________________
૬૪૯
પ્રતિમાશતક | શ્લોકઃ પ૩
ને આ રીતે જિતશત્રુ રાજા સતુ, તત્ત્વ, તથ્ય, અવિતથ અને સદ્ભૂત એવા જિનપ્રજ્ઞપ્ત ભાવોને જાણતા નથી. આ પ્રમાણે સુબુદ્ધિ મંત્રીને અધ્યવસાય થયો. ટીકાઃ
अत्र हि जितशत्रोश्चेतसि तत्त्वज्ञानपरिणमनाय इयानारम्भः सुबुद्धिना कृतः स चाध्यवसायानुरोधादेव चेन हिंसा? प्रकृतेऽपि किमपराद्धम् ? हिंसा चेत्? अभिगमस्य धर्मत्वाद् धर्मार्था एव साऽऽयाता इति कस्त्वदन्य एवं वक्तुं प्रगल्भते? किं बहुना? एवं हि तव धर्मोपदेशाय पुस्तकपत्रादि वाचयतो धर्मार्था हिंसैव प्रसज्यते वेषधारिण:, तदा वायुकायादिविराधनाया अवर्जनीयत्वादकरणपरिहारस्य च त्वदुक्तरीत्यैव सम्भवात् । ટીકાર્ય :
સત્ર..... પરમ જિતશત્રુ રાજાના ચિત્તમાં તત્વજ્ઞાનના પરિણમન માટે, અહીંયાં પરિખાનાખાઈના ઉદક વિષયમાં, આટલો આરંભ સુબુદ્ધિ મંત્રી વડે કરાયો, અને તે આરંભ, અધ્યવસાયના અનુરોધથી જ જો હિંસા નથી એમ તું કહે છે તો પ્રકૃતિમાં પણ શું અપરાધ છે? દ્રવ્યસ્તવમાં પણ શું અપરાધ છે ? કે જેથી ભગવાનની ભક્તિનો અધ્યવસાય હોવાને કારણે હિંસા નથી, એમ તું સ્વીકારતો નથી.
હિંસા ” તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે કે, હિંસા છે, તેથી જ હું દ્રવ્યસ્તવને ધર્મરૂપે માનતો નથી દ્રવ્યસ્તવમાં પુષ્પાદિ જીવની વિરાધના છે તે રૂ૫ અપરાધ છે તેથી દ્રવ્યસ્તવને હું ધર્મરૂપે માનતો નથી.
તેનો ઉત્તર આપતાં ગ્રંથકાર કહે છે -
‘મામચ....પ્રન્મિતે?” અભિગમનું ધર્મપણું હોવાથી ધર્માર્થ જ તે=હિંસા, પ્રાપ્ત થઈ, એથી કરીને તારાથી અન્ય કોણ આ પ્રમાણે કહેવા માટે સમર્થ થાય ? વિશેષાર્થ :
જિતશત્રુ રાજાને તત્ત્વજ્ઞાનના પરિણમન માટે સુબુદ્ધિ મંત્રીએ જે અભિગમ કર્યો, તેમાં જે આટલો આરંભ કર્યો ત્યાં અભિગમનું ધર્મપણું હોવાથી આરંભરૂપ સર્વ હિંસા ધર્માર્થ જ પ્રાપ્ત થઈ. એથી કરીને પૂર્વપક્ષી લુંપાકથી અન્ય કોણ આ પ્રમાણે કહેવા માટે પ્રયત્ન કરે ? અર્થાત્ લુંપાક જ આ રીતે કહી શકે કે સુબુદ્ધિ મંત્રીએ ધર્માર્થ હિંસા કરી હોવા છતાં તે મંદબુદ્ધિ નથી, અને ભગવાનની પૂજા માટે જેઓ પુષ્પાદિનો આરંભ કરે છે, તે મંદબુદ્ધિ છે. આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, તારા જેવો અવિચારક જ આવું અસંબદ્ધ કહી શકે. વિચારકને તો સુબુદ્ધિનું કૃત્ય શુભ અધ્યવસાયની પુષ્ટિને અનુકૂળ એવી આચરણારૂપ હોવાથી ધર્મરૂપ જ ભાસે છે, તેમ દ્રવ્યસ્તવ પણ ભગવાન પ્રત્યેના બહુમાનની વૃદ્ધિને અનુકૂળ એવી