________________
ઉપ૦
પ્રતિમાશતક | શ્લોક : પર આચરણારૂપ હોવાથી ધર્મરૂપ જ ભાસે છે. એથી જો પૂર્વપક્ષી, સુબુદ્ધિ મંત્રીના સારા અધ્યવસાયને કારણે તેણે કરેલા આરંભમાં હિંસા નથી તેમ કહેતો હોય, તો ભગવાનની પૂજામાં થતા આરંભમાં પણ શુભ અધ્યવસાય છે, તેથી હિંસા નથી, એમ માનવું જોઈએ.
પૂર્વપક્ષીનું કહેવું એ છે કે, સુબુદ્ધિ મંત્રીએ જિતશત્રુ રાજાને તત્ત્વના પરિજ્ઞાન માટે જે આટલો આરંભ કર્યો, ત્યાં રાજાને તત્ત્વજ્ઞાન પમાડવાનો આશય હોવાથી ત્યાં હિંસા નથી. જ્યારે દ્રવ્યસ્તવમાં કોઈ અન્ય જીવોને તત્ત્વજ્ઞાન પમાડવા રૂપ આશય નથી, પરંતુ ધર્મબુદ્ધિથી જ ત્યાં હિંસા કરાય છે, તેથી તે ધર્માર્થ હિંસા છે, માટે તે કરનારા મંદ બુદ્ધિવાળા છે; કેમ કે શાસ્ત્રમાં ધર્માર્થ હિંસાનો નિષેધ છે.
તેના જવાબ રૂપે ગ્રંથકાર કહે છે કે, સુબુદ્ધિ મંત્રીને રાજાને તત્ત્વજ્ઞાન કરાવવું એ ધર્મરૂપ છે. તેથી સુબુદ્ધિ મંત્રીએ કરેલો આરંભ પણ ધર્માર્થ હિંસારૂપ છે, માટે તે બેમાં કોઈ ભેદ નથી. આમ છતાં જિનપૂજા માટે દ્વેષી એવો માત્ર તે જ સુબુદ્ધિ મંત્રીના આરંભને ધર્મરૂપે અને જિનપૂજાના આરંભને હિંસારૂપે કહી શકે, અન્ય નહિ.
વસ્તુતઃ સુબુદ્ધિ મંત્રીના આરંભમાં જેમ રાજાને તત્ત્વજ્ઞાન કરાવવાનો અધ્યવસાય છે, તેમ જિનપૂજામાં ભગવાનની ભક્તિ કરીને વીતરાગ ભાવથી ચિત્તને ઉપરંજિત કરવાનો અધ્યવસાય છે. તેથી બંને સ્થાનમાં શુભ અધ્યવસાય જ છે. તેથી જ તે હિંસા આનુષંગિક છે, મુખ્ય તો તે ધર્મરૂપ પ્રવૃત્તિ જ છે. ટીકાર્ચ -
હિં વહુના .. ૩ વર્નનીયત્વા, વધારે શું કહેવું? આ પ્રમાણે તને ધમપદેશ માટે પુસ્તક-પત્રાદિ વાંચતા એવા સાધુવેશને ધારણ કરનારને ધમર્થ હિંસા જ પ્રાપ્ત થશે, કેમ કે ત્યારે વાયુકાયાદિની વિરાધનાનું અવજીનીયપણું છે. વિશેષાર્થ:
સાધુઓ ધર્મોપદેશ માટે પુસ્તક-પત્રાદિ વાંચે છે, ત્યારે વાયુકાયની વિરાધના અવર્જનીય છે, તેથી તે ધર્માર્થ હિંસા છે. તેથી તે હિંસા કરનારને મંદબુદ્ધિવાળા કહેવાની આપત્તિ તને પ્રાપ્ત થશે. ઉત્થાન :
અહીં પૂર્વપક્ષી કહે કે, પુસ્તક-પત્રાદિ વાંચનમાં વિરાધનાનો પરિહાર કરવો અશક્ય છે, જ્યારે જિનપૂજા ન કરીએ તો હિંસાનો પરિહાર શક્ય છે. તેથી પુસ્તક-પત્રાદિ વાંચનમાં હિંસા હોવા છતાં અશક્ય પરિહાર હોવાથી ધર્માર્થ હિંસા નથી, અને પૂજામાં પરિહાર શક્ય હોવા છતાં હિંસા કરવામાં આવે છે, તેથી પૂજા ધર્માર્થ હિંસા છે. માટે બીજો હેતુ કહે છે – ટીકાર્ય :
સવરપુરિદારચ... સન્મવાન્ અકરણ દ્વારા પરિહારનો તારી, કહેવાયેલી રીતિથી જ સંભવ છે.