धानां हस्तिशरीरतुल्यो, भावस्तवश्च तेषां किञ्चित्कालीनसामायिकादिरूपस्तदक्षितुल्य इति तत्र तत्र स्थितम् । ટીકાર્ય :
૩ત્તરમાદ - પૂર્વપક્ષીએ પૂર્વમાં કહ્યું કે, જે રીતે તમે ગાયત્રીજપાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોવાને કારણે યાગીય હિંસાને અપવાદરૂપ સ્વીકારતા નથી, એ જ રીતે સામાયિકાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોવાને કારણે સ્વરૂપથી સાવધ પૂજા પણ હિતકારી નથી. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
“સત્યમ્' એ અર્ધ અંગીકારમાં છે. તારી=પૂર્વપક્ષીની, વાત સાચી છે; કેમ કે, સામાયિકાદિથી શુદ્ધિ થતી હોય તો સ્વરૂપથી સાવધ એવી પૂજા ઈષ્ટ ન ગણાય, પરંતુ કોઈક અપેક્ષાએ સામાયિકાદિથી શુદ્ધિ ન થતી હોય તેવા જીવોને આશ્રયીને પૂજાથી શુદ્ધિ થાય છે, એ અપેક્ષાએ પોતાને પૂર્વપક્ષીની વાત ઈષ્ટ નથી. તે બતાવતાં કહે છે -
“ો ના ..... ચાધ્યત્વ,' જે દર્શતગુણના ઉલ્લાસ માટે સમ્યક્ત ગુણની વૃદ્ધિ માટે, વિતવ્યયક્ષેત્રમાં ધનવપન માટે અધિકારભાગી થાય છે, તેની આ પૂજા, મહાન ગુણ માટે થાય છે, કેમ કે અધિકારી વિશેષ વડે કારણવિશેષથી ફલવિશેષતું ત્યાધ્યપણું છે. ઉત્થાન :
અહીં શંકા થાય કે, પૂજા કરનાર જીવ પણ સામાયિકનો અધિકારી છે. તેથી શ્રાવક સામાયિક પણ કરે છે, અને સામાયિકથી જો તેની શુદ્ધિ થતી હોય તો સાવદ્ય પ્રવૃત્તિરૂપ પૂજામાં કેમ પ્રયત્ન કરે ? તેથી કહે
ટીકાર્ય :
મૂના ..... તિમ્ 'અતિશયથી અધિકપણાથી, તેમાં દ્રવ્યસ્તવમાં, પ્રવૃત્તિ છે, આથી કરીને જ શ્રાવકોને દ્રવ્યસ્તવ હાથીના શરીર તુલ્ય છે, અને કિંચિત્કાલીન સામાયિકાદિરૂપ ભાવસ્તવ