________________
પ્રતિમાશતક/ શ્લોક : પ૩
ઉપર અને તે સર્વ સત્ત્વથી પરિવર્જિત હોય છે, અને એવા જીવો જ સત્ત્વને=પ્રાણીઓને, હણે છે, એ પ્રકારનો અર્થ ભાસે છે. અને તે કેવા છે તે બતાવવા માટે કહે છે –
દઢમૂઢ અને દારુણ મતિવાળા એવા તેઓ ક્રોધ, માન, માયા, લોભ, હાસ્ય, રતિ, શોક, વેદમાં કહેલ ધર્મક્રિયા, જીવન, અર્થ અને કામ માટે સ્વવશ કે અવશ=પરવશ, અર્થ માટે કે અનર્થ માટે ત્રસજીવોની અને સ્થાવર જીવોની હિંસા કરે છે.
તેઓ કેવા છે? શું કરે છે? તો કહે છે – મંદ બુદ્ધિવાળા એવા તેઓ સ્વવશ હણે છે, અવશ હરે છે કે સ્વવશ, અવશ ઉભયથી હણે છે; અર્થ માટે હણે છે, અનર્થ માટે હણે છે કે અર્થ, અનર્થ ઉભય માટે હણે છે; હાસ્યથી હણે છે, વેરથી હણે છે, રતિથી હણે છે કે હાસ્ય, વેર અને રતિથી હણે છે; ક્રોધથી હણે છે, મોહથી હણે છે, લોભથી હણે છે કે ક્રોધ, મોહ અને લોભથી હણે છે; અર્થ માટે હણે છે, ધર્મ માટે હણે છે, કામ માટે હણે છે કે અર્થ, ધર્મ અને કામ માટે હણે છે. આ દરેકની સાથે મંદબુદ્ધિવાળાને કર્તા તરીકે લેવાનો છે.
‘તેન ....કન્નસૂત્રમાં વ્યાધ્યાતિમ્ એનો ભાવ એ છે કે સર્જિયાસ્થિતિ એ ધર્માર્થ હિંસા નથી; તેથી પ્રસૂત્રમાં કહેલ ધર્માર્થ હિંસાથી કુશાસ્ત્રમાં સ્વર્ગાદિ અર્થે કરાતી હિંસાનું ગ્રહણ થાય છે, પરંતુ દ્રવ્યસ્તવનું ગ્રહણ થતું નથી. અને તેને જ સ્પષ્ટ કરવા માટે ધતિ ..... હિંસાત્તેશચાણનુપરેશાત્ હેત કહ્યો. તેનું તાત્પર્ય એ છે કે, પ્રસૂત્રના પાઠમાં સ્વવશથી હણે છે, પરવશથી હણે છે, અર્થ માટે હણે છે, અનર્થ માટે હણે છે ઈત્યાદિ કથન કરેલ છે, અને તે સર્વ ક્રોધાદિ કારણોથી હણે છે તેમ કહેલ છે, અને તેઓને મંદબુદ્ધિવાળા પ્રશ્નસૂત્રમાં બતાવેલ છે; પરંતુ સ્વામીઅધિકારમાં મંદબુદ્ધિવાળા કોણ છે? એ પ્રકારે પ્રશ્ન કરીને માછીમાર આદિનો સાક્ષાત્ ઉલ્લેખ કર્યો, અને પછી અતિદેશ કર્યો કે, સંજ્ઞી-અસંજ્ઞી, પર્યાપ્તા-અપર્યાપ્તા જે કોઈ અશુભ લેશ્યાવાળા છે, તેઓ આ પ્રકારનો પ્રાણાતિપાત કરે છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે, એકેન્દ્રિયાદિ અસંજ્ઞી જીવો સાક્ષાત્ હિંસા ન કરતા હોય તો પણ, તેઓ અશુભ લેશ્યાવાળા હોય છે તેથી તેઓ પ્રાણાતિપાત કરે છે, અને આ પ્રકારના અતિદેશના અભિધાનથી અશુભ લેશ્યાવાળાઓને જ પ્રાણાતિપાતકર્તુત્વનો ઉપદેશ પ્રાપ્ત થાય છે. તેથી ભગવાન પ્રત્યેની ભક્તિના રાગથી ઉપઍહિત સમ્યગ્દર્શનના ઉલ્લાસ વડે જેઓ દેવપૂજા કરે છે, તે બધા પ્રશસ્ત વેશ્યાવાળા છે અને તેઓને હિંસાલેશનો પણ અનુપદેશ છે. તેથી પ્રશ્નસૂત્રના કથનને આશ્રયીને દ્રવ્યસ્તવમાં ધર્માર્થ હિંસા છે, એમ કહી શકાય નહિ.
અહીં ભક્તિરાગથી ઉપઍહિત સમ્યગ્દર્શનનો ઉલ્લાસ કહ્યો, તેનો ભાવ એ છે કે, સમ્યગ્દષ્ટિ કે સમ્યગ્દર્શનની અભિમુખ જીવો જ્યારે ભગવાનની ભક્તિ કરે છે, ત્યારે, પૂજાની ક્રિયામાં તેઓ દત્ત માનસવાળા હોવાને કારણે તે વખતે તેમને વ્યક્તરૂપે (૧) ભગવાનની ભક્તિનો રાગ ફુરણ થતો હોય છે, તેથી સમ્યગ્દર્શનનો પરિણામ ઉપબૅહિત બને છે. અર્થાત્ ભક્તિ પૂર્વે, “ભગવાનના વચન પ્રમાણે ચાલવાથી મારું એકાંતે હિત થાય છે એવી તીવ્ર બુદ્ધિ હોય છે. તે બુદ્ધિ રૂપ તત્ત્વરુચિસ્વરૂપ સમ્યગ્દર્શનનો પરિણામ