________________
99C
પ્રતિમાશતક/ શ્લોક: પપ હિંસા કહેવા માંગતા હોય, તો ગ્રંથકાર કહે છે કે, અમે દ્રવ્યસ્તવમાં કહેલ જે અપવાદિક હિંસા છે, તજ્જાતીય=તત્સદશ, મર્યાદા તમારા યાગાદિમાં નથી; કેમ કે જેમ તમે સ્વરૂપથી દુષ્ટ એવા શ્યનયાગાદિથી મનઃશુદ્ધિ થઈ શકતી નથી તેમ માનો છો, તે જ રીતે સ્વરૂપથી દુષ્ટ એવા યાગાદિથી મનઃશુદ્ધિ થઈ શકતી નથી; કેમ કે જેમ શ્યનયાગમાં શત્રુને રિબાવીને મારવામાં આવે છે, એ રૂપ કાર્ય વેદમાં કહેલ છે, તેથી તે શ્યનયાગ સ્વરૂપથી દુષ્ટ માનવામાં આવેલ છે; તેમ લાગીય હિંસામાં ભૂતિની કામના માટે પશુની હિંસા કરવારૂપ પ્રવૃત્તિ હોવાથી તે સ્વરૂપથી દુષ્ટ છે=ભૂતિની કામના છે અને પશુની કરાતી હિંસામાં આત્મશુદ્ધિનું કોઈ અંગ નહિ હોવાથી ફક્ત ક્રૂરતારૂપ દુષ્ટભાવ છે. તેથી સ્વરૂપથી દુષ્ટ છે; તેથી તેનાથી મનઃશુદ્ધિ થઈ શકે નહિ. તેને જ સ્પષ્ટ કરતાં ‘વે દિ' થી કહે છે - ટીકાર્ય :
“દિ' જેઓ પ્રતિપદ ઉક્ત ફળના ત્યાગ દ્વારા વેદોક્ત છે, એથી કરીને જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞોને સત્વશુદ્ધિ માટે આદરે છે, તેઓ વડે યેનયાગ પણ અભિચાર ફળના ત્યાગ વડે સત્વશુદ્ધિ માટે આદરવો જોઈએ. વિશેષાર્થ :
- પૂર્વપક્ષી કહે છે કે, ભૂતિકામનાથી યજ્ઞ કરાય છે ત્યારે, તે યજ્ઞ મોક્ષાર્થ પ્રવૃત્ત નહિ હોવા છતાં, જ્યારે યજ્ઞ કરતાં કરતાં વિવિદિષા પ્રગટે છે ત્યારે ભૂતિકામનાનો ત્યાગ થઈ જાય છે, તેથી તે યજ્ઞની ક્રિયા મોક્ષનું કારણ બને છે. માટે યાગીય હિંસા પણ મોક્ષાર્થક થવાને કારણે અપવાદિક બનશે. તેથી ગ્રંથકાર કહે છે કે, જો તેમ સ્વીકારીએ તો શ્યનયાગ પણ પ્રથમ અભિચાર ફળ માટે કરવામાં આવે છે, અને યજ્ઞ કરતાં કરતાં વિવિદિષા પ્રગટે તો ત્યાં અભિચાર ફળનો ત્યાગ થઈ શકે; તેથી શ્યનયાગ પણ મોક્ષનું કારણ બની શકે, અને તેમ સ્વીકારીએ તો શ્યનયાગને દુષ્ટ કહી શકાય નહિ.
અહીં પૂર્વપક્ષી કહે કે, શ્યનયાગ સ્વરૂપથી દુષ્ટ છે, માટે સત્ત્વશુદ્ધિનું કારણ બનતો નથી. તો ગ્રંથકાર કહે છે કે, જ્યોતિષ્ટોમાદિ યજ્ઞ પણ સત્ત્વશુદ્ધિનું કારણ નથી તેમ માનવું જોઈએ; કેમ કે શ્યનયાગમાં અભિચાર ફળની આકાંક્ષા છે, તેથી તે સ્વરૂપથી દુષ્ટ છે, માટે સત્ત્વશુદ્ધિનું કારણ બનતો નથી; તેમ જ્યોતિષ્ટોમાદિ યજ્ઞો ભૂતિકામના માટે કરાય છે, તેથી સત્તશુદ્ધિનું કારણ બની શકે નહિ.
અહીં જ્યોતિષ્ઠોમાદિ યજ્ઞમાં પશુની હિંસા થાય છે, એ અપેક્ષાએ સ્વરૂપથી દુષ્ટ નથી. જો એ અપેક્ષાએ સ્વરૂપથી દુષ્ટ કહીએ તો ભગવાનની પૂજામાં પણ સ્વરૂપથી હિંસા થાય છે, તેથી ભગવાનની પૂજા પણ સ્વરૂપથી દુષ્ટ સિદ્ધ થાય. પરંતુ શ્યનયાગમાં શત્રુને રિબાવી રિબાવીને મારવાનો આશય છે, એ સ્વરૂપે શ્યનયાગ દુષ્ટ છે, તેમ જ્યોતિષ્ટોમાદિમાં ભૂતિની કામના છે, એ સ્વરૂપે તે દુષ્ટ છે, કેમ કે પોતાના ભૂતિની કામના માટે બીજા જીવોનો નાશ કરવાનો અધ્યવસાય છે. જ્યારે ભગવાનની પૂજામાં તો વીતરાગભાવ પ્રત્યેનો પૂજ્યભાવ છે અને તે પૂજ્યભાવની વૃદ્ધિ અર્થે તેના ઉપાયભૂત પૂજામાં પ્રવૃત્તિ છે. તેથી ભગવાનની