________________
પ્રતિમાશતકશ્લોક : પપ
૬૭ પ્રગટે છે. ત્યારે ભૂતિકામના ચાલી જાય છે. તેનાથી સત્તશુદ્ધિ થાય છે, અને તેના દ્વારા સંભવિ સમુચ્ચય થાય છે=ઉત્સર્ગથી જે હિંસાનો નિષેધ કરાયો તે નિષેધના પાલનથી સંભવિ એવા જે ભાવો કે જે મોક્ષને અનુકૂળ છે, તેનો સમુચ્ચય થાય છે. તેથી શતપદમાં વિહિત કર્મવૃંદનો સંભવિ સમુચ્ચય કરવારૂપે ઉપયોગ થશે. તેથી યાગીય હિંસા મોક્ષને અનુકૂળ થઈ જશે. કેમ કે શતપદમાં વિહિત કર્મવૃંદ તે યાગીય હિંસાદિ સ્વરૂપ છે અને તે સત્ત્વશુદ્ધિ દ્વારા મોક્ષનું કારણ બને છે.
અહીં સત્ત્વશુદ્ધિનો અર્થ એ છે કે, બ્રાહ્મણો જ્યારે યજ્ઞ કરે છે, ત્યારે ભૂતિકામનારૂપ ફળનો ત્યાગ કરીને વિવિદિષામાં પ્રવૃત્તિ કરે છે=બ્રહ્મને વિશેષ જાણવા માટે યત્ન કરે છે, અને તે વખતે જે સત્ત્વની શુદ્ધિ થાય છે=જીવની શુદ્ધિ થાય છે=બ્રહ્મના સ્વરૂપથી ચિત્ત ઉપરંજિત થાય છે, તે જ સત્ત્વની શુદ્ધિ છે. અને આ સત્ત્વશુદ્ધિથી જ અહિંસાથી સંભવિ એવા મોક્ષને અનુકૂળ ભાવોનો સમુચ્ચય થાય છે=મોક્ષને અનુકૂળ એવા ભાવો પ્રગટ થાય છે, અને તે રૂપે જ શતપદવિહિત કર્મવૃંદનો ઉપયોગ થશે યજ્ઞરૂ૫ અનુષ્ઠાનનો ઉપયોગ થશે, તેથી તે યજ્ઞ પણ મોક્ષનું કારણ બનશે. આ પ્રકારે પૂર્વપક્ષી કહે છે, તેને ગ્રંથકાર શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે - ટીકા -
__यागादावपीति :- यागादावपि सत्त्वशुद्धिफलमाश्रित्य नेयमस्मदुक्तजातीया स्थिति:-मर्यादा, कुता? दुष्टत:-स्वरूपतो दुष्टात्, श्येनादेरिव-श्येनयागादेरिव, सत्त्वशुद्ध्यनुदयात्=मनःशुद्धः कर्तुमशक्यत्वात्। ये हि प्रतिपदोक्तफलत्यागेन वेदोक्तमितिकृत्वा ज्योतिष्टोमादि सत्त्वशुद्ध्यर्थमाद्रियन्ते, तैः श्येनयागोऽप्यभिचारफलत्यागेन सत्त्वशुद्ध्यर्थमादरणीय इति भावः । अवदाम च ज्ञानसारप्रकरणे
'वेदोक्तत्वान्मनःशुद्ध्या, कर्मयज्ञोऽपि योगिनः ।
ब्रह्मयज्ञ इतीच्छन्तः श्येनयागं त्यजन्ति किम् ।।' (नियागाष्टके श्लोक ३) इति । ટીકાર્ય :
યાદી .... શવત્વાન્ ા યાગાદિમાં પણ સત્વશુદ્ધિરૂપ ફળને આશ્રયીને આ સ્થિતિ=અમારા વડે કહેવાયેલી જાતીય મર્યાદા, નથી, કેમ કે સ્વરૂપથી દુષ્ટ હોવાથી યેનયાગાદિની જેમ સત્ત્વશુદ્ધિનો અનુદય છે=મનશુદ્ધિ કરવી અશક્ય છે.
૦ ‘પતો દુષ્ટ એ શ્યનયાગાદિનું વિશેષણ છે અને નવી રિવ' નો અન્વય સત્ત્વશધ્યનુદ્દા સાથે છે. તેથી એ ફલિત થાય છે કે, દુષ્ટ એવા શ્યનયાગાદિથી જેમ સત્ત્વશુદ્ધિનો અનુદય છે, એ રીતે યાગાદિમાં સત્ત્વશુદ્ધિનો અનુદય છે. એથી કરીને અમારી કહેવાયેલી જાતીય મર્યાદા યાગાદિમાં નથી. વિશેષાર્થ :
પૂર્વપક્ષીએ કહ્યું એ રીતે યાગાદિમાં સત્ત્વશુદ્ધિરૂપ ફળને આશ્રયીને તેઓ યાગીય હિંસાને અપવાદિક