________________
પ્રતિમાશક શ્લોકઃ ૫૪
ઉપ૯ ભૌતિક કામનાથી યજ્ઞ કરવાનું કથન પણ વેદિકશાસ્ત્રમાં પ્રાપ્ત થાય છે. તેથી ભૌતિક કામનાથી યજ્ઞ કરવામાં આવે તો, તેમાં થતી હિંસાથી તેના ફળરૂપ કર્મબંધ અને દુર્ગતિની પ્રાપ્તિ પણ થાય જ. કેમ કે કર્મબંધ અને દુર્ગતિના ફળના નિવારણ માટે મોક્ષાર્થી જીવોને આશ્રયીને હિંસાનો નિષેધ કરાયો, અને તે જ હિંસાનું સેવન ભૂતિકામના માટે જ્યારે થતું હોય ત્યારે તે હિંસાથી કદાચ વૈભવ પ્રાપ્તિ થતી હોય તો પણ દુર્ગતિની પ્રાપ્તિ પણ થાય. જેમ વૈદ્યના દષ્ટાંતમાં બતાવેલ કે ભ્રમાદિ રોગ ઉચ્છેદ કરવા માટે દાહનો પ્રયોગ કરવામાં આવે તો ભ્રમાદિ રોગનો ઉચ્છેદ થાય તો પણ દાહથી દુઃખરૂપ ફળ તો પ્રાપ્ત થાય જ છે. તે આ રીતે –
વેદમાં મોક્ષરૂપ કાર્ય માટે હિંસાનો નિષેધ કર્યો છે અને પશુને હોમવાની ક્રિયા એ મોક્ષરૂપ અર્થને સાધનારી નથી, એમ વેદના વાક્યથી જ નક્કી થાય છે; કેમ કે ભૂતિની=ભૌતિક આબાદિની, કામનાવાળાએ પશુનો યજ્ઞ કરવો જોઈએ, એવું વેદમાં કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય કે, યજ્ઞની વિધિ ભિન્નાર્થક છે અને તેમાં હિંસાની પ્રાપ્તિ થાય છે, અને હિંસાનો નિષેધ ભિન્નાર્થક છે=મુક્તિઅર્થક છે. તેથી મુક્તિઅર્થક જેનો નિષેધ કરવામાં આવેલો હોય તેનું સેવન મુક્તિથી ભિન્ન કાર્ય સાધવા માટે કરવામાં આવે તો પણ, મુક્તિઅર્થક જેનો નિષેધ છે, તેના સેવનથી જે દુર્ગતિગમનની પ્રાપ્તિ થતી હોય તે થાય જ છે. જ્યારે જિનપૂજામાં તેવું નથી, કેમ કે હિંસાનો નિષેધ મોક્ષાર્થક છે અને પૂજાનું વિધાન પણ મોક્ષાર્થક છે. તેથી એક ઉદ્દેશથી જ હિંસાનો નિષેધ અને હિંસાને અનુકૂળ એવી વિધિની પ્રાપ્તિ છે. અને તે પણ ફક્ત શબ્દરૂપે કથનમાત્ર નથી, પરંતુ જેમ હિંસાના ત્યાગથી શુભ અધ્યવસાય પ્રગટે છે અને તેનાથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ અધિકારી વિશેષને સ્વરૂપહિંસાવાળી એવી પૂજાથી જ મોક્ષને અનુકૂળ શુભ અધ્યવસાય પ્રગટી શકે છે, તેથી તે હિંસા દુર્ગતિગમનલક્ષણ ફળને પ્રાપ્ત કરાવનાર નથી. જ્યારે યાગીય હિંસામાં મોક્ષાનુકૂળ અધ્યવસાય પ્રગટતા નથી. તેથી જ મોક્ષના અર્થીને દુર્ગતિના કારણભૂત એવી હિંસાનો જે નિષેધ કરાયો તે હિંસા સંસારના વૈભવ અર્થે સેવવામાં આવે તો વૈભવ મળે તો પણ દુર્ગતિગમનપ્રાપ્તિરૂ૫ ફળ પણ પ્રાપ્ત થાય.
‘ક’ આ ધર્માર્થક વધ ધર્મપણા વડે ધારણ કરાયેલો પણ=ભ્રાંતિનો વિષય કરાયેલો પણ, અધર્મરૂપી ફળવાળો છે, એમ કહ્યું તેનો ભાવ એ છે કે, ભૂતિની કામનાથી કરાયેલો પશુનો યજ્ઞ પુણ્યરૂપ ધર્મનો જનક છે, તેથી આ ભવમાં કે પરભવમાં ભૂતિની=આબાદીની પ્રાપ્તિ થશે, એવો કોઈને ભ્રમ થઈ જાય તો પણ, પોતાના વૈભવને માટે પશુની હિંસા કરવાનો પરિણામ ત્યાં હોવાથી તે અધર્મનો હેતુ બને છે.
યદ્યપિ વેદવચન પ્રત્યે શ્રદ્ધાવાન કોઈ જીવ “વેદ આમ કહે છે, માટે મારે આમ કરવું જોઈએ.” તેવી બુદ્ધિવાળો હોય, અને તેમાં “પોતે ધર્મ કરે છે,” એવો અધ્યવસાય ત્યાં વર્તતો હોય, તો તે અધ્યવસાય યત્કિંચિત્ ધર્મબુદ્ધિરૂપ શુભ હોવા છતાં, પોતાના તુચ્છ વૈભવ અર્થે બીજા જીવોના પ્રાણ લેવાનો પરિણામ તે વેદના વચનથી થયેલો હોવાને કારણે, તે વેદના વચનોને વિચાર કર્યા વગર ધર્મરૂપે ગ્રહણ કરતો હોય તો, તે સર્વ અશુભ અધ્યવસાય સહવર્તી હોવાથી તે શુભ અધ્યવસાયત જે તુચ્છ પુણ્ય બંધાય, તેના કરતાં પણ મિથ્યાત્વનો અધ્યવસાય, અને પોતાના તુચ્છ વૈભવ અર્થક બીજાને પીડા કરવાનો અધ્યવસાય અતિક્લિષ્ટ હોવાથી, તાત્કાલિક કદાચ તે શુભ અધ્યવસાયથી વિભૂતિ મળી જાય તો પણ, દુર્ગતિગમનલક્ષણરૂપ