________________
ઉ૪
પ્રતિમાશતક, શ્લોક : પપ અનુબંધહિંસાનો ઉચ્છેદ કરે છે, અને જ્યારે આ જ મલિન આરંભરૂપ પરિણામ સંસારની પ્રવૃત્તિ કરાવે છે, ત્યારે કર્મબંધનું કારણ બને છે..
યદ્યપિ દ્રવ્યસ્તવનો અધિકારી એવો ગૃહસ્થ જિનપૂજાકાળમાં તે મલિન આરંભ કરતો નથી, પરંતુ પૂર્વ-ઉત્તરકાળમાં જે સંસારના આરંભની ક્રિયા કરે છે, તે મલિન આરંભ પૂજાકાળમાં વાસનારૂપે સ્થાયી છે, તે પૂજામાં પ્રવર્તક બને છે. તેથી તે મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવની પ્રવૃત્તિનું કારણ હોવાથી તે દોષ દ્રવ્યસ્તવમાં કહેલ છે, અને તે મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરાવીને અનુબંધહિંસારૂપ દોષનો ઉચ્છેદ કરે છે; કેમ કે મલિન આરંભને કારણે જ દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ થઈ. તેથી મલિનારંભી એવો ગૃહસ્થ ભગવાનની ભક્તિના કારણે વિરતિના પરિણામ તરફ પ્રસર્પણને પામે છે, તેથી મલિનારંભને અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર કહેલ છે.
પૂર્વમાં સ્થાપન કર્યું કે, મલિન આરંભરૂપ દોષ દ્રવ્યસ્તવ દ્વારા અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરે છે. હવે નયાંતરની દૃષ્ટિથી તે દોષને અનુબંધહિંસાના ઉચ્છેદરૂપે ન સ્વીકારતાં પૂજાકાલીન સદારંભ જ અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદી છે, તે બતાવતાં કહે છે -
અથવા પૂજાકાલીન જે સદારંભરૂપ દોષ છે, તે અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર છે.
અહીં પ્રશ્ન થાય કે, સદારંભને દોષ કેમ કહેવાય? તેનો ઉત્તર એ છે કે, આત્માનો ભાવ નિરારંભ છે. તેથી સદારંભ પણ આત્માનો ભાવ નથી, તેથી તે દોષરૂપ છે. આમ છતાં સદારંભરૂપ દોષ અનુબંધહિંસારૂપ દોષાંતરનો ઉચ્છેદ કરનાર છે. વળી, તે દોષ ભૂત્યાદિલક્ષણરૂપ તુચ્છ ફળની ઈચ્છાથી વિરહિત છે, તેથી તે ઉત્સર્ગની રક્ષા કરનારો બને છે. યદ્યપિ જે દોષ, દોષાંતરનો ઉચ્છેદી હોય અને ઉત્સર્ગની રક્ષા કરનારો હોય, તે તુચ્છ ફળની ઈચ્છાથી રહિત હોય જ, તો પણ પ્રસ્તુતમાં સ્વરૂપ ઉપસંજક વિશેષણ છે=મૂળ શ્લોકમાં દોષ દોષાંતરનો ઉચ્છેદી નથી એમ કહ્યું તેનું વિશેષણ આપ્યું કે, “તુચ્છફળની ઈચ્છાથી વિરહિત છે એ સ્વરૂપ ઉપરંજક વિશેષણ છે. તેનું પ્રયોજન એ છે કે, અન્ય દર્શનવાળાની યાગાદિ ક્રિયામાં હિંસા છે, અને તુચ્છફળની ઈચ્છાથી સહિત છે, તેના કરતાં દ્રવ્યસ્તવમાં વર્તતો હિંસાનો દોષ તુચ્છફળની ઈચ્છાથી વિરહિત છે. ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, અમારે દ્રવ્યસ્તવમાં વર્તતો દોષ ઉત્સર્ગની રક્ષા કરવા માટે પ્રવર્તે છે; કેમ કે પૂજાની ક્રિયા અપવાદરૂપ ક્રિયા છે. ત્યાં પ્રશ્ન થાય કે, એ રીતે પરને પણ યજ્ઞાર્થ હિંસા કરનારને પણ, ઉત્સર્ગઅપવાદની પ્રાપ્તિ થઈ શકે છે. તેના નિરાકરણ માટે કહે છે – ટીકા :
' परेषां तु सामान्यनिषेध उत्सर्गो मुमुक्षोः, अपवादश्च यागीयहिंसाविधिलक्षणो भूतिकामस्येति भिन्नविषयत्वादुत्सर्गापवादभावानुपपत्तिरेव । तदुक्तं हेमसूरिभिः 'नोत्सृष्टमन्यार्थमपोद्यते चेति । (કચયો વ્યવછેવાવ્ય-૨૨)