________________
ઉપર
પ્રતિમાશતક | શ્લોક : પ૩ ભગવાનની ભક્તિના કાળમાં અતિશય-અતિશયતર થતો જાય છે, અને તે વખતે (૨) “ભગવાનનું વચન મારે સમ્યગુ જાણીને તે જ પ્રકારે સેવવું જોઈએ કે જેથી મારું હિત થાય,” એવા પ્રકારનો આશય પૂજાકાળમાં વિચારરૂપે નહિ હોવા છતાં પુષ્ટ-પુષ્ટતર થતો જાય છે. આથી જ ભગવાનની પૂજાથી નિર્મળ થયેલ સમ્યગ્દર્શનના કારણે, સંસાર પૂર્વમાં જે તુચ્છરૂપે ભાસતો હતો તે હવે અતિશય તુચ્છતર-તુચ્છતમરૂપે ભાસે છે. તેથી જ તે સંયમને અભિમુખ-પરિણામવાળો ભગવદ્ ભક્તિથી થાય છે. આથી જ તે વખતે ત્યાં પ્રશસ્ત લેશ્યા વર્તે છે. ટીકાર્ચ -
યંત્ર સંમવાનું શૃંગગ્રાહિક ઉક્તિથી અને અતિદેશથી આ જીવોને દ્રવ્યસ્તવ કરનારાઓને, હિંસકપણાની અનુક્તિ હોવા છતાં પણ તે પ્રકારનો પ્રલાપ કરનારાઓને અનંતસંસારીપણું કેમ નહિ થાય? અર્થાત્ થશે; કેમ કે શાસનના ઉચ્છેદને કરનારી અનંતાનુબંધી માયા વગર આવા પ્રકારના પ્રલાપતો અસંભવ છે. વિશેષાર્થ :
પ્રશ્નસૂત્રના સ્વામીઅધિકારમાં માછીમાર આદિ જીવોને હિંસા કરનારના સ્વામી તરીકે બતાવ્યા, તે શૃંગગ્રાહિકથી બતાવ્યા છે=અંગુલિનિર્દેશથી બતાવ્યા છે, અને સંજ્ઞી-અસંજ્ઞી જે કોઈ અશુભ લેશ્યાવાળા છે, તેઓને અતિદેશથી બતાવ્યા છે.
૦ અતિદેશ=જેનો નિર્દેશ કર્યો ન હોય પણ તેના દ્વારા જેનું ગ્રહણ કરવાનું કથન કર્યું હોય તે અતિદેશ કહેવાય છે.
શંગગ્રાહિકથી અને અતિદેશથી આ બંને કથનથી પ્રશ્નવ્યાકરણમાં ભગવાનની પૂજા કરનારને હિંસકરૂપે કહ્યા નથી. આમ છતાં તે પ્રશ્નસૂત્રના પાઠને લઈને જેઓ કહે છે કે ભગવાનની પૂજા કરનારા પ્રશ્નસૂત્રના કથન પ્રમાણે હિંસક છે, તે પ્રમાણે પ્રલાપ કરનારાઓનું અનંતસંસારીપણું કેમ ન થાય ? અર્થાત્ થાય જ, એમ ગ્રંથકાર કહે છે. કેમ કે તેઓ જો પ્રશ્નવ્યાકરણને સમ્યગૂ રીતે જુએ તો સ્વામીઅધિકારના વક્તવ્યથી તેઓ જાણી શકે કે, દ્રવ્યસ્તવ કરનારને ત્યાં હિંસક તરીકે લીધા નથી. આમ છતાં શાસનના ઉચ્છેદન કરનારી એવી વિશિષ્ટ અનંતાનુબંધીની માયા વસર આવા પ્રકારનો પ્રલાપ લુપાક કરી શકે નહિ.
આશય એ છે કે જો લુપાકને પોતાની માન્યતાનો દઢ અભિનિવેશ ન હોય તો સાચા તત્ત્વને જાણવાની જિજ્ઞાસાથી તેને વિચાર આવે કે, સ્વામીઅધિકારમાં જેમ માછીમાર આદિનું ગ્રહણ કરેલ છે, તેમ જિનપૂજા કરનારનું ગ્રહણ કેમ કરેલ નથી? વળી અતિદેશથી પણ સંજ્ઞી-અસંજ્ઞી, પર્યાપ્તા-અપર્યાપ્તા આદિ અશુભ લેશ્યાવાળા કહેલ છે, પરંતુ જિનપૂજા કરનારા કેમ ન કહ્યા? આવો વિચાર આવે. પરંતુ તેમ વિચાર કર્યા વગર પોતાની માન્યતા પ્રત્યે બદ્ધાગ્રહ હોવાને કારણે શાસ્ત્રીય પદાર્થોને પોતાની માન્યતા પ્રમાણે જોડે છે, તે શાસનના ઉચ્છેદન કરનારી એવી અનંતાનુબંધી માયા છે. તેથી આવી માયા અનંત સંસારનું કારણ બને છે.