________________
ઉ૭૧
પ્રતિમાશતક | શ્લોકઃ ૫૬. અવતરણિકા:
अनन्यगतिकत्वे पूजादावन्यथासिद्धिं शङ्कते - અવતરણિકાર્ચ -
પૂજાદિમાં અનન્યગતિપણું પૂર્વમાં બતાવ્યું, તવિષયક અન્યથાસિદ્ધિની શંકા કરે છે - વિશેષાર્થ :
પૂજા કે તેવી બીજી આરંભ-સમારંભવાળી ભક્તિની ક્રિયામાં મલિનારંભીને અનન્યગતિપણું છે, એમ પૂર્વમાં કહ્યું, ત્યાં પૂર્વપક્ષી પૂજાદિમાં અનન્યગતિપણું અન્યથાસિદ્ધ છે=અનન્યગતિપણું નથી, તે શંકા કરે છે. શ્લોક :
नन्वेवं किमु पूजयापि भवतां सिद्ध्यत्यवद्योज्झिताद्, भावापद्विनिवारणोचितगुणः सामायिकादेरपि । सत्यं योऽधिकरोति दर्शनगुणोल्लासाय वित्तव्यये,
तस्येयं महते गुणाय विफलो हेतुर्न हेत्वन्तरात् ।।५६ ।। શ્લોકાર્ચ -
નનું' થી શંકા કરતાં પૂર્વપક્ષી કહે છે કે, આ રીતે=પૂર્વે શ્લોક-પ૫ માં કહ્યું કે, હિંસક એવા યાગાદિ કરતાં ગાયત્રીજપાદિથી સત્ત્વશુદ્ધિનો સંભવ છે એ રીતે, પુષ્પાદિની હિંસારૂપ પૂજાથી અન્ય સામાયિકાદિથી સત્વશુદ્ધિનો સંભવ હોતે છતે, તમને પૂજા વડે શું? ભાવઆપત્તિનું નિવારણ કરાયે છતે ઉચિત ગુણ અવધરહિત એવા સામાયિકાદિથી પણ સિદ્ધ થાય છે. તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે - તારી વાત સાચી છે, પરંતુ દર્શનગુણના ઉલ્લાસ માટે જે વિતવ્યયમાં અધિકારી થાય છે, તેમને આ પૂજા, મહાન ગુણ માટે થાય છે, (તુલ્ય ફળમાં પણ કહે છે -) અને હેવંતરથી હેતુ વિફળ નથી. IIપકા ટીકા:
नन्वेवमिति :- नन्वेवं सत्त्वशुद्धेरन्यतः संभवे भवतां स्वरूपतः सावद्यया पूजयापि किम् ? जिनविरहप्रयुक्तभावापद्विनिवारणे उचितोगुणोऽवद्योज्झितात्=पापरहितात्, सामायिकादेरपि सिद्ध्यति, तस्य पारमार्थिकविनयरूपत्वात् । आह च 'पुष्पामिषस्तुतिप्रतिपत्तीनां यथोत्तरं प्रामाण्यमिति । ટીકાર્ય :
નન્વયં .... વિમ્ ?” “નન થી પૂર્વપક્ષી શંકા કરતાં કહે છે કે, આ રીતે પૂર્વે શ્લોક-પ૫ માં કહ્યું