________________
ઉ૪
પ્રતિમાશક શ્લોક : પર વિશેષાર્થ :
લંપાકના મતને માનનારા પણ કેટલાક સ્વમતમાં બદ્ધાગ્રહવાળા હોય છે. તેઓને જિનપૂજા આદિમાં હિંસાનો આરંભ દેખાય છે, તેથી દ્રવ્યસ્તવને કહેનારાં શાસ્ત્રવચનો તેમને સમ્યગુરુચતાં નથી, તેથી તે વચનોને પોતાની માન્યતામાં વિરોધ ન આવે તે રીતે જોડવા તેઓ પ્રયત્ન કરે છે. તેવા જીવો દ્રવ્યસ્તવને કહેનારાં ભગવાનનાં વચનોમાં શંકાશીલ હોય છે અને તે શંકાને કારણે તેમનામાં મિથ્યાત્વરૂપી વાયુનો પ્રકોપ વર્તતો હોય છે, માટે સાચા તત્ત્વને તેઓ ક્યારેય પામી શકતા નથી. જેમ કોઈને વૈદ્યના વચનમાં શંકા હોય તો તેના રોગને બ્રહ્મા પણ મટાડી શકે નહિ, પરંતુ જો તેઓ વૈદ્યના વચનને સ્વીકારે તો જ તેમનો રોગ મટી શકે તેમ જગતના વૈદ્ય એવા ભગવાનના વચનમાં જો લુપાકને સંદેહ ન હોય તો શાસ્ત્રવચનો દ્વારા જે તેમને પ્રશ્ન થાય છે કે, હિંસાત્મક પૂજાને ધર્મ કેમ કહેવાય ? તે શંકાનું નિવારણ થઈ શકે.
આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, જે જીવને ભગવાનના વચનમાં શંકા હોય તેમનો રોગ કોઈ મટાડી શકે નહિ. જો પૂર્વપક્ષીને ભગવાનના વચનમાં શંકા ન હોય તો જે શાસ્ત્રોને તે માને છે, તે શાસ્ત્રોમાં ઘણે ઠેકાણે ગૃહસ્થને દ્રવ્યસ્તવ કરવાનાં વિધાનો જોવા મળે જ છે. આમ છતાં તે વિધાનોને તે શંકાથી જુએ છે કે ધર્મ માટે હિંસા કરી શકાય નહિ. માટે આ વિધાનો ખરેખર સાચાં છે કે નહિ અથવા તો આનો અર્થ કઈ રીતે કરીએ કે જેથી ધર્મ માટે હિંસા સ્વીકારવાનો પ્રસંગ પ્રાપ્ત થાય નહિ ? એ પ્રકારનું સ્વમતબદ્ધ તેનું માનસ હોવાથી તેનો રોગ મટાડવો અશક્ય છે.
અહીં વિશેષ એ છે કે, પ્રસ્તુતમાં પૂર્વપક્ષી લુપાક આગમમાં શ્રદ્ધા કરનાર છે, આથી જ આગમના બળથી ભગવાનની પૂજામાં હિંસા સ્થાપવા માટે તે પ્રયત્ન કરે છે. તેથી સામાન્યથી જોતાં ભગવાનના વચનમાં તેને શંકા છે તેમ ભાસે નહિ, પરંતુ ભગવાનનું વચન તેને અજ્ઞાનને કારણે વિપરીતરૂપે ભાસે છે તેમ લાગે. તેથી ભગવાનના વચનમાં શંકાવાળા તેમને કહ્યા છે તેનો ભાવ એ છે કે, વસ્તુતઃ તે ભગવાનના વચનને માને છે, આમ છતાં આગમમાં દ્રૌપદી આદિનાં પૂજાનાં જે વિધાનો છે, તેના જે વાસ્તવિક અર્થો છે, તેમાં તેમને શંકા છે. અને શાસ્ત્રમાં કહેલાં એ વાક્યો ભગવાન પૂજનીય છે એવો ભાવ દેખાડે છે, પરંતુ પૂજામાં તો હિંસા દેખાય છે, તેથી આ વચનો સાચાં છે કે નહિ ? એવી તેમને શંકા છે. તેથી તે વચનોથી પૂજા સિદ્ધ ન થાય તે રીતે જોડવા તેઓ પ્રયત્ન કરે છે. તેમની આવી શંકાનું કારણ તેમને પોતાને જન્મથી મળેલ એવા સંસ્કારો છે કે ભગવાનની પૂજામાં હિંસા છે. અને આથી જ તેની પુષ્ટિ કરવા માટે પ્રશ્નવ્યાકરણ આદિ આગમોના પાઠ લઈને તેઓ યત્ન કરે છે, પરંતુ આ શંકા ભગવાનના વચનમાં હોવાથી નિવર્તન થઈ શકે નહિ. છતાં પણ કોઈ લંપાક, સ્વમતની વાસનાથી વાસિત હોવાને કારણે જિનપૂજામાં હિંસા છે તે પ્રકારની માન્યતા હોવા છતાં, શાસ્ત્રવચનોને તટસ્થ રીતે જાણવાના યત્નવાળો હોય તો, દ્રૌપદી આદિના પૂજાના કથનને સમ્યગુરીતે જાણવા પ્રયત્ન કરે તો, તેવા ભાવરોગીને સદ્ ઉપદેશકરૂપ વૈદ્યથી ચિકિત્સા થઈ શકે. પરંતુ જે લુપાક પોતાની માન્યતામાં બદ્ધાગ્રહવાળા હોય તો ભગવાનની પૂજાને કહેનારાં વચનોના સાચા અર્થમાં તેમની શંકા અનિવર્તનીય હોય છે, અને તેથી તે ભગવાનમાં જ શંકાવાળા હોવાથી અચિકિત્સ્ય છે.