________________
પ્રતિમાશતક | શ્લોક : ૫૧
ઉત્થાન :
939
પૂર્વમાં કહ્યું કે, વૈયાવચ્ચરૂપ તપ હોવાને કારણે દર્શનશ્રાવકમાં યદ્યપિ અંશરૂપ વિરતિ છે, તો પણ અવિરતિની હાનિ નથી, તો પ્રશ્ન થાય કે, અવિરતિની હાનિમાં પ્રયોજક કોણ છે ? તેથી કહે છે -
ટીકા
कषायविशेषव्यय एव अविरतत्वहानिप्रयोजको न तु प्रथमानुदयमात्रं तेनापेक्षिकोपशमादीनां सम्यक्त्वगुणानामेव जनकत्वादिति निष्कर्षः । आह
'पढमाणुदयाभावो एअस्स जओ भवे कसायाणं ।
ता कहं एसो एवं भन्नइ तव्विसयवेक्खाए' त्ति (विंशिकाप्रक. ६ / १६)
प्रधानीभूतास्तूपशमादयोऽपि चारित्रिण एव घटन्ते, तदाह
'णिच्छयसम्मत्तं वाहिकिच्च सुत्तभणियनिउणरुवं तु ।
एवंविहो णिओगो होई इमो हंत वत्थु त्ति' ( वच्चु त्ति) ।। (६/१७) त्ति विंशिकायाम् । एतदेवाभिप्रेत्याह- तपस्विनि = प्रधानतपोयुक्ते, मुनौ = चारित्रिणि, एषा भक्तिः प्राधान्यमश्नुते= प्रधानभावं प्राप्नोति ।
ટીકાર્ય -
कषायविशेष નિર્ણઃ । કષાયવિશેષનો વ્યય જ અવિરતપણાની=અવિરતિની, હાતિનો પ્રયોજક છે, પરંતુ પ્રથમ કષાયનો અનુદયમાત્ર (પ્રયોજક) નથી; કેમ કે તેના વડે=પ્રથમ કષાયના અનુદય વડે, આપેક્ષિક ઉપશમાદિરૂપ સમ્યક્ત્વગુણોનું જ જનકપણું છે, એ પ્રકારનો નિષ્કર્ષ છે. ૦ ‘આપેક્ષિજોપશમાવીનાં’ અહીં ‘ઉપશમવિ’ માં ‘આવિ’ પદથી સંવેગ-નિર્વેદ આદિનું ગ્રહણ કરવું. વિશેષાર્થઃ–
અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય કષાયનો વ્યય જ અવિરતિની હાનિનો પ્રયોજક છે, જ્યારે ચારિત્રમોહનીયરૂપ અનંતાનુબંધીનો અનુદયમાત્ર અવિરતિની હાનિનો પ્રયોજક નથી; કેમ કે અનંતાનુબંધીના અનુદય વડે પ્રશમ-સંવેગાદિ ગુણો પેદા થાય છે, જે આપેક્ષિક ઉપશમાદિ પરિણામરૂપ છે, સર્વથા કષાયના ઉપશમથી વર્તતી જેવી મુનિ આદિને ઉપશાંત ચિત્તવૃત્તિ હોય છે, તેવી ચિત્તવૃત્તિ અવિરત સમ્યગ્દષ્ટિને નથી, પરંતુ તત્ત્વના અવલોકનમાં પ્રતિબંધક એવા આપેક્ષિક કષાયના ઉપશમાદિ પરિણામસ્વરૂપ છે.
ઉત્થાન :
દર્શનશ્રાવકોને સમ્યક્ત્વ મુખ્ય હોય છે અને તપ ગૌણ છે. તેથી ગૌણપણારૂપ તપસ્વરૂપ આ ભક્તિ