________________
ઉ૪૫
પ્રતિમાશતક | શ્લોક : ૫૩ ઉત્થાન :
- પ્રથમ જેઓ સ્વમતમાં બદ્ધાગ્રહવાળા છે તેમને સામે રાખીને કથન કર્યું કે, તેઓનો રોગ કોઈ મટાડી શકે નહિ. તેમ હવે જેમને ભગવાનના વચનમાં શંકા નથી, પરંતુ પ્રશ્નવ્યાકરણના બળથી તેઓને ધર્માર્થે હિંસા પાપરૂપ દેખાય છે, તેથી જ દ્રવ્યસ્તવને ધર્મરૂપે સ્વીકારતા નથી, તેઓને સામે રાખીને કહે છે - ટીકાર્ય :
સુવૈદ્ય ..... વિવલાયાનાદ - સુર્વધના વચનમાં વિચિકિત્સાવાળા=શંકાવાળા, અમે નથી. ઉક્ત રોગનું=પૂજામાં હઠથી ધર્મને કહેતાં અમારી જીભ કંપે છે, એ રૂપ ઉક્ત રોગનું, ઔષધ કહો, એ પ્રકારની વિવક્ષામાં શ્લોકના ઉત્તરાર્ધથી કહે છે -
થો વધઃ ..... મેનન, કુશાસ્ત્રમાં ધમાંગપણા વડે ધર્મના કારણપણા વડે, જે વધ જોવાયો છે, તે અહીંયાં=પરીક્ષકલોકમાં, ધમર્થે હિંસા છે, પરંતુ સક્રિયાસ્થિતિ નથી; કેમ કે અપ્રમત્તયોગ વડે હિંસાનો અભ્યપગમ-અસ્વીકાર છે, એ પ્રકારની આ શ્રદ્ધા જ સમીચીત=સત્, ઔષધ છે. વિશેષાર્થ :
કુશાસ્ત્રોમાં ધર્મના કારણરૂપે જે યજ્ઞાદિમાં હિંસા જોવાય છે, તે ધર્માર્થે હિંસા છે, અને તેને જ આશ્રયીને પ્રશ્નવ્યાકરણમાં કહ્યું છે કે, ધર્મની અપેક્ષા રાખીને જે પ્રાણીઓની હિંસા કરે છે, તેઓ મંદબુદ્ધિવાળા છે. ગુણસંપન્ન એવા ભગવાનની ભક્તિ માટે પૂજારૂપ સન્ક્રિયાને ધર્માર્થ હિંસા કહેલ નથી; કેમ કે ગુણવાન એવા ભગવાનના ગુણોને અવલંબીને તેમના પ્રત્યે થયેલો જે પૂજ્યભાવ, તેની વૃદ્ધિ માટે અપ્રમત્તયોગથી કરાતી જે ભગવાનની પૂજા, તેમાં હિંસાનો અસ્વીકાર છે.
ગુણવૃદ્ધિ માટેનો જે અપ્રમત્તભાવ છે, તેને પુષ્ટ કરવા માટે પુષ્પાદિ ક્રિયા આલંબનરૂપ છે, તેથી ત્યાં હિંસાનો સ્વીકાર નથી; જેમ સંયમવૃદ્ધિ માટેના અપ્રમત્તભાવમાં ઉપકારક એવી નદી ઊતરવાની ક્રિયામાં મુનિને હિંસાનો અસ્વીકાર છે. આ પ્રકારની જો સમ્યગુ શ્રદ્ધા હોય તો ભગવાનની પુષ્પપૂજામાં લંપાકને ધર્મ દેખાશે, અને તેથી ભગવાનની પૂજાને ધર્મરૂપે કહેતાં તેમની જીભ કંપન પામશે નહિ. તેથી જીભકંપનના નિવારણનો ઉપાય આ સમ્યગુ શ્રદ્ધા જ છે. ઉત્થાન :
ઉપરમાં કહ્યું , યજ્ઞાદિમાં ધર્માર્થક હિંસા છે પરંતુ સક્રિયાસ્થિતિ નથી, આ પ્રકારની આ શ્રદ્ધા જ સત્ ઔષધ છે, તેને પુષ્ટ કરતાં કહે છે – ટીકાર્ચ -
કન્યથા ..... ચાત્ અવ્યથા=અપ્રમત્તયોગથી હિંસાનો અસ્વીકાર હોવાને કારણે સક્રિયાની સ્થિતિ ધમર્થક હિંસા નથી, એમ ન માનો તો, સદભૂત ભાવના અભિગમને માટે ૪૯ દિવસો વડે
Q-૨૧