________________
૨૦.
પ્રતિમાશતક | શ્લોક : ૪૮ શૈક્ષ અભિનવ દીક્ષિત (૭) સાધર્મિક (૮) કુલ (૯) ગણ (૧૦) સંઘનું જે સંગત હોય તે અહીં કરવા યોગ્ય છે. (અહીં દસના વિષયમાં ભક્તિ કરવાની છે. તે દસ વિષયોને આશ્રયીને દસ પ્રકાર કહેલ છે.)
મૂળ પાઠમાં વિદં વહુવિહં પરે ત્તિ કહ્યું, તેમાં બહુવિધનો અર્થ કરે છે - ભક્તાનાદિના દાનના ભેદથી અનેક પ્રકારની (વૈયાવચ્ચ) કરે છે. આ પ્રમાણે વૃત્તિ છે.
દસના વિષયમાં ભિન્ન કૃત્યને આશ્રયીને બહુ પ્રકારે વૈયાવચ્ચ કહેલ છે. વિશેષાર્થ:
‘વૈયાવહ્વ' વૈયાવચ્ચનો અર્થ કરતાં કહે છે કે, વ્યાપુતકર્મરૂપ વૈયાવચ્ચ છે; અને તેનું તાત્પર્ય જણાવતાં ટીકાકાર કહે છે કે, ઉપખંભન એ પ્રકારનો અર્થ છે અર્થાત્ ઉપખંભન ક્રિયા એ પ્રકારનો અર્થ છે, અને અહીંયાં બાલાદિ સર્વવિષયક વ્યાપૃતકર્મરૂપ વૈયાવચ્ચ કહેલ છે. તેથી એ પ્રાપ્ત થાય છે, તે અત્યંત બાલાદિ જે સંયમયોગમાં પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેઓને સંયમમાં ઉપખંભન કરે તેવી જે ક્રિયા, તે વૈયાવચ્ચ પદાર્થ છે. પરંતુ પોતાના સંયમજીવનને ઉપખંભન કરે તેવું આચરણમાત્ર વૈયાવચ્ચ નથી, પરંતુ પોતાનાથી અન્ય એવા અત્યંત બાલાદિ વિષયક ઉપખંભનની ક્રિયા છે, તે વૈયાવચ્ચ પદાર્થ છે. * અત્યંત બાલાદિની વૈયાવચ્ચ કરવાથી ત્રીજા વ્રતની આરાધના થાય છે, તેમ કહ્યું ત્યાં વૈયાવચ્ચને ત્રીજા વ્રત સાથે શું સંબંધ છે, તેનું તાત્પર્ય એ છે કે, જે વ્યક્તિ ઉપાધિ આદિના વિષયમાં વિધિને જાણનારી હોય તે વ્યક્તિ પોતાના સંયમમાં ઉપખંભન થાય તેટલી જ ઉપધિ આદિ લાવીને સ્વયં જ ઉપભોગ કરે, પરંતુ અત્યંત બાલાદિની વૈયાવચ્ચ ન કરે તો તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય; અને વૈયાવચ્ચ કરે પરંતુ અનિશ્રિત ન કરે, પરંતુ નિશ્રા-ઉપશ્રાથી કરે, તો પણ તીર્થકર અદત્તની પ્રાપ્તિ થાય. તે આ રીતે - તીર્થકરની આજ્ઞા છે કે, અત્યંત નિર્દોષ ઉપધિ આદિનું ગ્રહણ કરવું. તે તે પ્રકારના સંયોગમાં નિર્દોષની પ્રાપ્તિ ન થાય તો જે પ્રકારનો અપવાદ
ત્યાં ઉચિત હોય તે પ્રકારે અપવાદથી દોષિત પણ ગ્રહણ કરે, અને જો તે આજ્ઞા પ્રમાણે ન કરે તો તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય. અને તે રીતે નિર્દોષ લાવ્યા પછી પણ ભગવાનની આજ્ઞા છે કે, શક્તિસંપન્ન વ્યક્તિએ અત્યંત બાલાદિની વૈયાવચ્ચ કરીને પછી પોતાના માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. પરંતુ તે ન કરે તો નિર્દોષ પણ ઉપધિ આદિના ઉપભોગમાં તીર્થંકરની આજ્ઞાનું અતિક્રમ હોવાથી તીર્થકરઅદત્તની પ્રાપ્તિ થાય.
૦ પ્રશ્નવ્યાકરણના સૂત્રમાં દસવિધ વૈયાવચ્ચ કહી તે આચાર્યાદિના દસ ભેદથી ગ્રહણ કરવાની છે, અને અત્યંત બાલાદિથી માંડીને ચેત્યાર્થ સુધી ગ્રહણ કરીએ તો દસથી અધિક સંખ્યાની પ્રાપ્તિ થાય છે. તેથી ઉપદેશ રહસ્યની ગાથા-૩૪ માં જણાવ્યા મુજબ એ અર્થ પ્રાપ્ત થાય છે કે, અત્યંત બાલાદિથી માંડીને ચૈત્યને છોડીને બાકી બધાનો આચાર્યાદિ દસવિલમાં જ અંતર્ભાવ થાય છે અને તેને આશ્રયીને જ પ્રશ્નવ્યાકરણમાં દશવિધ વૈયાવચ્ચ કહેલ છે, અને અધિક ભેદ પ્રશ્નવ્યાકરણમાં બાલાદિ શબ્દથી બતાવેલ છે તેને આશ્રયીને બહુવિધ વૈયાવચ્ચ કહેલ છે.