________________
ઉ૧૯
પ્રતિમાશતક | શ્લોકઃ ૪૮ હોય તે અનિશ્રિત સિવિધ-બહુવિધ વૈયાવચ્ચને કરે છે, તે ત્રીજા વ્રતને આરાધે છે.
૭ અત્યંતવાનકુવ્વત્તાનાવિનો પ્રવત્તિમાયરિયdવજ્ઞા| - અહીં વાતુર્વત્ર આદિનો સમાહાર કંઠ સમાસ કરેલ છે અને ત્યાર પછી અત્યન્ત ની સાથે વાતરિ નો સમાસ કરેલ છે અર્થાત્ અત્યંત બાલ, અત્યંત દુર્બલ, અત્યંત ગ્લાન, અત્યંત વૃદ્ધ, અત્યંત ક્ષપક એ પ્રમાણે અત્યંત પદનો દરેક બાલાદિ પદ સાથે કર્મધારય સમાસ કરેલ છે. તત્ર ....યા. તેમના વિષયમાં વૈયાવચ્ચને કરે છે, એમ અન્વયે જાણવો. અહીં સપ્તમી વિષયાર્થક છે.પ્રવૃત્તિ, વાર્થ અને ૩૫ધ્યાય નો કંઠ સમાસ કરેલ છે. અહીં તંદુ સમાસ હોવાથી એકવચનમાં પ્રયોગ છે, પણ પ્રવર્તક, આચાર્ય અને ઉપાધ્યાયના વિષયમાં એમ બહુવચનમાં (પ્રવૃાહિg) અર્થ કરવો.
ત્યાં અર્થાત્ પ્રશ્ન વ્યાકરણના પાઠમાં, પ્રવૃત્તિનું લક્ષણ આ પ્રમાણે –
તવનનનો ...... વિત્તી II તપ-સંયમયોગોમાં જે (જેમાં) યોગ્ય છે તેને તેમાં અર્થાત્ તે યોગમાં પ્રવર્તાવે અને અસમર્થ નિવૃત કરે તથા ગણમાં તત્પર હોય) તે પ્રવૃત્તિક (પ્રવર્તક) છે.
અહીં પ્રવૃત્તિ શબ્દથી પ્રવૃત્તિ નથી સમજવાની, પણ પ્રવૃત્તિક અર્થાત્ પ્રવર્તક વ્યક્તિ સમજવાની છે. જે પ્રવૃત્તિ કરાવનાર છે તેને અહીં પ્રવૃત્તિ કહેવાય. પ્રવર્તીતિ સ પ્રવૃત્તિઃ |
ઈતર=આચાર્ય અને ઉપાધ્યાય પ્રતીત=પ્રસિદ્ધ છે. તથા શૈક્ષ=અભિનવ પ્રવ્રજિત, સાધર્મિક=લિંગ અને પ્રવચન વડે સમાનધાર્મિક, તપસ્વીચતુર્થભક્તાદિ કરનાર, તથા કુળ=એક આચાર્યના પરિવારરૂપ ચાંદ્રાદિ કુળ, કુળના સમુદાયરૂપ કૌટિકાદિ ગણ, તેના ગણના, સમુદાયરૂપ સંઘ, (આ પ્રમાણે દરેકના અર્થ સમજવા.)
ચૈત્ય એટલે જિનપ્રતિમા, એનો=તપસ્વી આદિનો, જે અર્થ=પ્રયોજન, તે તેવા છે=dવલ્લી ..... ફટ્ટ છે. મૂળમાં ‘તલક્ષી ..... રેફય’ શબ્દ છે, તેનો સમાસ જણાવે છે.
તેના વિષયમાં અર્થાત્ તપસ્વી, કુલ, ગણ સંઘાદિ અને ચૈત્યના વિષયમાં, વૈયાવચ્ચ કરીને નિર્જરાનો અર્થી અનિશ્રિત દસવિધ-બહુવિધ વૈયાવચ્ચને કરે છે. આ પ્રમાણે અવય છે.
ટીકાકાર વૈયાવૃત્ય શબ્દનો અર્થ જણાવે છે – વૈયાવૃત્ય વ્યાવૃત કર્મરૂપ છે=ઉપખંભન છે. એ પ્રમાણે અર્થ છે. વૈયાવચ્ચ શબ્દના અર્થમાં સાક્ષી આપતાં કહે છે -
ટીકાર્ય :
વૈયાવચ્ચું ... માવલ્યો વૈયાવચ્ચ એટલે વ્યાકૃત ભાવ. એનું તાત્પર્ય બતાવતાં “૪' થી કહે છે - અહીં ધર્મસાધનામાં નિમિત્તરૂપ અવાદિનું વિધિ વડે સંપાદન (કરવું), આ વૈયાવચ્ચ શબ્દનો ભાવાર્થ છે. દશવિધ વૈયાવચ્ચ કરે છે, એમ કહ્યું તે દસ પ્રકાર બતાવે છે -
ટીકાર્ય :
પ્રાથરિયલજ્જા ... શાયર્થ ા (૧) આચાર્ય (૨) ઉપાધ્યાય (૩) સ્થવિર (૪) તપસ્વી (૫) ગ્લાન (૬)