________________
પપ
પ્રતિમાશતક | શ્લોકઃ પ૩ ઉથાન :
આવી માયા અનંત સંસારનું કારણ છે, તે વાત સૂત્રકૃતાંગના વચનથી બતાવે છે – ટીકાર્ય :- .
તકુ - તે કહેવાયેલું છે - “ન વિર બિજિ ...- યદ્યપિ નગ્ન અને કૃશચર હોય, યદ્યપિ માસના અંતે ભોજન કરતો હોય અને જો માયામાં રંગાયેલો હોય તો અનંત ગર્ભથી આવનારો થશેઅનંતવાર સંસારમાં જન્મ પામશે, ઈત્યાદિ સૂત્ર સાક્ષી તરીકે કહેલું છે. વિશેષાર્થ:
અહીં નગ્નથી જીર્ણ-શીર્ણ વસ્ત્રવાળો લેવાનો છે, અને સુંદર આહારાદિનો ત્યાગ કરીને શરીરને જેણે કૃશ કરી નાંખ્યું છે, તે કૃશચર કહેવાય; અને માસક્ષમણના પારણે માસક્ષમણ કરતો હોય છતાં જો શાસનના ઉચ્છેદન કરનારી માયામાં રંગાયેલો હોય, અર્થાતુ પોતાની માન્યતા પ્રમાણે શાસ્ત્રોના અર્થ કરીને શાસ્ત્રના તાત્પર્યને વિનાશ કરનારી અનંતાનુબંધી માયા હોય, તો અનંતા જન્મોની પ્રાપ્તિ કરશે; તેથી તે અનંત સંસારી છે. ઉત્થાન :
હિંસાને ગ્રહણ કરીને પૂર્વમાં કહ્યું કે, પ્રશ્નવ્યાકરણના કથનનું તાત્પર્ય અન્ય દર્શનવાળાની અવિવેકવાળી, ધર્મબુદ્ધિથી કરાતી હિંસામાં, હિંસા કરનારને હિંસક અને મંદબુદ્ધિવાળા કહેવામાં આવ્યા છે, ભગવદ્ પૂજા કરનારને નહિ. માટે પૂજામાં હિંસા નથી, વળી પૂજામાં હિંસા સ્થાપન કરવા માટે એ પ્રશ્નવ્યાકરણના વિષયમાં પૂર્વપક્ષી જે અર્થ કરવા માંગે છે, તે પ્રમાણે અર્થ કરવાથી જે દોષ આવે છે, તે બતાવવા માટે શિષ્ય થી કહે છે – ટીકા -
किञ्च “येऽर्थाय, कामाय, धर्माय नन्ति ते मन्दबुद्धय" इति पराभिमत उद्देश्यविधेयभावोऽप्ययुक्तः, अर्थाय घ्नतामानन्दादीनामपि मन्दबुद्धित्वप्रसङ्गात् । किन्तु ये मन्दबुद्धय उक्तकारणैर्जन्ति ते प्राणातिपातफलं दुरन्तं प्राप्नुवन्तीति मन्दबुद्धित्वमुद्दिश्यतावच्छेदककोटौ प्रविश्यैव प्रयोगो युक्त इति विवेके न चाशङ्का नचोत्तरमिति श्रद्धेयम् ।।५३।। ટીકાર્ચ -
વિષ્ય ... શ્રદ્ધેય” | જે જીવો અર્થ માટે, કામ માટે કે ધર્મ માટે જીવોને હણે છે, તે મંદબુદ્ધિવાળા છે, એ પ્રકારે પર=લુંપાકને અભિમત ઉદ્દેશ્ય-વિધેયભાવ પણ અયુક્ત છે; કેમ કે અર્થ માટે હિંસા કરતા આનંદાદિને પણ મંદબુદ્ધિપણાનો પ્રસંગ પ્રાપ્ત થાય. પરંતુ જે મંદબુદ્ધિવાળા ઉક્ત કારણો વડે ક્રોધાદિ કારણો વડે, (જીવોને) હણે છે, તેઓ દુરંત એવા પ્રાણાતિપાતના ફળને પામે છે,