________________
પ્રતિમાશતક | શ્લોક : પપ
૬૬૫ ટીકાર્ચ -
પરેષi ..... અનુપત્તિવા પરને વળી, સામાન્ય નિષેધરૂપ ઉત્સર્ગ મુમુક્ષને છે અને ત્યાગીય હિંસાવિધિલક્ષણરૂપ અપવાદ ભૂતિકામવાળાને છે, એથી કરીને ભિન્ન વિષયપણું હોવાથી ઉત્સર્ગઅપવાદભાવની અનુપાતિ જ છે. વિશેષાર્થ :
અહીં પ્રથમ એમ કહ્યું કે, પરને વળી, સામાન્ય નિષેધરૂપ ઉત્સર્ગ મુમુક્ષુને છે અને ત્યાગીયહિંસાવિધિલક્ષણરૂપ અપવાદ ભૂતિકામનાવાળાને છે. એ રીતે ઉત્સર્ગ-અપવાદ બંનેના ભિન્ન અધિકારી બતાવ્યા, અને પછી કહ્યું કે, એથી કરીને ઉત્સર્ગ-અપવાદનું ભિન્નવિષયપણું હોવાથી ઉત્સર્ગ-અપવાદભાવની અનુપપત્તિ છે. આમ, આ બંને પરસ્પર વિરોધી ભાસે છે; કેમ કે જો ઉત્સર્ગ-અપવાદભાવની અનુપપત્તિ હોય તો સામાન્ય નિષેધરૂપ ઉત્સર્ગ અને યાગીય હિંસાવિધિ લક્ષણરૂપ અપવાદ એ શબ્દથી વાચ્ય કેમ કર્યા?
તેનો ઉત્તર એ છે કે, સામાન્ય નિષેધવચન ઉત્સર્ગ છે; જેમ કે, મુમુક્ષુએ હિંસા ન કરવી જોઈએ. તેનું અપવદન કરીને=નિરાકરણ કરીને, જે હિંસાને કહેનારું કથન હોય તે અપવાદ કહેવાય. તે રીતે યાગાદિ હિંસા અપવાદ કહી શકાય. પરંતુ આમાં ઉત્સર્ગ-અપવાદનું લક્ષણ ઘટતું નથી; કેમ કે હિંસાના નિષેધરૂપ ઉત્સર્ગ મુમુક્ષુને આશ્રયીને છે, જ્યારે યાગીય હિંસારૂપ અપવાદ મુમુક્ષુને આશ્રયીને નથી, પરંતુ ભૂતિકામનાવાળાને આશ્રયીને છે. તેથી જેમ સ્વસિદ્ધાંત પ્રમાણે ઉત્સર્ગ-અપવાદ એક લક્ષ્ય સાથે સંલગ્ન હોય છે, તેવા ઉત્સર્ગઅપવાદની અન્ય મતમાં અનુપપત્તિ છે, કેમ કે લક્ષ્ય જુદું જુદું છે.
જે ઉત્સર્ગ અને અપવાદ એક લક્ષ્યથી પરસ્પર સંલગ્ન હોય છે, તે જ અપવાદમાં રહેલ દોષ, દોષાંતરનો ઉચ્છેદ કરી ઉત્સર્ગની રક્ષા માટે પ્રવર્તે છે. જ્યારે મુક્તિની કામનાથી હિંસાના નિષેધરૂપ ઉત્સર્ગ સાથે અસંલગ્ન એવો ભૌતિક કામનાયુક્ત હિંસાલક્ષણ અપવાદ યાગાદિ છે, તેથી તેમાં રહેલ હિંસારૂપ જે દોષ છે તે નરકગમનાદિરૂપ ફળને આપે છે, પરંતુ દોષાંતરનો ઉચ્છેદ કરી ઉત્સર્ગની રક્ષા કરનારો બનતો નથી, કેમ કે બંનેનું લક્ષ્ય એક ન હોવાથી બંને અસંલગ્ન છે. જેમ - સાધુની અપવાદથી દોષિત ભિક્ષાનું ગ્રહણ ભિક્ષાના દોષ કરતા આર્તધ્યાનરૂપ દોષાંતરનો ઉચ્છેદ કરીને ધર્મધ્યાનની પ્રવૃત્તિરૂપ ઉત્સર્ગની રક્ષા કરે છે. કેમ કે નિર્દોષ ભિક્ષા અને દોષિત ભિક્ષા બંનેનું એક લક્ષ હોવાથી બંને સંલગ્ન છે.
ઉત્થાન :
પૂર્વમાં કહ્યું કે, ઉત્સર્ગ-અપવાદભાવની અનુપત્તિ છે, તેમાં સાક્ષી આપતાં કહે છે – ટીકાર્ય :
ત - તે હેમસૂરી વડે કહેવાયેલું છે -‘નોત્કૃષ્ટ .... પોઘતે ’ તિ અત્યાર્થ ઉત્કૃષ્ટ=ઉત્સર્ગનો વિષય, અત્યાર્થ અપવાદનો વિષય થઈ શકતો નથી. એ નિયમ પ્રમાણે યાગીય હિંસા અપવાદ થઈ શકે નહિ. તે આ રીતે -