________________
પ્રતિમાશતકશ્લોકઃ ૪૯
ઉલ ચૈત્યરૂપ અર્થને કહેનાર ચિત્યાર્થ પદ છે, તેને અન્ય અર્થમાં સંક્રમિત કરીને મુનિને ગ્રહણ કરવા છે. તે રીતે - ચૈત્યની ભક્તિના પ્રયોજનવાળા મુનિ છે. તેથી ચૈત્યપદથી મુનિ વાચ્ય બને છે, પણ ચૈત્યાર્થ પદથી નહિ.
ઉત્થાન :
ઉપરમાં કહ્યું એ રીતે ગ્રંથકારે સ્થાપન કર્યું કે, ચૈત્યપદથી બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરવા હોય તો ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ પદને અર્થાતરસંક્રમિત કરીને કથન કરવું જોઈએ. પરંતુ એ રીતે કરવાથી લુપાકની વાત સિદ્ધ થતી નથી, કેમ કે લંપાક તેમ સ્વીકારે તો ચૈત્યપદનો અર્થ જિનપ્રતિમા તેણે માનવો પડે. આમ છતાં ચૈત્ય પ્રયોજનવાળા મુનિને ચૈત્યપદથી ગ્રહણ કરવાનો પ્રશ્નવ્યાકરણ ગ્રંથનો આશય નથી, તે બતાવવા માટે ગ્રંથકાર કહે છે – ટીકાર્ય :
વાનાવિના ... પ્રણોથિત્યાત્ ચૈત્યપદનો અર્થ અર્થાતરસંક્રમિત કરીને ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ગ્રહણ કરવામાં આવે તો બાલાદિ પદની સાથે ચૈત્યપદનું એકવાક્યપણું હોવાને કારણે ચૈત્યપદનું એક કાર્યત્વસંગતિરૂપે જ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં ગ્રહણ કરવું ઉચિત છે. વિશેષાર્થ :
પૂર્વમાં ગ્રંથકારે લુપાકને કહ્યું કે, “ચૈત્ય પદથી બાલાદિથી અતિરિક્ત મુનિને ગ્રહણ કરવા હોય તો ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં ચૈત્યાર્થ પદને અર્થાતરસંક્રમિત કરીને ગ્રહણ કરવું ઉચિત થાય. પરંતુ તેમ ગ્રહણ કરવું પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં સંગત નથી; કેમ કે જો તેમ ગ્રહણ કરવાના પ્રયોજનથી પ્રશ્નવ્યાકરણ સૂત્ર રચાયું હોય તો જે રીતે બાલાદિનો અને તપસ્વી-કુલ-ગણાદિનો સમાસવિભાગ ત્યાં બતાવેલ છે, તે રીતે સમાસવિભાગ થઈ શકે નહિ. તે બતાવતાં કહે છે કે, જો ચૈત્યપદનો અર્થ ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં અર્થાતરસંક્રમિત કરીને ગ્રહણ કરીએ તો બાલાદિ પદની સાથે ચૈત્યપદની એકવાક્યતા પ્રાપ્ત થાય; કેમ કે બાલ-વૃદ્ધાદિની જેમ જ ચૈત્યપ્રયોજનવાળા મુનિની વૈયાવચ્ચ કરવાની છે. અને તે રીતે અર્થ કરીએ તો બાલાદિની સાથે ચૈત્યપદનું એકકાર્યત્વસંગતિથી જ પ્રશ્નવ્યાકરણમાં ગ્રહણ કરવું ઉચિત થાત. અને પ્રશ્નવ્યાકરણમાં ચૈત્યપદનું એક કાર્યત્વસંગતિથી ગ્રહણ કરવું હોત તો ત્યાં અત્યંત બાલ-વૃદ્ધાદિનો જે સમાસ કરેલ છે, તેની સાથે જ ચૈત્ય શબ્દનો પણ સમાસ કરવો જોઈએ. પરંતુ ચૈત્યપદનો સમાસ બાલાદિ સાથે ન કરતાં તપસ્વી, કુલ, ગણ, સંઘની સાથે કરેલ છે, તે જ બતાવે છે કે ચૈત્યપ્રયોજનવાળા મુનિમાં અર્થાતરસંક્રમિત કરીને ચૈત્ય શબ્દનો અર્થ મુનિ ગ્રહણ કરવો નથી, પરંતુ ચૈત્યપદથી જિનપ્રતિમા ગ્રહણ કરવી છે અને તેની વૈયાવચ્ચ પ્રશ્નવ્યાકરણ સૂત્રમાં બતાવેલ છે, તેથી પ્રશ્નવ્યાકરણ સૂત્રથી પણ જિનપ્રતિમા પૂજ્ય છે તેમ સિદ્ધ થાય છે.
૨-૨૦