________________
ઉ39
પ્રતિમાશતક | શ્લોક પ૧ છે. તેથી અવિરત સમ્યગ્દષ્ટિમાં તપ ગુણ ગૌણપણાથી છે, માટે ગૌણપણારૂપ તપસ્વરૂપ આ ભક્તિ સમ્યત્ત્વનું અંગ બને છે; કેમ કે સમ્યક્ત હોતે છતે તત્ત્વનો તીવ્ર પક્ષપાત થાય છે, તેથી જ ગુણસંપન્ન એવા ભગવાન અને ગુરુ પ્રત્યે ભક્તિ ઉલ્લસિત થાય છે. તેથી તે ભક્તિ સમ્યક્તના અંગ સ્વરૂપ છે, અને સમ્યક્ત એ પદાર્થના યથાર્થ બોધસ્વરૂપ છે, અને સમ્યક્તનું જે અંગ હોય તે સમ્યક્તના ફળ વડે કરીને જ ફળવાન બને છે. જેમ સમ્યક્તનું ફળ સુરલોકની પ્રાપ્તિ છે, તત્ત્વની તીવ્ર રુચિરૂપ પ્રશસ્ત પરિણામરૂપ સમ્યક્તના અધ્યવસાયથી ધર્મસામગ્રીસંપન્ન એવો દેવભવ પ્રાપ્ત થાય છે, અને દેવોને ધર્મસામગ્રીસંપન્ન સુમનુષ્યત્વની પ્રાપ્તિ થાય છે, તેમ અહીં સમ્યક્તના અંગભૂત એવી ભગવાનની ભક્તિ પણ સમ્યક્તના ફળ વડે કરીને ફળવાન બને છે, પરંતુ અવિરતિના નાશરૂપ ફળ વડે કરીને ફળવાન બનતી નથી.
વસ્તુતઃ તપ અવિરતિના નાશરૂપ ફળ વડે કરીને ફળવાન ત્યાં જ બને કે જ્યાં તે મુખ્યરૂપે હોય છે. આથી જ ચારિત્રીને વૈયાવચ્ચ નામનો તપ વિશેષ પ્રકારના ચારિત્રમોહનીયના નાશ વડે કરીને જ ફળવાન બને છે, જ્યારે સમ્યગ્દષ્ટિને ભગવાનની ભક્તિરૂપ વૈયાવચ્ચ સમ્યક્તના ફળ વડે કરીને જ ફળવાન થાય છે, પરંતુ પોતાનું સ્વતંત્ર ફળ આપવા સમર્થ બનતી નથી; કેમ કે ફળવાનની સંનિધિમાં તેનું અંગ અફળ છે, એ ન્યાય છે.
કહેવાનો આશય એ છે કે, જે મુખ્ય હોય તે ફળવાન બને છે. દર્શનશ્રાવકમાં મુખ્યરૂપે સમ્યક્ત ગુણ છે અને તે ફળવાન છે, તેથી તેની સંનિધિમાં ગૌણરૂપ એવો વૈયાવચ્ચરૂપતપ અવિરતિનો નાશ કરવા માટે અફળ છે.
અહીં વિશેષ એ છે કે, સમ્યગ્દષ્ટિની પૂજાથી ચારિત્રમોહનીય શિથિલ થાય છે, તો પણ મુનિને વૈયાવચ્ચ રૂપ તપ ગુણથી જે પ્રકારનો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ વિશેષ વિશેષતર પ્રગટ થાય છે, તેવો ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ સમ્યગ્દષ્ટિની પૂજાથી પ્રાયઃ પ્રગટ થતો નથી. તેથી કહ્યું કે, સમ્યગ્દષ્ટિની પૂજા સમ્યક્તના ફળથી જ ફળવાન છે, જ્યારે વિરતિરૂપ વૈયાવચ્ચનો ગુણ વિરતિના વિશેષ ફળથી ફળવાન છે. ટીકાર્ય :
તથા ૨ ..... સમયસૂર ! અને તે રીતે ફળવાનની સંનિધિમાં તેનું અંગ અફળ છે, એ વ્યાયથી ફળવાન એવા સખ્યત્વની સંનિધિમાં તેના અંગભૂત એવી ભક્તિરૂપ વૈયાવચ્ચ વિરતિરૂપ કાર્ય કરવા પ્રત્યે અફળ છે તે રીતે, તેટલાથી=સમ્યગ્દષ્ટિની ભક્તિરૂપ વૈયાવચ્ચસ્વરૂપ તપગુણથી, અવિરતપણાની અવિરતિની, હાનિ નથી; જે કારણથી કાર્દાપણમાત્ર ધન વડે કોઈ ધનવાન કહેવાતો નથી કે એક ગાયમાત્રથી ગોમાત=ગાયવાળો કહેવાતો નથી, એ પ્રમાણે પંચાશકવૃત્તિમાં અભયદેવસૂરિ કહે છે. વિશેષાર્થ:
કાર્દાપણમાત્રથી કોઈ ધનવાળો કહેવાતો નથી, તેવી રીતે સમ્યત્ત્વના અંગભૂત એવી ભક્તિરૂપ વૈયાવચ્ચથી જે વિરતિની પ્રાપ્તિ થાય છે, તે અત્યંત અલ્પ હોવાને કારણે તેટલી માત્ર વિરતિથી વિરતિધર કહેવાતો નથી. માટે અવિરત સમ્યગ્દષ્ટિમાં કાર્દાપણ તુલ્ય વિરતિ હોવા છતાં અવિરતિની હાનિ નથી.