________________
ઉપકા
પ્રતિમાશતક/ શ્લોક ૫૩-૫૪ એ પ્રકારે મંદબુદ્ધિપણાને ઉદ્દેશ્યતાવચ્છેદક કોટિમાં પ્રવેશ કરાવીને જ તેનો પ્રયોગ યુક્ત છે. આ પ્રકારનો વિવેક કરાયે છતે આશંકા નથી અને ઉત્તર નથી, એ પ્રકારે શ્રદ્ધા કરવા યોગ્ય છે. પા. વિશેષાર્થ:
પ્રશ્નવ્યાકરણસૂત્રના કથનને પૂર્વપક્ષી એવો અર્થ કરે છે કે, જે જીવો અર્થ-કામ-ધર્મ માટે હિંસા કરે છે, તે મંદબુદ્ધિવાળા છે, તેથી ધર્મને માટે હિંસા કરનાર એવા ભગવાનની પૂજા કરનારાઓ મંદબુદ્ધિવાળા છે. અને તે કથનમાં અર્યાદિને માટે હણનારને ઉદ્દેશીને મંદબુદ્ધિપણાનું વિધાન કરેલ છે, એમ પૂર્વપક્ષીનું કહેવાનું તાત્પર્ય છે. પરંતુ તે પ્રકારનો ઉદ્દેશ્ય-વિધેયભાવ પણ અયુક્ત છે, એમ ગ્રંથકાર કહે છે. કેમ કે તેમ માનવાથી, ધન માટે આરંભની પ્રવૃત્તિ કરનારા એવા આનંદાદિ શ્રાવકો પણ મંદબુદ્ધિવાળા=મિથ્યાત્વી છે, એમ માનવાનો પ્રસંગ આવશે. તેથી પ્રશ્નસૂત્રના કથનનો ઉદ્દેશ્ય-વિધેયભાવ કઈ રીતે કરવો તે બતાવે છે -
જે મંદબુદ્ધિવાળા અર્થાદિ કારણો વડે હણે છે, તેઓ દુરંત એવા પ્રાણાતિપાતના ફળને પામે છે એ પ્રકારે મંદબુદ્ધિત્વનો ઉદ્દેશ્યતાવચ્છેદક કોટિમાં પ્રવેશ કરાવીને જ પ્રયોગ યુક્ત છે.
આશય એ છે કે, જે મંદબુદ્ધિવાળા ઉક્ત કારણોથી હણે છે એમ કહ્યું, એનાથી મંદબુદ્ધિત્વવિશિષ્ટ હોય અને ઉક્ત કારણોથી હણનાર હોય તેને ઉદ્દેશીને દુરંત પ્રાણાતિપાત ફળને તે પ્રાપ્ત કરે છે, તેનું વિધાન થયું. તેથી મંદબુદ્ધિત્વવિશિષ્ટ અર્થાદિ કારણો વડે હણનાર વ્યક્તિ ઉદ્દેશ્ય બની. તેથી તે વ્યક્તિમાં ઉદ્દેશ્યતા પ્રાપ્ત થાય, અને તે વ્યક્તિમાં મંદબુદ્ધિત્વરૂપ જે વિશેષણ છે, તે ઉદ્દેશ્યતાવચ્છેદકરૂપ છે. તેથી ઉદ્દેશ્યતાવચ્છેદક કોટિમાં મંદબુદ્ધિત્વનો પ્રવેશ થયો.
આનાથી એ ફલિત થયું કે, મંદબુદ્ધિ જેઓમાં નથી=૬ઢ મિથ્યાત્વના ઉદયવાળા જેઓ નથી, તેઓ ઉક્ત કારણોથી હિંસા કરતા હોય તો પણ દુરંત પ્રાણાતિપાતના ફળને પામતા નથી, પરંતુ દઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવો જ્યારે કામાદિ અર્થે હિંસા કરે છે, ત્યારે દઢ મિથ્યાત્વના ઉદયને કારણે તેઓ દુરંત એવા પ્રાણાતિપાતના ફળને પામે છે. આ પ્રકારનો વિવેક હોતે છતે ભગવાનની પૂજામાં હિંસાની આશંકાનો=પ્રાણાતિપાતના ફળનો, અવકાશ નથી. અને ભગવાનની પૂજામાં સ્વરૂપથી હિંસા હોવા છતાં પ્રશ્નવ્યાકરણસૂત્રમાં કહેલ હિંસાની આશંકાનો અવકાશ ન હોય તો તેના સમાધાનની આવશ્યકતા નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેના સમાધાનરૂપ આનંદાદિક શ્રાવકોના દૃષ્ટાંતે ઉત્તરની આવશ્યકતા નથી, એ પ્રમાણે શ્રદ્ધા કરવા યોગ્ય છે.પણ અવતરણિકા :
'यो धर्माङ्गतयेत्याधुक्तमेवोपपादयति - અવતરણિકાર્ચ -
યો ધર્માતિયા ઈત્યાદિ શ્લોક-પ૩માં કહેલા કથનનું જ ઉપપાદન કરે છે=શ્લોક-પ૩માં કહેલ કે જે કુશાસ્ત્રમાં ધમાંગપણા વડે વધુ જોવાયો છે, તે ધર્માધિકા હિંસા છે, ઈત્યાદિ કથનને જ ઉપપાદન કરે છે -