________________
પ્રતિમા શતક | શ્લોક : પ૩.
ઉ૪૩ ભગવાનના વચનમાં શંકાને કારણે જે મિથ્યાત્વ વર્તી રહ્યું છે, તેના પ્રકોપના વશથી તત્ત્વમાર્ગમાં ચાલતો આત્મા તત્ત્વમાર્ગમાં પ્રકંપને પામે છે. જે જીવને તત્ત્વમાર્ગના અજ્ઞાનને કારણે મિથ્યાત્વનો ઉદય વર્તે છે, તેની શંકાને ભગવાનના વચનનો બોધ કરાવવાથી દૂર કરી શકાય છે, પરંતુ જે જીવને ભગવાનના વચનમાં જ શંકા વર્તતી હોય, તેનું મિથ્યાત્વ અમે કઈ રીતે દૂર કરી શકીએ ? એમ ગ્રંથકાર કહે છે. જેમ વૈદ્યના વચનમાં શંકાવાળા રોગીને બ્રહ્મા પણ રોગમુક્ત કરી શકે નહિ, તેમ ભગવાનના વચનમાં જે શંકા રાખે છે, તેનો અમે કઈ રીતે પ્રતિકાર કરી શકીએ ? આમ કહીને ગ્રંથકારને એ કહેવું છે કે, લંપાક શાસ્ત્રના વચનમાં શંકિત છે, તેથી પૂજામાં ધર્મને કહેવા માટે તેની જીભ કંપે છે; કેમ કે ભગવાનની પૂજાને ધર્મ કહેવો તે મૃષારૂપ છે, તેમ તે માને છે.
આ રીતે શ્લોકના પૂર્વાર્ધના કથનથી એ ફલિત થાય છે કે, જો પૂર્વપક્ષીને ભગવાનના વચનમાં શંકા હોય તો તેની જીભકંપનના નિવારણનો કોઈ ઉપાય નથી; પરંતુ જો તેને ભગવાનના વચનમાં શંકા ન હોય, પરંતુ પૂજામાં હિંસા દેખાવાના કારણે પૂજાને ધર્મ કહેવો તેને મૃષા ભાસતું હોય, તો તેના નિવારણ માટે શ્લોકના ઉત્તરાર્ધમાં ઔષધને બતાવતાં કહે છે - કુશાસ્ત્રમાં ધર્મના કારણપણા વડે જે પ્રાણીવધ જોવાયો છે, તે પરીક્ષકલોકમાં ધર્માર્થે હિંસા છે, પરંતુ સયિાસ્થિતિ નથી=સલ્કિયાની મર્યાદા નથી, એ પ્રકારે શ્રદ્ધા જ સતુ ઔષધ છે. ટીકા :___'भो: पापाः' इति :- भोः पापा: ! = पापान्वेषिणः कुमतयः ! भवतां जगद्वैद्यस्य भगवतः उक्तौ शङ्काभृतां मिथ्यात्वरूपो यो मरु वायुः, तस्य प्रकोपवशतः किं सर्वाङ्गकम्पोऽपि न भविष्यति ? तत्र वयं के प्रतिकर्तारः, वैद्यवचनविचिकित्सकस्य रोगिणो ब्रह्मणापि प्रतिकर्तमशक्यत्वात् । न सुवैद्योक्तिविचिकित्सावन्तो भविष्यामः, उक्तरोगौषधमुपदिश्यतामिति विवक्षायामाहयो वधः कुसमये-कुशास्त्रे, धर्माङ्गतया-धर्मकारणतया, दृष्टः, अत्र-परीक्षकलोके, सा धर्मार्थिका हिंसा, न तु सत्क्रियास्थिति: अप्रमत्तयोगेन हिंसाया अनभ्युपगमाद् इतीयं श्रद्धैव सत् समीचीनं, भेषजम्, अन्यथा सद्भूतभावाभिगमनायैकोनपञ्चाशता दिनैः परिखोदकं परिशोध्योदकरत्नं कृतवांस्तथा राज्ञा कारितश्च सुबुद्धिः महाहिंसको मन्दबुद्धिश्च स्यात् ।। ટીકાર્યઃ
મો: THE .... કશચત્વાન્ ! હે પાપીઓ પાપનું અન્વેષણ કરનાર હે કુમતિઓ ! જગદ્વૈદ્ય એવા ભગવાનના વચનમાં શંકાને ધારણ કરનાર એવા તમને મિથ્યાત્વરૂપી જે વાયુ તેના પ્રકોપના વશથી શું સવંગ કંપ નહિ થાય ? ત્યાં અમે કોણ પ્રતિકાર કરનારા થઈએ ? કેમ કે વૈધવચનમાં શંકાવાળા રોગીનું બ્રહ્મા વડે પણ પ્રતિકાર કરવા માટે અશક્યપણું છે.